Siddharth News

Siddharth News news
(2)

જીલ્લા કક્ષાની છઠ્ઠી યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પીયનશીપમાં ગુરુકુલની દીકરીઓ બની ચેમ્પીયનઆર્ય કન્યા ગુરુકુલ ગુજરાતી માધ્યમમાં ગ...
24/07/2025

જીલ્લા કક્ષાની છઠ્ઠી યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પીયનશીપમાં ગુરુકુલની દીકરીઓ બની ચેમ્પીયન
આર્ય કન્યા ગુરુકુલ ગુજરાતી માધ્યમમાં ગીત, સંગીત, નૃત્ય, ચિત્રકલાની સાથે કરાટે અને યોગાસન પણ શીખવવામાં આવે છે ત્યારે તાજેતરમાં જ યોજાયેલ જીલ્લા કક્ષાની છઠ્ઠી યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પીયનશીપમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ત્રણેય સ્થાન પર ગુરુકુલની દીકરીઓ વિજેતા ક્રમ પ્રાપ્ત કરેલ છે. જેમાં સાક્ષીબા જાડેજા પ્રથમ નંબર, હિરવા વ્યાસ દ્વિતીય નંબર તથા હિરલ શામળાએ તૃતીય નંબર પ્રાપ્ત કરી શાળા તથા માતાપિતાનું ગૌરવ વધારેલ છે. આ ત્રણેય દીકરીઓને મેડલ તથા પ્રમાણપત્ર આપવામાં આવેલ. વ્યક્તિગત યોગાસન સ્પર્ધામાં વિજેતા બનેલ આ દીકરીઓને તથા તેમને તૈયાર કરેલ નિરાલીબેન ગુજરાતીને ટ્રસ્ટીશ્રીઓ, આચાર્યાશ્રી તથા ગુરુજનોએ અભિનંદન તથા શુભેચ્છા પાઠવેલ એમ આચાર્યા ડૉ.રંજના મજીઠીયાએ જણાવ્યું હતું.

*પ્રાકૃતિક વસ્તુઓથી તૈયાર કરેલા ખાતરના ઉપયોગથી ઉત્તમ ઉત્પાદન મેળવતા પોરબંદરના ઠોયાણા ગામના પ્રગતિશીલ ખેડુત  લખમણભાઇ કેશવ...
24/07/2025

*પ્રાકૃતિક વસ્તુઓથી તૈયાર કરેલા ખાતરના ઉપયોગથી ઉત્તમ ઉત્પાદન મેળવતા પોરબંદરના ઠોયાણા ગામના પ્રગતિશીલ ખેડુત લખમણભાઇ કેશવાલા*
*******
*જમીનના જતનની સાથે વધુ અને ઉત્તમ ઉતપાદન માટે પ્રાકૃતિક વસ્તુઓથી તૈયાર કરેલ ખાતર*
*******

પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના ઠોયાણા ગામના પ્રગતીશીલ ખેડુત શ્રી લખમણભાઈ રામભાઈ કેશવાલા કોઇ પણ પ્રકારના રાસયણીક ખાતરનો ઉપયોગ કરવાને બદલે પ્રાકૃતિક વસ્તુઓથી તૈયાર થયેલ ખાતરના ઉપયોગથી ખેતીની જમીનની ઉપજ વધારીને વધુ ઉત્તમ ઉત્પાદન મેળવી રહ્યા છે.

લખમણભાઈ કેશવાલા જણાવે છે કે તેઓ આશરે છેલ્લા 13 વર્ષથી 30 વિઘા જમીન પર પ્રાકૃતિક વસ્તુઓથી તૈયાર થયેલ ખાતર વડે ખેતી કરી રહ્યા છે, અને ઉત્તમ ઉત્પાદન મેળવી રહ્યા છે અને મોસમ પ્રમાણે ઘાણા, માંડવી, જીરૂ, મગ, તલ સહીતના પાકોની પેદાશ કરી રહ્યા છે.

સામાન્ય રીતે ખેડુતો રાસાયણીક ખાતર દ્વારા જ સારી અને વધુ ઉપજ મેળવી શકાય છે તેવી માન્યતા રાખતા હોય છે પરંતુ તેની સામે લખમણભાઈ કેશવાલા એવુ ઉદાહરણ છે જે પ્રાકૃતિક રીતે તૈયાર કરાયેલ ખાતર દ્વારા ઉત્તમ અને વધુ ઉત્પાદન મેળવવાની સાથે- સાથે જમીનનુ પણ જતન કરી રહ્યા છે. તેઓ વધુમાં જણાવે છે કે પ્રાકૃતિક વસ્તુઓથી તૈયાર ખાતરના ઉપયોગથી ખેતરમાં ખેડુત મિત્ર કિટકોનું પ્રમાણ પણ જોવા મળે છે જેનાથી વિવિધ પાકોમાં અન્ય રોગો પણ જોવા મળતા નથી.

રાસાયણીક ખાતરની સરખામણીમાં પ્રાકૃતિક વસ્તુઓથી તૈયાર કરાયેલા ખાતરનો ખર્ચ ઓછો છે અને ફાયદાઓ વધુ છે. રાસાયણીક ખાતરથી જ્યારે જમીન ખરાબ થાય તે તેના બદલે પ્રાકૃતિક વસ્તુઓથી તૈયાર કરાયેલા ખાતરના ઉપયોગથી જમીનનુ પણ જતન થાય છે અને ઉત્પાદન પણ સરખામણીમાં ઉત્તમ મળે છે.

Har har Mahadev
24/07/2025

Har har Mahadev

*આજના શયન દર્શન શ્રી માધવરાયજી ત્રિકમરાયજી પ્રભુજી ના દર્શન*
24/07/2025

*આજના શયન દર્શન શ્રી માધવરાયજી ત્રિકમરાયજી પ્રભુજી ના દર્શન*

श्री सोमनाथ महादेव मंदिर,प्रथम ज्योतिर्लिंग - गुजरात (सौराष्ट्र)दिनांकः 24 जूलाई 2025,आषाढ अमावस्या - गुरुवारसायं श्रृंग...
24/07/2025

श्री सोमनाथ महादेव मंदिर,
प्रथम ज्योतिर्लिंग - गुजरात (सौराष्ट्र)
दिनांकः 24 जूलाई 2025,आषाढ अमावस्या - गुरुवार
सायं श्रृंगार

પોરબંદરની પ્રતિષ્ઠિત એમ.ડી. સાયન્સ કોલેજની વિધાર્થિની (ડિમ્પલબેન અને યોગેશભાઈની સુપુત્રી) કૅનીએ B.S.C.(Chemistry) ના સેક...
24/07/2025

પોરબંદરની પ્રતિષ્ઠિત એમ.ડી. સાયન્સ કોલેજની વિધાર્થિની (ડિમ્પલબેન અને યોગેશભાઈની સુપુત્રી) કૅનીએ B.S.C.(Chemistry) ના સેકન્ડ સેમ.માં 78.81 પરસેન્ટેઝ મેળવી સામાણી પરિવાર તેમજ લોહાણા જ્ઞાતિનું ગૌરવ વધારેલ છે.

તા. ૨૪-૦૭-૨૦૨૫, બુધવારઅષાઢ કૃષ્ણ અમાવસ્યાસાંદીપનિ વિદ્યાનિકેતનના શ્રીહરિ મંદિરમાં આજે હરિયાળી અમાસના પરમ પવિત્ર દિવસે ભગ...
24/07/2025

તા. ૨૪-૦૭-૨૦૨૫, બુધવાર
અષાઢ કૃષ્ણ અમાવસ્યા

સાંદીપનિ વિદ્યાનિકેતનના શ્રીહરિ મંદિરમાં આજે હરિયાળી અમાસના પરમ પવિત્ર દિવસે ભગવાન બાલકૃષ્ણને આસોપાલવના પાનથી સુશોભિત કરાયેલા હિંડોળામાં બિરાજમાન કરવામાં આવ્યા. પૂજ્ય ભાઈશ્રી તેમજ અનેક દર્શનાર્થીઓએ ભગવાન બાલકૃષ્ણને ભક્તિભાવપૂર્વક ઝુલાવ્યા હતા અને દર્શનનો લાભ લીધો હતો.

મેળામાં એક દિવસની મુદત ફોર્મ ભરવામાં વધારી
24/07/2025

મેળામાં એક દિવસની મુદત ફોર્મ ભરવામાં વધારી

*ભાવનગર-પોરબંદર દૈનિક અને રાજકોટ-પોરબંદર દૈનિક ટ્રેનોને તરસાઈ સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ મળ્યો**બંને ટ્રેનો 25 જુલાઈ (શુક...
24/07/2025

*ભાવનગર-પોરબંદર દૈનિક અને રાજકોટ-પોરબંદર દૈનિક ટ્રેનોને તરસાઈ સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ મળ્યો*

*બંને ટ્રેનો 25 જુલાઈ (શુક્રવાર) થી તરસાઈ સ્ટેશન પર ઉભી રહેશે*

પશ્ચિમ રેલવેએ મુસાફરોની સુવિધા માટે ટ્રેન નંબર 19571/19572 રાજકોટ-પોરબંદર-રાજકોટ દૈનિક ટ્રેન અને ટ્રેન નંબર 59560/59557 ભાવનગર- પોરબંદર -ભાવનગર દૈનિક ટ્રેનને તરસાઈ સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ આપ્યો છે.ઉપરોક્ત બંને ટ્રેનો 25 જુલાઈ, 2025 (શુક્રવાર) થી તરસાઈ સ્ટેશન પર ઉભી રહેશે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, *વિગતો નીચે મુજબ છે*
ભાવનગર ટર્મિનસથી ઉપડતી ટ્રેન નંબર 59560 ભાવનગર ટર્મિનસ-પોરબંદર દૈનિક તરસાઈ સ્ટેશન પર 21.01 વાગ્યે પહોંચશે અને 21.02 વાગ્યે ઉપડશે.તેવી જ રીતે,પોરબંદરથી ઉપડતી ટ્રેન નં.૫૯૫૫૭ પોરબંદર-ભાવનગર ટર્મિનસ દૈનિક તરસાઈ સ્ટેશન પર ૦૭.૪૯ વાગ્યે પહોંચશે અને ૦૭.૫૦ વાગ્યે ઉપડશે.

રાજકોટથી ઉપડતી ટ્રેન નં.૧૯૫૭૧ રાજકોટ-પોરબંદર દૈનિક તરસાઈ સ્ટેશન પર ૧૦.૫૨ વાગ્યે પહોંચશે અને ૧૦.૫૩ વાગ્યે ઉપડશે.તેવી જ રીતે,પોરબંદરથી ઉપડતી ટ્રેન નં.૧૯૫૭૨ પોરબંદર-રાજકોટ દૈનિક તરસાઈ સ્ટેશન પર ૧૪.૫૫ વાગ્યે પહોંચશે અને ૧૪.૫૬ વાગ્યે ઉપડશે.
ઉપરોક્ત ટ્રેનો અંગે વિગતવાર માહિતી માટે,મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

श्री बिलेश्वर महादेव मंदिर,स्वयंभू उप ज्योतिर्लिंग - गुजरात (सौराष्ट्र)दिनांकः 24 जुलाई 2025, संध्या आरती शृंगार दर्शन।....
24/07/2025

श्री बिलेश्वर महादेव मंदिर,
स्वयंभू उप ज्योतिर्लिंग - गुजरात (सौराष्ट्र)
दिनांकः 24 जुलाई 2025, संध्या आरती शृंगार दर्शन।...

પોરબંદર ગાર્ડન વિભાગ દ્વારા વાડીપ્લોટ ગાર્ડન, રૂપાળીબાગ, કમલા નેહરૂ પાર્ક, રાણીબાગ, ચોપાટી વિલ્લા ગાર્ડન, આંબેડકર ગાર્ડન...
24/07/2025

પોરબંદર ગાર્ડન વિભાગ દ્વારા વાડીપ્લોટ ગાર્ડન, રૂપાળીબાગ, કમલા નેહરૂ પાર્ક, રાણીબાગ, ચોપાટી વિલ્લા ગાર્ડન, આંબેડકર ગાર્ડન, વનાણા ગાર્ડન, મહારાણા નટવરસિંહજી બાગ, પેરેડાઈઝ ફુવારા ગાર્ડન, નાગાર્જુન સિસોદિયા ગાર્ડન જેવા અનેક ગાર્ડનની સફાઇ તેમજ જુરીબાગ પાણીના ટાંકા પાસે વૃક્ષોની નડતરરૂપ ડાળીઓનું ટ્રીમીંગ કરાયું

પોરબંદર સફાઈ અપનાવો બીમારી ભગાવો કાર્યક્રમ અંતર્ગત GVP પોઈન્ટ, શૌચાલય, શાકમાર્કેટ તથા રાત્રિ સફાઈ અભિયાનમાં વોર્ડ - ૮,૯,...
24/07/2025

પોરબંદર સફાઈ અપનાવો બીમારી ભગાવો કાર્યક્રમ અંતર્ગત GVP પોઈન્ટ, શૌચાલય, શાકમાર્કેટ તથા રાત્રિ સફાઈ અભિયાનમાં વોર્ડ - ૮,૯,૧૦, તથા ૧૧ માં વોર્ડમાં અલગ અલગ ટીમો દ્વારા GVP પોઈન્ટને ધ્યાને લઈ ખાસ સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ

Address

Port Porbandar

Alerts

Be the first to know and let us send you an email when Siddharth News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Siddharth News:

Share