11/07/2025
⛔⛔⛔ હાલની સિસ્ટમોની સ્થિતિ ⛔⛔⛔
✅ ઝારખંડ ઉપર એક લો પ્રેશર સ્થિર છે જે આગામી દિવસોમાં આગળ વધી મધ્યપ્રદેશ લાગુ રાજસ્થાન સુધી પહોંચે. અને જ્યારે આ વિસ્તારમાં પહોંચે ત્યારે નબળુ પડી સાયકલોનીક સર્ક્યુલેશન સ્વરૂપે પહોંચી શકે. જો લોકલ પરિબળો સપોર્ટ કરે તો તો નબળુ ન પણ પડે અને લો પ્રેશર સ્વરૂપે પણ પહોંચી જાય..
✅ એક નબળુ સાયકલોનીક સર્ક્યુલેશન સૌરાષ્ટ્ર ઉપર સ્થિત છે. અને ઉત્તરપૂર્વ અરબીસમુદ્ર થી દક્ષિણ ગુજરાત થઈ ઝારખંડ વાળા લો પ્રેશર સુધી એક ટ્રફ રેખા સક્રિય છે.
✅ હાલના પરિબળો અને આગળના પરિબળો અનુસંધાન ગુજરાતમાં કયા પ્રકારે વાતાવરણ રહેશે તે..
⛔ સૌરાષ્ટ્ર/ કચ્છ ⛔
✅ આગાહીના દિવસો દરમિયાન રોજે છૂટા છવાયા ઘણા વિસ્તારોમાં જોરદાર રેડા/ઝાપટા અને અમુક વિસ્તારમાં સારો વરસાદ પણ જોવા મળશે. ( ઝારખંડ વાળી સિસ્ટમ જ્યારે મધ્યપ્રદેશ લાગુ રાજસ્થાન પહોંચે ત્યારે મજબૂતાઈ જાળવી રાખે તો 14 થી 16 તારીખમાં સારા વરસાદ વાળા વિસ્તારમાં વધારો થઈ શકે જેનો આધાર સિસ્ટમ નજીક આવે તેના પર છે.)
⛔ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત
✅ આગાહીમાં દિવસોમાં રેડા/ ઝાપટા વાળા વિસ્તાર માપ મેળે રહે પરંતુ સારા વરસાદ વાળા વિસ્તાર વધારે રહે. ઝારખંડ વાળી સિસ્ટમ મધ્યપ્રદેશ લાગુ રાજસ્થાન પહોંચે ત્યારે એટલે કે 14 થી 16 તારીખમાં એક સારા રાઉન્ડની શકયતા ગણાય. જેમાં સિસ્ટમ મજબૂત રહે તો ઘણા વિસ્તારમાં મધ્યમ થી ભારે વરસાદની શકયતા રહેશે અને જો થોડી નબળી રહે તો પણ ઘણા વિસ્તારમાં સારા વરસાદની શકયતા ગણાય માત્ર ભારે વરસાદ વાળા વિસ્તાર ઘટે.
✅ સંપૂર્ણ ગુજરાત માટે વરસાદની માત્રાનો આધાર સિસ્ટમ નજીક આવે ત્યારે તેની મજબૂતાઈ ઉપર રહેશે. ક્યાં દિવસે ક્યાં વિસ્તારમાં કેવા વરસાદની વધુ શકયતા રહેશે તેની અપડેટ ડેઇલી અપડેટ આવે છે તેમા આપતો રહીશ.
⛔ આગતોરું એંધાણ:- ⛔
✅ આગાહીના દિવસો બાદ 18 થી 24 તારીખ દરમિયાન ગુજરાતમાં છુટા છવાયો રેડા ઝાપટા થી સારા વરસાદ પડતાં હોય અત્યારે તેવી સ્થિતિ યથાવત રહી શકે પરંતુ કોઈ ભારે વરસાદના રાઉન્ડની શકયતા નથી...લી. વિશાલ પાનસૂરિયા
✅ માહિતી નામ સાથે share કરવી નામ હટાવી કોપી કરનાર સામે કોપીરાઈટ કરવામાં આવશે...