21/10/2025
ભગવાન શ્રીકૃષ્ણની ઉપસ્થિતિમાં ગોવર્ધન પૂજારૂપે ગોકુળથી શરૂ થયેલો અન્નકૂટ ઉત્સવ આજે 5000 વર્ષ પછી પણ ભારતીય ભક્તિ પરંપરાની એક વિશિષ્ટ સ્મૃતિ કરાવે છે. એ જ રીતે BAPS સ્વામિનારાયણ સંસ્થાએ અન્નકૂટની આ ભક્તિ પરંપરાનો મહિમા વિસ્તાર્યો છે. દર વર્ષે રાજકોટ સ્વામિનારાયણ મંદિરે અન્નકૂટ ઉત્સવ યોજાતો રહ્યો છે. જેમાં આ વર્ષે પણ આવતીકાલે નવા વર્ષના પ્રારંભે ભારતીય હિન્દુ પરંપરા અનુસાર શાકાહારીના સંદેશ સાથે 2000 જેટલી વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ઉત્સવ સવારે 10થી સાંજના 7 વાગ્યા સુધી યોજાશે. આ માટે છેલ્લા એક મહિનાથી 4000 જેટલા કાર્યકર્તા મહેનત કરી અવનવી વાનગીઓ બનાવી રહ્યા છે.