22/09/2025
બ્રોકોલી માટે જમીનની તૈયારી
જમીનની ઊંડી ખેડ કરી જમીનને ૧૫ થી ૨૦ દિવસ સુધી તપવા દેવી. ત્યારબાદ સારું કોહવાયેલુ છાણિયું ખાતર ૨૦ ટન પ્રતિ હેક્ટર ઉમેરવું. બ્રોકલીનું વાવેતર ધરુની ફેરરોપણી દ્વારા કરવામાં આવે છે. ધરું તૈયાર કરવા માટે ગાદી કયારા બનાવવામાં આવે છે. બીજના વાવેતર બાદ કયારાને પ્લાસ્ટિક વડે ઢાંકી દેવું જેથી બીજનો ઉગાવો ઝડપથી અને સારી રીતે થાય. ૩-૪ દિવસ બાદ બીજ ઉગવા માંડે ત્યારે પ્લાસ્ટિક તરત હટાવી લેવું. ધરુનો કોહવારો ન થાય તે માટે રિડોમિલ અથવા કોપર ઓકિસકલોરાઈડ જેવી કુગનાશક દવાનું ડ્રેનચિંગ કરવું. કિચન ગાર્ડનમાં ગ્રોબેગમાં સારા પોટ મિક્સ સાથે પણ શિયાળામાં વાવી શકાય
https://krushivigyan.com/2025/09/%e0%aa%ac%e0%ab%8d%e0%aa%b0%e0%ab%8b%e0%aa%95%e0%ab%8b%e0%aa%b2%e0%ab%80-%e0%aa%ae%e0%aa%be%e0%aa%9f%e0%ab%87-%e0%aa%9c%e0%aa%ae%e0%ab%80%e0%aa%a8%e0%aa%a8%e0%ab%80-%e0%aa%a4%e0%ab%88%e0%aa%af/
પૂરી માહિતી વાંચવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ :
https://t.me/krushivigyan
# કિચન ગાર્ડન જમીન બ્રોકોલી # બ્રોકોલી