21/07/2025
વડોદરા: શહેરમાં સ્માર્ટ વીજ મીટરનો વિવાદ વકર્યો છે.
સમા વિસ્તારના પ્રધાનમંત્રી આવાસમાં રહેતા ઉષા પટેલને MGVCL તરફથી ₹7.81 લાખનું વીજળી બિલ આવતા તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા.
સામાન્ય રીતે ઓછું બિલ આવતા આ પરિવાર માટે આ આઘાતજનક હતું.
આ ઘટનાએ સ્માર્ટ મીટરની વિશ્વસનીયતા અને કંપનીની કામગીરી સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા કર્યા છે. સ્થાનિકોમાં પણ સ્માર્ટ મીટર સામે રોષ જોવા મળી રહ્યો છે.