19/07/2025
📍 એઇમ્સ રાજકોટ ખાતે આયોજિત ભીષ્મ ક્યુબ્સ વર્કશોપ – એક અનોખું પગલું આરોગ્ય અને આપત્તિ વ્યવસ્થાપન તરફ!
👉 આ વર્કશોપ ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW)ના “BHISHMA” પ્રોજેક્ટ અંતર્ગત આયોજિત હતું, જેમાં દેશના અલગ-અલગ વિભાગોના અધિકારીઓ, હેલ્થ વર્કર્સ તથા તબીબી સ્ટાફે ભાગ લીધો હતો.
👉 માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના દૃઢ નેતૃત્વ હેઠળ ચાલતો “BHISHMA” પ્રોજેક્ટ આપત્તિના સમયે ઝડપથી આરોગ્યસેવા પહોંચાડવા માટે રચાયેલ છે.
👉 વર્કશોપ દરમિયાન "BHISHMA Cubes" – એટલે કે પોર્ટેબલ મેડિકલ યુનિટ્સનું લાઈવ ડેમો પણ આપવામાં આવ્યું, જેમાં ઓપરેશન થિયેટર, ઓક્સિજન સપોર્ટ, દવાઓ, પોર્ટેબલ એક્સ-રે અને USG મશીનો, સર્વાઇવલ કિટ્સ અને અન્ય તાત્કાલિક સારવાર સુવિધાઓ દર્શાવવામાં આવી.
👉 મુખ્ય અતિથિ તરીકે નિવૃત વાયસ એર માર્શલ અને BHISHMA પ્રોજેક્ટના મુખ્ય સંશોધક પ્રો. ડૉ. તન્મય રોય હાજર રહ્યા. તેમનાં માર્ગદર્શન હેઠળ જીવંત પ્રદર્શન તથા ઓરિએન્ટેશન સત્ર યોજાયું.
👉 વર્કશોપમાં કલેક્ટર ઓફિસ, શહેર અને ગ્રામ્ય પોલીસ, ટ્રાફિક વિભાગ, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, રેલવે, એરપોર્ટ ઓથોરિટી, સિવિલ હોસ્પિટલ, મેડિકલ કોલેજ તથા આરોગ્ય વિભાગના પ્રતિનિધિઓએ સક્રિય ઉપસ્થિતિ નોંધાવી.
👉 મુખ્ય હેતુ: ગુજરાત અને ભારતને આપત્તિ માટે "સજ્જ અને સમર્થ" બનાવવું, અને વિવિધ એજન્સીઓ વચ્ચે ગાઢ સંકલન વધારવું.
👉 કાર્યક્રમનું સફળ સંચાલન AIMSના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પ્રો. ડૉ. જી.ડી. પુરી, ડેપ્યુટી ડાયરેક્ટર કર્નલ અંકુર પ્રતાપ સિંહ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ચેરમેન પ્રો. ડૉ. વિક્રમ વર્ધનની મજબૂત ટીમે સંભાળ્યું.