04/09/2025
દાવો એવો કરવામાં આવે છે કે મુખ્યમંત્રી સ્વાગત ઓનલાઈન એ ગુજરાત સરકારની એવી પહેલ છે, જેનો હેતુ નાગરિકોની ફરિયાદો અને રજૂઆતોને ઝડપથી અને અસરકારક રીતે ઉકેલવાનો છે. આ પ્રોગ્રામ હેઠળ નાગરિકો ઓનલાઈન માધ્યમથી તેમની સમસ્યાઓ મુખ્યમંત્રી કચેરી સુધી પહોંચાડી શકે છે, અને તેનું નિરાકરણ સંબંધિત વિભાગો દ્વારા કરવામાં આવે છે. જેમાં નાગરિકોની ફરિયાદો, રજૂઆતો અને સૂચનોને સીધા સરકાર સુધી પહોંચાડવા., વહીવટી પ્રક્રિયાને પારદર્શી અને ઝડપી બનાવવી., સરકાર અને નાગરિકો વચ્ચે સીધો સંવાદ સ્થાપવો જેવા ઉદ્દેશો સામેલ છે.
પરંતુ, સ્વાગત ખરેખર 'અસ્વાગત' જેવું જ છે. અમે પણ 207-18 થી રજૂઆતો કોઈપણ પ્રકારની નિરાશા કે હતાશા વગર કરી રહ્યા છીએ. જિલ્લા - તાલુકા સ્વાગતના અધ્યક્ષો સૂચનો અપાય, કોઈ જ પ્રકારના ફોલોપ વગર.. હકારાત્મક નિકાલ લખી દેવામાં આવે. જે નીચેના વિભાગો કે અધિકારીઓએ કામગીરી બજાવવાની હોય, તેઓ જરા પણ રસ દાખવ્યા વગર નિર્ભય રીતો કોઈ જ કામગીરી કરી રહ્યા હોય એવું અમને વ્યક્તિગત ક્યારેય લાગ્યું નથી. જેમકે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી વગેરે વગેરે.. ઇચ્છાશક્તિ અને પારદર્શિતાનો ભારોભાર અભાવ વર્તાઈ રહ્યો છે.
નોંધ : હા કોઈ નેતા, ધારાસભ્ય, સાંસદનુ સૂચન કે અભિપ્રાય હોય એટલે તરત કરી નાંખે છે.. દેશમાં જે સર્વોપરી છે તે નાગરિકોની તો કોઈ ઈજ્જત જ નથી.. હદ થઈ ગઈ છે આ વ્યવસ્થામાં..! દુખદ
CMO Gujarat Bhupendra Patel