Ami Doshi

Ami Doshi I am a writer, blogger, educator

https://www.facebook.com/share/p/19UZNT65Bm/
16/12/2024

https://www.facebook.com/share/p/19UZNT65Bm/

માં નર્મદે હર... પરિક્રમા નર્મદા મૈયાની : અભૂતપૂર્વ અનુભવ તા.15/12/2024 આજે માં નર્મદા મૈયાની મારી ...

જાને કહાં ગયે વો દિન....સામાન્યરીતે આપણી આસપાસ વાતો કરતાં લોકો પાસેથી અવાર નવાર  એવું બોલતાં સાંભળીએ છીએ કે, 'પહેલાં જેવ...
18/10/2024

જાને કહાં ગયે વો દિન....

સામાન્યરીતે આપણી આસપાસ વાતો કરતાં લોકો પાસેથી અવાર નવાર એવું બોલતાં સાંભળીએ છીએ કે,
'પહેલાં જેવી મજા નથી'....જીવન પહેલાં જેવું નથી રહ્યું...
કારણ કે સમયની સાથે ઘણું બદલાઈ ગયું છે અને બદલાઈ રહ્યું છે.

ભારતીય સંસ્કૃતિ અનુસાર તહેવારો ઉજવવાની પરંપરા પાછળ આપણા ઋષિ મુનીઓનું જબરજસ્ત લોજીક રહેલું છે પરંતુ અફસોસ કે આજે પોતાને અલ્ટ્રા મોર્ડન ગણતી પેઢી એ પરંપરાને આઉટ ડેટેડ ગણીને સેન્સલેસ આધુનિકતા પાછળ ગાંડી થઈ રહી છે. ગણપતિ મહોત્સવ આવે છે ત્યારે ગણપતિ નામનાં જ રહે છે અને એની આજુબાજુનો માહોલ વધુ અગત્યનો બની જાય છે. ફિલ્મી ગીતો પર મોડી રાત સુધી ધમાલ કરવી અને બીજું ઘણું બધું. આસપાસનાં વિસ્તારો અને મહોલ્લા કે, સોસાયટીથી ચડિયાતા સાબિત થવા માટે આપણે કેટલાં હવાતિયાં મારીએ છીએ, કેવાં ભ્રમમાં જીવીએ છીએ. ગણપતિનાં આગમન વિસર્જનના (ધર્મ) નામે જે તાયફા થાય છે તે શું દર્શાવે છે ?

નવરાત્રિ જેવો અનેરું મહત્વ ધરાવતો પવિત્ર તહેવાર કેટલો વિકૃત બની ગયો છે કે, કેટલાંક લોકો તેને નવરાત્રિને બદલે લવરાત્રી કહેવા માટે મજબૂર બની ગયાં છે. ફેશન અને ટ્રેન્ડનાં નામે આધુનિકતાનો અંચળો ઓઢી આપણે કઈ દિશામાં જઈ રહ્યાં છીએ ? સંસ્કૃતિનાં હીબકાં હજારો વોટની સાઉન્ડ સિસ્ટમ નીચે સાવ દબાઈ ગયાં છે.

કહેવાતાં લેટેસ્ટ દ્વિઅર્થી ગરબાઓ સાંભળીને કે સ્ટેજ પર ધ્યાન આકર્ષણ માટે વલ્ગર વસ્ત્રો પહેરી કૂદકાં મારીને બીભત્સ હરકતો કરતાં કહેવાતાં ખ્યાતનામ ગાયકોને કે પછી બેકલેસ બ્લાઉઝ પહેરીને પીઠમાં ટેટુ કરાવીને રમતી દીકરીઓને જોઈને માતાજી પણ શરમ અનુભવતાં હશે પણ ફોટામાંથી કંઈ બોલતાં નથી કે બોલી શકતાં નથી એટલે આપણે તો ચિંતા કરવાની બિલકુલ જરૂર જ નથી પરંપરા અને સંસ્કારનું જે થવું હોય તે થાય.

પરંતુ આજની આ કહેવાતી અને પોતાને મોર્ડન માનતી યુવા જનરેશનને તેની આવનાર જનરેશન કદાચ એવું કહેશે કે અમારી જનરેશનને કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર પોતાને આધુનિક ગણાવવા એટલું પોલ્યુશન વધાર્યું કે પૃથ્વીને અમારા માટે જીવવા લાયક પણ નથી રહેવા દીધી.

શું જોઈએ છે આપણને....
જ્યાં જુઓ ત્યાં લોકો કંઇક મેળવી લેવાની, પામી લેવાની લહાયમાં દોટ મૂકી રહ્યાં છેક. વર્ચ્યુઅલ દુનિયાએ હકીકતની દુનિયાનું ગળું ઘોંટી નાખ્યું છે. શું પામવા હવાતિયાં મારીએ છીએ તે ખબર પણ નથી અને સમજાતું પણ નથી.
વધુ વાંચવા માટે નીચેની લીંક ક્લીક કરો


http://amidalaldoshi.blogspot.com/2024/10/blog-post.html

04/10/2024

પતંગિયા :સુંદર મજાનાં પતંગિયા

દરેક દિવસ પોતાની સાથે કંઈનું કંઈ લઈને આવતો જ હોય છે. કાલનો દિવસ નવો આનંદ લઈને આવ્યો હતો. કુદરત પ્રેમી હોઈએ એટલે ગમે ત્યાંથી કુદરતનું સાનિધ્ય પ્રાપ્ત થઈ જ જાય. એક નાનકડા પણ સુંદર મજાનાં બટરફ્લાય પાર્કની મુલાકાત લેવાનો અવસર મળ્યો.

પાર્ક પાસે પહોંચ્યા એટલે દૂરથી ઉડાઉડ કરતાં સુંદર મજાનાં પતંગિયાઓ દેખાય પણ જેવાં નજીક જઈએ એટલે જાણે પતંગિયાનું ઝુંડ આપણી આસપાસ વીંટળાઈ વળે...

સામાન્યરીતે આપણે નજીક જઈએ એટલે કોઈપણ પક્ષી કે જંતુ તરત ઉડી જાય પણ અહીં ચારેતરફ એમને લલચવનારો ખોરાક હતો એટલે કયાંય જવાનું નામ ન લે. પતંગિયાનાં પ્રિય અનેક પ્રજાતિઓ કે, જેમાં રંગબેરંગી ફૂલ હોય તેનો રસ ચૂસવા તે આકર્ષાય. આ અનેક પ્રજાતિ પૈકી (crotalaria retusa) એટલે કે ઘૂઘરા તરીકે ઓળખાતાં છોડનાં પીળાં ફૂલ તેમને અતિ પ્રિય હોય છે. કોઈ ચિંતા કે ડર વગર તેની ચારે તરફ વળગી અને રસનો આસ્વાદ લીધાં જ કરે.

મને આ મુલાકાત દરમિયાન
ઘણી જાણીતી અજાણી પ્રજાતિઓ જોવાં મળી. એક સરસ વાત એ પણ જાણવા મળી કે, પતંગિયાને જો પાંખોથી પકડવામાં આવે તો તે થોડીવારમાં મરી જાય છે પણ જો આંગળી અથવા હાથ રાખવામાં આવે અને તેની ઉપર તે બેસી જાય તો નજીકથી જોવાનો આનંદ મળી શકે. બાળપણમાં પતંગિયાનું જીવનચક્ર ભણ્યાં હોઈએ ત્યારે ઈંડામાંથી પતંગિયાની ઉત્પતિ કઈ રીતે થાય તે સમજ્યાં હતાં પણ રૂબરૂ જોયા બાદ વધુ અભ્યાસ કરતાં અનેક રસપ્રદ બાબતો જાણવા મળી.. તેનાં દેખાવ દ્વારા નામ યાદ રાખવાની બહુ મજા આવી. જેમકે,પ્લેન ટાઈગર, સ્ટ્રાઇપ્ડ ટાઈગર,
બ્લુ ટાઈગર, ડબલ બ્રાન્ડેડ ક્રો ,
યેલો ગ્રાસ જવેલ વગેરે....

14/09/2024

દુંદાળા દેવની દુહાઈ.....

થાકી ગયો છું તમારી મોજ મસ્તીની ધાર્મિકતાથી હવે બસ કરો તો સારું...

ડીજેની ધમાલ મારાં માનમાં છે કે,
તમારાં તાન માટે, એ જરાં વિચારો તો સારું.
થોડી શરમ રાખો તો હવે સારું...

એટલો સસ્તો બનાવ્યો કે ઠેર ઠેર રસ્તે બેસાડયો,
શેરી ગલીઓને તમે બાનમાં લીધી છે આજ એમાં મારો તો કંઈ નહિ વાંક

ફિલ્મી ગીતોની ધમાલમાં હું કોણ છું એ પણ ભૂલી ગયાં તમે,
થોડીક શરમ રાખો તો હવે સારું

તમારાં શોખ અને તમારાં ગાંડપણ,
મારા નામે તમે
પર્યાવરણની ખો નાં કાઢો તો સારું

દુંદાળા દેવ કે, વિઘ્નહર્તા માત્ર નામનાં
તમને જોઈએ છે નાચવા સતત કંઈને કંઈ બહાના

દિવસો, વર્ષોને આખી જિંદગી બગાડો
પણ શા માટે નિમિત્ત મને બનાવો

તહેવારમાં જીવન છે કે, જીવનમાં તહેવાર થોડું તો મને પણ સમજાવો

કંટાળી ગયો છું આ ધાંધલ ધમાલથી
બસ કરો હવે, કહી દઉં છું તમને

આવતાં વર્ષે નહીં, અને એકપણ વર્ષે નહિ
મારાં ભક્તો હવે તમે વિરમો તો સારું,
થોડી શરમ રાખો તો હવે સારું

જૂનાં એ દિવસો ને જૂનાં મારા ભક્તો
જયારે શાંતિથી હું આવતો ને જતો

ફરી મળે એ દિવસો, ફરી મળે એ ઉલ્હાસ
બસ બીજું ખપે નહિ કંઈ
થોડી શરમ રાખો તો હવે સારું....

અમી દોશી
14/09/2024

Address

Patidar Choak
Rajkot
360005

Alerts

Be the first to know and let us send you an email when Ami Doshi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Ami Doshi:

Share