15/09/2022
*એગ્રી વર્લ્ડ એક્સ્પો ૨૦૨૨*
*મારૂ ગામ સમૃદ્ધ...... મારો દેશ સમૃદ્ધ.......*
*રાજકોટમાં શાસ્ત્રીમેદાન ખાતે ભારત સરકારના કૃષિ મંત્રાલયના સહયોગથી સ્પાર્ક પ્રીડિયા દ્વારા અત્યાર સુધીનું સૌથી મોટું કૃષિ પ્રદર્શન યોજાઈ રહ્યું છે.*
જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, એગ્રીકલ્ચર મશીનરી મેન્યુફેક્ચર એસોસિએશન, ભારત સરકારના કૃષિ મંત્રાલયના સહયોગથી સ્પાર્ક પ્રીડિયા રાજકોટ ખાતે ગુજરાતનું અત્યાર સુધીનુ સૌથી મોટું કૃષિ પ્રદર્શન ચોજીઇ રહ્યું છે, આવા વારસા,કુશળતા અને અનુભવ સાથે, *એગ્રી વર્લ્ડ એક્સ્પો ૨૦૨૨* એ આ સંદર્ભમાં એક પ્રથમ પ્રયાસ છે, જે એગ્રીકલ્ચર, ઓર્ગેનિક પ્રોડક્ટ્સ, ડેરી, સોલાર, ફૂડ પ્રોસેસિંગ, પેકેજિંગ સેક્ટર વગેરેમાં એક મુખ્ય ઘટના છે. એગ્રી વર્લ્ડ એક્સ્પો વ્યૂહાત્મક ભાગીદારીને સરળ બનાવશે અને ઉદ્યોગસાહસિકો અને ઇનોવેટર્સને નવું પ્લેટફોર્મ આપવામાં મદદરૂપ થશે ઘણી બધી સંસ્થાઓ સાથે જોડાઈ રહી છે, રાજકોટ એન્જીનીયરીંગ એસો, નેશનલ સીડ્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા, ગુજરાત એગ્રીકલ્ચર મશીનરી મેન્યુફેક્ચરર્સ એસો, એગ્રી ઇનપુટ ડીલર એસોસિએશન ઓફ ઇન્ડિયા, પમ્પ ક્લબ, MSME વિભાગ થતા ભારત સરકાર, આ પ્રદર્શનનું આયોજન શાસ્ત્રી મેદાન, લીમડા ચોક, રાજકોટ ખાતે યોજાવામાં આવ્યું છે, જે તારીખ ૧૬ સપ્ટેમ્બર થી ખુલ્લુ મુકવામાં આવશે અને ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૨ સુધી ખુલ્લુ રહેશે, *એગ્રીવર્લ્ડ એકસ્પો* તરફથી આ કૃષિ પ્રદર્શનમાં પધારવા આપ સર્વને ભાવભર્યુ નિમંત્રણ છે.