17/06/2025
સંપત્તિ ટાઇમ્સનો નવો અંક(15-06-2025) પ્રસિદ્ધ થઇ ચુકયો છે, અચૂક વાંચવા અને વંચાવવા જેવો સ્પેશ્યલ અંક...
👉 ઇ-પેપર વાંચવા-PDF Download કરવા માટે આપેલ લિંક પર ક્લિક કરો :
https://www.sampattitimes.com/sampatti-times-15-06-2025-real-estate-latest-issue-property/
-----------------------
પ્લોટિંગમાં કાલાવડ રોડ અને ૧૫૦ ફૂટ રિંગરોડનો જમાનો : વનરાજ પરમાર
👉 ૧૮ વર્ષના અનુભવ સાથે શ્રીનાથજી રિયલ એસ્ટેટના પ્રોપર્ટી કન્સલ્ટન્ટ વનરાજ પરમારે પ્લોટિંગમાં રોકાણની શ્રેષ્ઠ તકો ઉજાગર કરી
રાજકોટનું રિયલ એસ્ટેટ બજારમાં પ્લોટિંગ સેગમેન્ટમાં સર્જાયેલી ઉત્સાહજનક તકોનો લાભ લેવા માટે શ્રીનાથજી રિયલ એસ્ટેટના વનરાજ પરમાર રોકાણકારોના સારથી ગણાય છે. ૧૮ વર્ષોથી વધુના અનુભવ સાથે, વનરાજભાઈ રોકાણકારોને ઉચ્ચ વળતરની ખાતરી આપતા વિસ્તારો તરફ દોરી જાય છે. સંપત્તિ ટાઈમ્સ સાથેની વાતચીતમાં તેમણે રાજકોટના કાલાવડ રોડ અને ૧૫૦ ફૂટ રિંગરોડ આસપાસના વિસ્તારો, જેમ કે મુંજકા, મોટા મૌવા, વેજાગામ, વડવાજડી, મેટોડા વગેરે રોકાણ માટે સૌથી આકર્ષક હોવાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે.
તેમના વિઝન પાછળનું લોજિક સમજાવતા તેઓ વધુમાં ઉમેરે છે કે, આ વિસ્તારોમાં ઝડપથી વિકાસ થઈ રહ્યો છે, જેનું મુખ્ય કારણ છે નવી ટી.પી. સ્કીમ્સ, પહોળા રોડ, અને મેટોડા ઔદ્યોગિક ઝોનની નિકટતા. નવો રિંગરોડ અને કાલાવડ રોડથી ગોંડલ રોડને જોડતો ૧૫૦ ફૂટ રિંગરોડ-૨ આ વિસ્તારોને વધુ મૂલ્યવાન બનાવે છે. વનરાજભાઈ તેમની સોનેરી સલાહમાં આ ઉપરાંત, પાળ, કાંગશીયાળી, ઢોલરા, ખોખળદડ, વાવડી જેવા વિસ્તારોમાં ઔદ્યોગિક અને રેસિડેન્શિયલ પ્રોજેકટ્સની વધતી માંગ રોકાણકારો માટે લાંબા ગાળાના લાભની ગેરંટી આપી શકે છે તેવો વિશ્ર્વાસ પણ વ્યક્ત કર્યો છે.
👉 સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે આપણે લિંક પર ક્લિક કરો
https://www.sampattitimes.com/news-room/expert-property-consultant-suggests-where-to-invest-in-plot-or-land/