
20/09/2025
તાઈવાનમાં સર્કસ કલાકાર અને સ્ટ્રેન્થ પરફોર્મન્સ સ્પેશિયાલિસ્ટ માઇકલ રેડિફે અવિશ્વસનીય કારનામું કરી નવો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે. તેમણે દાંતની જ શક્તિથી ત્રણ લોકોને ઉંચકી લીધા.
આ કરતબ દરમિયાન માઈકલે હાથના સહારા વિના માત્ર પોતાના જડબાની તાકાતથી કુલ 185.80 કિલોનું વજન 10 સેકન્ડથી વધુ સમય સુધી ઉંચકી રાખ્યું. આ પહેલાંનો રેકોર્ડ ડંગેરીની લોરેટા એન્ટાલના નામે હતો, જેણે 130 કિલો ઉઠાવ્યું હતું. માઈકલે આ રેકોર્ડને 55 કિલોથી વધુ તોડ્યો છે.
માઇકલ રેડિફ અમેરિકાના રહેવાસી છે. આ અનોખી સિદ્ધિ માટે તેમણે લાંબા સમય સુધી કઠોર ફિઝિકલ ટ્રેનિંગ લીધી. ખાસ કરીને જડબા, ગરદન અને કોર મસલ્સને મજબૂત બનાવ્યા, જેના કારણે આ અતિ કઠિન કારનામું શક્ય બની શક્યું.
આ રેકોર્ડ બતાવે છે કે માનવ શરીરની મર્યાદાઓને સતત મહેનત અને સમર્પણથી નવી ઊંચાઈઓએ લઈ જવી શક્ય છે.