A B C News 24 Network

A B C News 24 Network abcnews24networkprivatelimited

15/08/2026

પાટણમાં ‘એક વૃક્ષ મહારાણી નાયિકાદેવી કે નામ’ અભિયાન

પાટણમાં ‘એક વૃક્ષ મહારાણી નાયિકાદેવી કે નામ’ અભિયાન અંતર્ગત HNGU યુનિવર્સિટી રોડ પર કલેક્ટર કચેરીથી સદારામબાપુના સ્ટેચ્યુ સુધી વિવિધ દેશી અને અલભ્ય પ્રજાતિના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. પંગારો, કોદારો, મટરશિંગ, કુસુમ, ખાખરો અને ગરમાળા સહિતની પ્રજાતિઓનું વાવેતર કરી શહેરને વધુ હરિયાળું અને પર્યાવરણપ્રેમી બનાવવાનો સંકલ્પ લેવાયો.

પાટણ નગરપાલિકા અને વંદન ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વાવેલા વૃક્ષોના જતનની જવાબદારી વંદન ફાઉન્ડેશન સંભાળશે.

#વૃક્ષારોપણ #એકવૃક્ષમહારાણીનાયિકાદેવીકેનામ #પર્યાવરણ #દેશીવૃક્ષો #ગુજરાતન્યુઝ

15/08/2026

પાટણnaa માતપુર ગામમાં પરમાર મનુભાઈ ઈશ્વરભાઈના મકાનમાં અંદાજે 4થી 5 ફૂટ લાંબો કાળો અને ઝેરી કોબ્રા સાપ ઘૂસી આવતા પરિવારજનોમાં ફફડાટ ફેલાયો હતો. પરિવારજનોની જાણ થતાં પાટણ વન વિભાગના ફોરેસ્ટર નવઘણભાઈએ શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટના રાજુભાઈ એમ. રાવળને જાણ કરી હતી. રાજુભાઈએ તાત્કાલિક સ્થળ પર પહોંચી સાવચેતીપૂર્વક કોબ્રાનું સફળ રેસ્ક્યુ કર્યું હતું. બાદમાં સાપને સુરક્ષિત કુદરતી સ્થળે મુક્ત કરવામાં આવ્યો હતો.

વન્યજીવ રહેણાંક વિસ્તારમાં દેખાય ત્યારે જાતે પકડવાનો પ્રયાસ ન કરી નિષ્ણાત રેસ્ક્યુ ટીમ અથવા વન વિભાગનો સંપર્ક કરવા અપીલ.

15/08/2026

અલવા ગામે 80મા સ્વાતંત્ર્ય પર્વની રંગેચંગે ઉજવણી

તિલકવાડા તાલુકાના અલવા ગામે રાષ્ટ્રભક્તિભર્યા માહોલમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. અલવા પ્રાથમિક શાળાના પ્રાંગણમાં યોજાયેલા કાર્યક્રમમાં સરપંચ સહિત ગ્રામજનો, વડીલો, યુવાનો, મહિલાઓ, એસ.એમ.સી. સભ્યો, વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.

રાષ્ટ્રધ્વજને સન્માનપૂર્વક ફરકાવી રાષ્ટ્રગાન કરવામાં આવ્યું તેમજ વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતોની સુંદર રજૂઆત કરવામાં આવી. સ્વાતંત્ર્ય સેનાનીઓ અને દેશ માટે શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી નમન કરવામાં આવ્યું.

કાર્યક્રમ દરમિયાન દેશની એકતા, અખંડિતતા અને ભાઈચારાની ભાવના જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો તથા વિદ્યાર્થીઓને દેશ અને સમાજના વિકાસમાં યોગદાન આપવા પ્રેરિત કરવામાં આવ્યા.

15/08/2026

રાધનપુર એસ.ટી. ડેપો ખાતે 80મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે હર્ષોલ્લાસભેર ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો. એસ.ટી. નિગમના અધિકારીઓ, કર્મચારીઓ અને સ્ટાફની ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી.

સમગ્ર ડેપો પરિસરમાં દેશભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. એસ.ટી. કર્મચારીઓએ રાષ્ટ્ર અને જનસેવા પ્રત્યેની પોતાની સમર્પણ ભાવના વ્યક્ત કરી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌને સ્વાતંત્ર્ય દિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી.

#રાધનપુર #ધ્વજવંદન #સ્વાતંત્ર્યદિવસ #રાષ્ટ્રીયપર્વ #દેશભક્તિ િગમ

15/08/2026

ગોપાલગ્રામમાં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી

ગોપાલગ્રામની ઓ.પી. ઝાટકિયા હાઈસ્કૂલ ખાતે પ્રજાસત્તાક દિવસની ભવ્ય અને દેશભક્તિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી. રાષ્ટ્રધ્વજ લહેરાવી ધ્વજવંદન સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો.

વિદ્યાર્થીઓએ દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમથી ભરપૂર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી ઉપસ્થિત સૌના દિલ જીતી લીધા હતા. વિદ્યાર્થીઓની સુંદર રજૂઆતોને તાળીઓના ગડગડાટથી વધાવવામાં આવી હતી.

કાર્યક્રમમાં શાળા પરિવાર, ટ્રસ્ટીશ્રીઓ, શાળા ટ્રસ્ટી મંડળ, ગ્રામ વિકાસના આગેવાનો તથા ગામના પ્રતિષ્ઠિત આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, સંસ્કાર અને દેશસેવાની ભાવના કેળવાય તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.

દેશની એકતા, અખંડિતતા અને વિકાસ માટે સૌએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. દેશભક્તિના માહોલ વચ્ચે પ્રજાસત્તાક દિવસની ઉજવણી યાદગાર બની હતી.

#ગોપાલગ્રામ #પ્રજાસત્તાકદિવસ #ઓપીઝાટકિયાહાઈસ્કૂલ #રાષ્ટ્રધ્વજ #દેશભક્તિ #રાષ્ટ્રપ્રેમ #વિદ્યાર્થીઓ #સાંસ્કૃતિકકાર્યક્રમ #ગુજરાતન્યૂઝ

15/08/2026

કંથરપુરા શ્રી વિનય વિદ્યામંદિરમાં 80મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના કંથરપુરા ગામે શ્રી વિનય વિદ્યામંદિરમાં 80મા સ્વાતંત્ર્ય દિવસની દેશભક્તિ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. માર્ચ-2026ની એસએસસી પરીક્ષામાં શાળામાં પ્રથમ ક્રમે રહેલી વિદ્યાર્થીની નિકિતા બારીયાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.

ધ્વજવંદન અને રાષ્ટ્રગાન બાદ વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો, કવિતાઓ, વક્તવ્યો તથા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા. શહીદ સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.

આ પ્રસંગે વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, શિસ્ત, સંસ્કાર અને દેશ પ્રત્યેની જવાબદારીની ભાવના કેળવવાનો સંદેશ આપવામાં આવ્યો. શૈક્ષણિક સિદ્ધિ બદલ નિકિતા બારીયાને અભિનંદન પાઠવી અન્ય વિદ્યાર્થીઓને પણ મહેનત માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

કાર્યક્રમમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ, ગામના વડીલો, યુવાનો તેમજ મંડળના પ્રમુખ અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દેશભક્તિ અને ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયો.

#કંથરપુરા #શ્રીવિનયવિદ્યામંદિર #સ્વાતંત્ર્યદિવસ #80મુંસ્વાતંત્ર્યપર્વ #નર્મદા #તિલકવાડા #ધ્વજવંદન #રાષ્ટ્રધ્વજ #દેશભક્તિ #રાષ્ટ્રપ્રેમ #વિદ્યાર્થીઓ #શૈક્ષણિકસિદ્ધિ #નિકિતાબારીયા

15/08/2026

મેસર ગામે શ્રી રાધાકૃષ્ણ વિદ્યાલય ખાતે સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી

મેસર ગામે શ્રી રાધાકૃષ્ણ માધ્યમિક વિદ્યાલયના પ્રાંગણમાં ૮૦મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ભવ્ય ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. સર્વોદય વિકાસ મંડળ મેસરના મંત્રી શ્રી મણિલાલ પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગાને સલામી આપવામાં આવી હતી.

આ પ્રસંગે મેસર ગામના સરપંચ શ્રી રંગુજી ઠાકોર, સર્વોદય વિકાસ મંડળના હોદ્દેદારો, ગામના વડીલો, બહેનો-માતાઓ, વિદ્યાર્થીઓ તથા શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે ઉપસ્થિત સૌને બુંદી તથા ફાઇવસ્ટાર ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી નટુભાઈ તથા રાધાકૃષ્ણ માધ્યમિક વિદ્યાલયના આચાર્ય શ્રી રાજેશકુમાર પટેલની રાહબરી હેઠળ સફળતાપૂર્વક યોજાયો હતો.

#મેસર #સ્વાતંત્ર્યદિન #સ્વાતંત્ર્યદિવસ #શ્રીરાધાકૃષ્ણવિદ્યાલય #ધ્વજવંદન #તિરંગો #દેશભક્તિ #પાટણ #પાટણન્યૂઝ #ગુજરાતન્યૂઝ #શાળાકાર્યક્રમ

15/08/2026

પાટણ-ડીસા હાઇવે પર વાગડોદ નજીક પેટ્રોલ પંપ સામે ઇકોસ્પોર્ટ અને ફોર્ચ્યુનર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. હાઇવે પરથી પેટ્રોલ પંપ તરફ વળતી ઇકોસ્પોર્ટ સાથે ફોર્ચ્યુનર અથડાતા બંને વાહનોના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું. જોકે, બંને કારની એરબેગ ખુલતા બંને ચાલકોનો આબાદ બચાવ થયો હતો.

અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થયા હતા. વાગડોદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પોલીસ તથા સ્થાનિકોની મદદથી ટ્રેક્ટરની મદદ વડે ક્ષતિગ્રસ્ત વાહનોને રસ્તાની સાઈડમાં ખસેડવામાં આવ્યા હતા. સમયસર કામગીરી થતાં હાઇવે પર ટ્રાફિક વ્યવસ્થા યથાવત રાખવામાં આવી હતી. સદનસીબે અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી.

#પાટણ #ડીસા #પાટણડીસાહાઇવે #વાગડોદ #અકસ્માત #રોડઅકસ્માત #ઇકોસ્પોર્ટ #ફોર્ચ્યુનર #હાઇવેઅકસ્માત #વાગડોદપોલીસ #ગુજરાતન્યૂઝ #પાટણન્યૂઝ

15/08/2026

પાટણમાં ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ની ભાવસભર ઉજવણી

1947ના ભારત વિભાજનની પીડા અને બલિદાનને સ્મરણ કરી પાટણમાં ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ની ભાવસભર ઉજવણી કરવામાં આવી. નાટિકા, ડોક્યુમેન્ટ્રી અને વિભાજન પીડિત પરિવારોના વારસદારોની આપવીતી દ્વારા તે સમયની હૃદયદ્રાવક યાદોને ઉજાગર કરવામાં આવી.

મંત્રી સ્વરૂપજી ઠાકોર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું અને કેન્ડલ માર્ચ યોજાઈ. આ પ્રસંગે દેશની એકતા, શાંતિ, સૌહાર્દ અને અખંડિતતા જાળવવાનો સંકલ્પ લેવાયો.

“વિભાજનની પીડાનું સ્મરણ નવી પેઢીમાં રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંકલ્પ મજબૂત બનાવે છે” — સ્વરૂપજી ઠાકોર

#વિભાજનવિભીષિકા #સ્મૃતિદિવસ #પાટણ #ભારત #રાષ્ટ્રીયએકતા #અખંડિતતા #દેશભક્તિ #સૌહાર્દ

15/08/2026

પાટણમાં મહિલાઓને બાગાયતી પેદાશોના મૂલ્યવર્ધનની તાલીમ

પાટણના બાસ્પા ગામે બાગાયત કચેરી દ્વારા પાંચ દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૮ બહેનોએ જામ, કેચપ, સ્ક્વોસ, નેકટર, સરબત, અથાણાં, ખજૂર પાક, ટૂટી-ફૂટી અને ટેન્ડર કોકોનટ હલવો સહિતની વિવિધ બનાવટોની પ્રાયોગિક તાલીમ મેળવી હતી.

બાગાયતી પેદાશોનું મૂલ્યવર્ધન કરીને વધારાની આવક મેળવવા તેમજ પેદાશનો બગાડ અટકાવી ઘરઆધારિત ગૃહ ઉદ્યોગ શરૂ કરવા મહિલાઓને માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવામાં આવ્યું. તાલીમ પૂર્ણ થતાં ૨૮ બહેનોને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા.

#બાગાયત #બાસ્પા #મહિલાસશક્તિકરણ #મહિલાઓ #ગૃહઉદ્યોગ #મૂલ્યવર્ધન #બાગાયતીપેદાશો #ગુજરાત

Address

Patan
Patan
384265

Alerts

Be the first to know and let us send you an email when A B C News 24 Network posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share