08/11/2025
પોરબંદર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આપણા રાષ્ટ્રગીત “વંદે માતરમ” ગાન ને 150 વર્ષ પૂર્ણ થતા તેના ઉપલક્ષમાં સમગ્ર દેશ માં એક સાથે રાષ્ટ્રગીત “વંદે માતરમ” નું સમૂહ ગાન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જીલ્લા ભાજપ કાર્યલય પોરબંદર આ કાર્યક્રમ અંતર્ગત પૂર્વ કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા સાહેબ, પોરબંદર જીલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, મહામંત્રી અશોકભાઈ મોઢા તેમજ ખીમજીભાઈ મોતીવરસ, શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી, મહામંત્રી નીલેશભાઈ બાપોદરા, નરેન્દ્રભાઈ કાણકિયા, વરિષ્ઠ આગેવાન રાજશીભાઇ પરમાર તેમજ રામદેવભાઈ મોઢવાડિયા, જીલ્લા મહિલા મોરચા ના પ્રમુખ મીતાબેન થાનકી , જીલ્લા યુવા મોરચા પ્રમુખ લક્કીરાજ્સિંહ વાળા અનુસુચિત જાતિ મોરચા જીલ્લા પ્રમુખ દિનેશભાઈ ચુડાસમા સાથે સીનીયર અગ્રણી કેતનભાઈ દાણી,અન્ય અગ્રણીઓ, પૂર્વ કાઉન્સિલરો,સક્રિય સભ્યો, જીલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત સભ્યો સાથે ભાજપ ના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલા.
ઉપરોક્ત કાર્યક્રમ ના ઇન્ચાર્જ દીપકભાઈ જુંગી રહેલા હતા.
ઉપરાત પોરબંદર માં વિવિધ જગ્યાઓ પર કાર્યક્રમ યોજાયો હતો જેમાં શ્રી વી જે મોઢા કોલેજ ખાતે અશોકભાઈ મોઢા જિલ્લા ભાજપ મહામંત્રી, પોરબંદર જિલ્લા પંચાયત ખાતે જેમાં પરબતભાઈ પરમાર - જિલ્લા પંચાયત પ્રમુખ, પોરબંદર તાલુકા પંચાયત કચેરી ખાતે જેમાં લીરીબેન ખૂંટી, પ્રતાપભાઈ કેશવાલા, માર્કેટિંગ યાર્ડ ખાતે જેમાં APMC ચેરમેન લખમણભાઇ ઓડેદરા ,ચંદ્રેશભાઇ સામાણી, સુદામા ડેરી - કુતિયાણા ખાતે જેમાં માલદેભાઈ ઓડેદરા કુતિયાણા શહેર ભાજપ પ્રમુખ, લીલાભાઇ રાવલીયા કુતિયાણાના તાલુકા ભાજપ પ્રમુખ, દિલીપભાઈ ખૂંટી, કિરીટભાઇ બાપોદરા, કુતિયાણા તાલુકા પંચાયત ખાતે જીવતીબેન પરમાર અને રાણાવાવ તાલુકા પંચાયત ખાતે મંજુબેન બાપોદરા ની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો .