11/10/2025
Alpha news : ગીર સોમનાથ તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડએ મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી ટેકાના ભાવે 200 મણ મગફળીની ખરીદી કરવા કરી રજૂઆત..ધારાસભ્યને તેમના મતવિસ્તારના પ્રવાસ દરમિયાન ખેડૂતો તરફથી વ્યાપક રજૂઆત મળી હતી.તાજેતરમાં સોશિયલ મીડિયામાં “માત્ર 70 મણ મગફળીની ખરીદી થશે” તેવી ખોટી અફવા ફેલાતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ હતી.ધારાસભ્ય બારડએ જણાવ્યું કે, આવી અફવાઓ તાત્કાલિક બંધ કરી ખેડૂતોને ઓપન બજારના વેપારીઓના શોષણથી બચાવવા જરૂરી છે..તેમણે સરકારને વિનંતી કરી છે કે આ વર્ષે 200 મણ મગફળી ખરીદી કરવા માં આવે અને દરેક તાલુકામાં ઓછામાં ઓછા બે થી ત્રણ મગફળી ખરીદી કેન્દ્રો ફાળવવામાં આવે.