30/10/2021
મલ્ટીપલ રિમોટ કોમ્પ્લેક્સિટીનું વન સ્ટોપ સોલ્યૂશન એટલે : ‘સિંગલ યુનિવર્સલ રિમોટ’
હવે બનાવો તમારા હોમ ને ડ્રિમ હોમ...
રવિવારની એક સાંજ હતી. એક સુખી સમૃદ્ધ પરિવારના સભ્યો સાથે મળીને આઇપીએલના મેચનો આનંદ લઇ રહ્યા હતા. જી, હા મિત્રો અહીં સુખી સમૃદ્ધ શબ્દ એટલે માટે વાપર્યો છે કે તે બંગલામાં દરેક સુખ સુવિધા હોય એવું લાગતું હતું. બહારથી જોતા એવું જ લાગે કે સાક્ષાત કુબેર મહારાજે જ તે બંગલાનું નિર્માણ કર્યું છે. અંદરથી આવતા મ્યુઝિકના અવાજ પરથી લાગ્યું કે ઘર માં હોમ થિયેટર તો હોવું જ જોઈએ. હજુ તો કંઈક વધારે સમજાય એ પહેલા તો ઘરના કોઈ સભ્યનો અવાજ આવ્યો કે એડ આવી છે બીજી ચેનલ બદલાવો ને... ભૂલથી કોઈ મ્યુઝિક ચેનલ ચાલુ થઈ ગઈ એટલે એક દમથી અવાજ વધી ગયો... અરે અવાજ તો ઓછો કરો... પણ મ્યુઝિક સિસ્ટમનું રિમોટ મળતું નથી, ક્યાં છે ? આવા અનેક સંવાદો અંદરથી સંભળાતા હતા અને ઘરના સભ્યો રિમોટ શોધવા લાગ્યા. ૫ થી ૭ સેકન્ડ બાદ અવાજ ઓછો થઈ ગયો, મને લાગ્યું રિમોટ મળી ગયું હોવું જોઈએ.
આ પરિસ્થિતીને સમજતા જરા તમારી ડેઇલી લાઈફને ૫ મિનિટ માટે રિવાઇન્ડ કરીને જુવો મિત્રો. શું તમારી ઘરે પણ કયારેય એવું થયું છે કે નહીં ? આખો દિવસ થાકીને ઘેર આવ્યા બાદ રાતે થોડી વાર ફ્રેશ થવા ટીવી જોવા બેસીયે એટલે એવું લાગે કે થાળીમાં જેમ મેનુની વાનગીઓ પીરસાતી હોય તેમ આપણા હાથમાં પણ રિમોટની હારમાળા બનતી જાય. પહેલા તો ટીવીનું રિમોટ લેવાનું પછી હોમ થિયેટરનું રિમોટ, અને હા ચેનલ બદલાવા માટે સેટ ટોપ બોક્સનું રિમોટ તો ભુલાય જ ગયું. આ બધું મળી જાય એટલે યાદ આવે કે ગરમી થાય છે એટલે એક વધારાનું એસીનું રિમોટ. વાનગીઓ રૂપી રિમોટ લઇને ફાઇનલી આપણે જમવા !!!! માફ કરજો મિત્રો અહીં જમવા એટલે ટીવી જોવા બેસીયે એટલે એકાદ રિમોટમાં સેલ બરોબર ના ચાલતા હોય એટલે હાથથી ઠક ટકાવીને ટ્રાય કરીયે છતાંય ના ચાલે તો સેલની રામાયણ તો ઉભી જ રહી ગઈ. બધું બરોબર થઇ જાય ત્યાં ક્યાંક તો આઇપીએલની છેલ્લી ઓવર મિસ થઇ જાય યા તો મુવીનો ક્લાયમેક્સ સીન મિસ થઇ જાય. બરાબર ને ????
હવે એક એવો વિચાર આવે ને સાલું અલાઉદીનના ચિરાગમાંથી જીની નીકળે તો એવું કૈક માંગી લવ કે આટલા બધા રિમોટની માયાજાળમાંથી મને છુટકારો મળે એવી અપાવે કોઈ.. બસ જીની એ તમારૂં સાંભળી લીધું. આ માયાજાળ માંથી છૂટવાનો ઉપાય છે ‘સિંગલ યુનિવર્સલ રિમોટ’....
તમે કોઈ સપનું નથી જોઈ રહ્યા મિત્રો. iLiving Solution તમારા માટે લાવ્યું છે તમારા ‘હોમ ને ડ્રિમ હોમ’ માં કન્વર્ટ કરવાનું સોલ્યુશન. જે ના માત્ર તમારા ‘મલ્ટીપલ રિમોટ કોમ્પ્લેક્સિટી’ના પ્રશ્ર્નોને પ્રેક્ટિકલી સોલ્વ કરે છે, અને તમારા બજેટને પણ ધ્યાનમાં રાખે છે.
સિંગલ યુનિવર્સલ રિમોટમાં તમારે ઘરના તમામ રિમોટ તમારા મોબાઈલની એક જ સ્ક્રીનમાં આવી જશે અને સરળતાથી ઓપરેટ પણ થશે ચાહે તમારો મોબાઈલ એન્ડ્રોઇડ કે આઈફોન હોય. પરિવારના દરેક સભ્યોના મોબાઈલમાં આ રિમોટ એપ ઇન્સ્ટોલ કરી ને સરળતાથી યુઝ થઈ શકે. લાગે છે ને સપનું જોતા હોય એવું?
આ સિસ્ટમનો મહત્વનો ફાયદો તો એ છે કે તમે તમારા ઘરની બહારથી પણ આ સિસ્ટમને ઓપરેટ કરી શકો છો. તમારા રૂમના કર્ટન્સ હોય કે એસી, ટીવી હોય કે મ્યુઝિક સિસ્ટમ બધું જ એક જ મોબાઈલ માંથી ઓપરેટ થઇ શકે. તમારા મૂડ મુજબ તમારા રૂમની અંદર કલરફુલ લાઈટ પણ આ સિસ્ટમથી ઓપરેટ થઇ શકે છે. છે ને કમાલની વાત !!!!
શું આપ નવું ઘર બનાવવાનું પ્લાન કરો છો ? તો આજે જ સૌ પહેલા iLiving Solutionનો સંપર્ક કરો. આપના ઘરનું ટેક્ધિકલ તથા વાયરિંગનું પ્લાનિંગ પહેલેથી કરવું ખાસ જરૂરી છે જેનાથી આપ અમારી સર્વિસનો મહત્તમ લાભ લઇ શકો છો અને એ પણ નજીવા બજેટમાં. હા, તમારા અત્યારના લિવિંગ સેટ અપમાં પણ આ સિસ્ટમ ઇન્સ્ટોલ થઇ શકે જ છે.
iLiving Solutionની ક્વાલિફાયડ એક્સપર્ટ ટીમ તમારા ઘરની આવી દરેક મુશ્કેલીઓનું સોલ્યૂશન આપે છે અને તમારા હોમ ને ડ્રિમ હોમ બનાવવામાં મદદ કરે છે. તો મિત્રો શું વિચારો છો ? આજે જ Mo. 78787 33233 પર કોલ કરો અને તમારા હોમને પણ બનાવો ડ્રિમ હોમ.
OTHER USEFUL SOLUTION FOR DREAM HOME :
✅ Occupancy Sensors
✅ Elegant Lighting Control
✅ Useful Curtain Control
✅ Shortcut Key
✅ Voice Command Control
✅ IR Device Hider
✅ iPad Wall Mount & Charger
✅ Gate Automation
✅ Visitor Management
✅ Safety & Security
✅ Single Hard Disc Server
✅ Proper WiFi Network
✅ Brand Selection For Home Automation
✅ Future Provisions of Wiring
👉 Address : 810 - Rivera Wave, Near McDonald's, Kalawad Road, Rajkot-360005
👉 Contact : +91 78787 33233
👉 E-mail : [email protected]
👉 Web : www.iLiving.co.in
👉 Subscribe to our YouTube Channel : https://www.youtube.com/channel/UC3fqKtcq9yz26cfbhSl4gNw