01/06/2021
*ગુજરાત જનતા જાગૃતિ મંચના સભ્યો માટે ખાસ અગત્યનુ*
આરોગ્ય વિભાગના આઉટસોર્સિંગ કર્મચારીઓના પગારમાં એજન્સીઓ દ્વારા ઉચાપત કરવામાં આવેલ તમામ નાણાં કર્મચારીઓને પરત અપાવવાનુ વચન ગુજરાત જનતા જાગૃતિ મંચ દ્વારા આપવામાં આવેલ આ તમામ નાણા પરત અપાવવા કોર્ટ મેટર કરવાનું કમિટી દ્વારા નક્કી કરવામાં આવેલ છે પરંતુ આ કોર્ટ મેટર માં ફક્ત ગુજરાત જનતા જાગૃતિ મંચ ઉપર વિશ્વાસ મુકી સંગઠનમાં જોડાયેલા કર્મચારીઓનો જ સમાવેશ કરવાનો હોઈ તેમજ કોર્ટમાં આ કર્મચારીઓએ એજન્સીઓ દ્વારા પોતાને થયેલ અન્યાય ની અધિકારીઓને રજુઆત કરેલ હોવાની કોપી જોડવી જરૂરી હોઈ ગુજરાત જનતા જાગૃતિ મંચ ના તમામ સભ્યોએ ફરજીયાત ફરિયાદ કરવાની રહેશે જ્યા સુધી કેસ ચાલશે ત્યા સુધી કોર્ટ મેટર મા જોડાયેલ કર્મચારીઓને એજન્સીઓ ખોટી રીતે છુટા નહી કરી શકે.
તમામ સભ્યો એ નીચેની સુચનાઓ મુજબ કરવુ
સુચનાઓ
🔹 તમારા સભ્યોએ CDHO FARIYAD પીડીએફની પ્રિન્ટ કાઢી એમાં વિગતો ભરવી અને નીચે પોતાની સહી કરવી
🔹 ભરાયેલ કોપીની ઝેરોક્ષ કરાવી તારીખ 03/06/2021 ગુરુવાર સુધી પોતાના તાલુકાના પ્રતિનિધિઓને બંને કોપી જમા કરાવી દેવી.
🔹તાલુકા પ્રતિનિધિઓએ બે સેટ બનાવી તારીખ: 05/07/2021 શનિવાર સુધી જીલ્લા પ્રમુખ પાસે જમા કરાવી દેવા
🔹 દરેક તાલુકા પ્રતિનિધિઓએ પોતાના તાલુકામાંથી એક પણ સભ્ય ફરિયાદ કરવામાથી બાકી ન રહે એ સુનિશ્ચિત કરવું
*વધુ માહિતી આજે રાતે 08 વાગે ફેસબુક લાઈવમાં આપવામાં આવશે તમામ સભ્યો અને તાલુકા પ્રતિનિધિઓએ ફરજીયાત જોડાવુ*
*ખાસ નોંધ: પંચમહાલ અને બોટાદ જીલ્લાના સભ્યોએ સીડીએચઓને ફરિયાદ કરેલ હોઈ એમણે ફરીથી ફરિયાદ કરવી નહી પરંતુ જે સભ્યો અગાઉ બાકી રહેલ છે એમણે ફરિયાદ કરવાની રહેશે.*
આભાર
રજનીકાંત ભારતીય 9725542874
પ્રમુખ
અમિતભાઈ ચૌહાણ 9998849008
મહામંત્રી
ગુજરાત જનતા જાગૃતિ મંચ