26/03/2026
સ્વાસ્થ્ય અંગેની કોઈપણ ગંભીર સમસ્યા માટે હવે ફોન પર જ નિષ્ણાંત માર્ગદર્શન: કેન્સર, પેટ અને શ્વાસના રોગોના નિદાન માટે વિશેષ તક
રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલના અનુભવી નિષ્ણાંત ડૉક્ટરો આપશે સીધી સલાહ : સમયસર તપાસ બિમારી પર નિયંત્રણ લાવી શકે
આજના સમયમાં કેન્સર, પેટના રોગો તેમજ શ્વાસને લગતા રોગો ઝડપથી વધતા જતા જોવા મળે છે. દર્દીઓને યોગ્ય નિષ્ણાંત ડૉક્ટર સુધી સમયસર પહોંચવું મુશ્કેલ બની જાય છે, જેના કારણે રોગ ગંભીર સ્વરૂપ ધારણ કરી લે છે. આવા સમયમાં દર્દીઓને ઝડપી માર્ગદર્શન મળે તે માટે ખાસ વ્યવસ્થા કરી છે, જેમાં તમે હવે ફોન પર જ નિષ્ણાંત ડૉક્ટરોની સલાહ મેળવી શકો છો. રાજકોટની જાણીતી હોસ્પિટલ સ્ટર્લિંગ હોસ્પિટલના અનુભવી અને પ્રતિષ્ઠિત ડૉક્ટરો દ્વારા કેન્સર, પેટના રોગો તથા ફેફસા અને શ્વાસને લગતા રોગો અંગે સંપૂર્ણ માર્ગદર્શન અપાશે.
• કેન્સર સંબંધિત તમામ પ્રકારની સમસ્યાઓ માટે પ્રખ્યાત નિષ્ણાંત ડો. સમીપ પાનસોરા દ્વારા માર્ગદર્શન મળશે.
• પેટના રોગો, પાચન તંત્રની સમસ્યાઓ અને પેટના કેન્સર જેવી ગંભીર બીમારીઓ અંગે નિદાન અને સારવાર માટે
ડો.આદિત્ય કંડોરિયા તમને યોગ્ય સલાહ આપશે.
• ફેફસા, શ્વાસ લેવામાં તકલીફ, દમ, એલર્જી અથવા અન્ય શ્વાસ સંબંધિત રોગો માટે ડો.તાન્યા મેહતા દ્વારા સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે.
અહીં આપેલી નિયત તારીખ અને સમય મુજબ ફોન પર જ ડૉક્ટરનો સંપર્ક કરીને ત્વરીત માર્ગદર્શન મેળવી શકો છો.