Abtak Media

Abtak Media www.abtakmedia.com is a leading Gujarati News Portal. A digital division of ABTAK MEDIA GROUP. ABTAK started its journey in the world of Journalism in 2012.

which is responsible for building the digital reach and in process has been successfully able to build world’s largest Gujarati news websites www.abtakmedia.com. These websites supplement the print and give readers the flexibility to access news faster and more detailed with some content created exclusive for web.The site features news, views and specials in addition to interactive elements customised for the Gujarati community. ABTAK CHANNEL is 24×7 news channel provides to its users intensive live local coverage with feature shows as well. Since than it has flourished into editions and has played a critical and vital role in the upliftment and welfare of five crore Gujaratis. ABTAK provides information and entertainment through its supplements dealing with almost all the subjects. The ABTAK GROUP is a listed with Head Quarter at RAJKOT. Then under expansion programme new editions were launched Baroda, Surat, Rajkot, Bhavnagar & Mumbai ABTAK CHANNEL respectively. Initially Shri Satish Mehta started Abtak Daily Evening Newspaper & Abtak Channel on a small scale, But Shri Sateesh Mehta going with broad vision and grow this group and its circulation began to increase by leaps and bounds. His unique contribution was ‘Abtak Vyapar Purti’ in Gujarati journalism, that included many celebrities as columnists . Thus he was the pioneer of Supplements in Gujarati journalism. He was always in search of new talents and new ideas to make Abtak a unique and dynamic daily. It was this missionary zeal that made Abtak name in Gujarat. Also growing this another segment in Digital Media with Leading Gujarati News Portal with Digital India Campaign.. In this public get proper news on one click with Website – Social Media – Mobile Application – Whatsapp and so many things from readers get proper news anywhere and anyplace…. So, Mr. Sateesh Mehta has great vision and grow Abtak Daily Evening Newspaper – Abtak Channel – Abtak Digital Media. Abtak Group working parallely on this 3 Media stream and grow reach. Our mission is to give Positive & Informative News to public. Our goal is to provide authentic data to the society without any bias.

*Follow us on*
Facebook: https://www.facebook.com/abtakmedia
Youtube: https://www.youtube.com/
Twitter: https://twitter.com/abtakmediahouse
Instagram: https://www.instagram.com/abtak.media/
Whatsapp: https://www.abtakmedia.com/ #

11/08/2026

માણાવદરના સારંગપીપળી ગામે 'વિશ્વ સિંહ દિવસ' નિમિત્તે વિદ્યાર્થીઓની જાગૃતિ રેલી: સિંહ બચાવોના નારા સાથે આપ્યો સંરક્ષણનો સંદેશ

૧૦ ઓગસ્ટના રોજ ‘વિશ્વ સિંહ દિવસ’ નિમિત્તે માણાવદર તાલુકાના સારંગપીપળી ગામે આવેલી વિનય મંદિર શાળા દ્વારા વન્યજીવ સંરક્ષણ અર્થે ભવ્ય જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામના મુખ્ય માર્ગો પરથી નીકળેલી આ રેલીમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફગણે ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ હાથમાં બેનરો સાથે "સિંહ બચાવો" અને "જંગલની શાન, સિંહ અમારું અભિમાન" જેવા ગગનભેદી નારા લગાવીને સમગ્ર વાતાવરણ ગુંજવી મૂક્યું હતું. એશિયાટિક સિંહોના મહત્ત્વ અને જંગલોની જાળવણી પ્રત્યે ગ્રામજનોમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી યોજાયેલા શાળાના આ સરાહનીય પ્રયાસને સ્થાનિક લોકોએ ખૂબ બિરદાવ્યો હતો.

માણાવદર : હિતેશ પંડ્યા

11/08/2026

ભાણવડના બરડા ડુંગરમાં LCBનો સપાટો: દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પર દરોડો પાડી ₹૪૬ હજારનો મુદ્દામાલ કબજે કર્યો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દારૂ અને જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ નાબૂદ કરવા LCB ટીમે કડક કાર્યવાહી હાથ ધરી છે. ભાણવડ પોલીસ સ્ટેશન હેઠળ આવતા બરડા ડુંગરમાં ટપકેશ્વર તળાવ ઉપર આવેલી બાવળની ઝાળીઓમાં ચોક્કસ બાતમીના આધારે LCB ટીમે દરોડો પાડી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી પાડી છે. પોલીસે સ્થળ પરથી ૧,૬૦૦ લીટર દેશી દારૂનો કાચો આથો, બે તાંબાની નળીઓ અને મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૪૬,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. LCBની આ સરપ્રાઇઝ કામગીરીથી દારૂના ધંધાર્થીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

ભાણવડ : આનંદ પોપટ

11/08/2026

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી: ગેરકાયદે એક્સ્પ્લોઝીવ જથ્થો મંગાવનાર હીરા ઉર્ફે હિરેન અલગોતરની ધરપકડ

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગેરકાયદે વિસ્ફોટક જથ્થો મંગાવવાના મામલે હીરા ઉર્ફે હિરેન અલગોતર નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી થાન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કોલસાના કૂવા ચલાવતો હતો અને તેના માટે જ આ વિસ્ફોટક સામગ્રી મંગાવતો હતો. આ કાળા કારોબારમાં આરોપીના ભાઈ તેમજ પિતા વિઠ્ઠલ જાગાભાઈની સંડોવણી હોવાની આશંકાએ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આરોપી સામાન્ય રીતે 4000 રૂપિયામાં મળતી 200 નંગ જીલેટીન સ્ટીકની એક થેલી રૂ. 7000માં ખરીદતો હતો. મેંદરડાનો આરોપી મિતુલ પટેલ રૂ.20ની એક જીલેટીન સ્ટીક રૂ.35માં વેચી ગેરકાયદે નફો કમાતો હતો. હાલ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ફરાર આરોપી મિતુલ પટેલની શોધખોળ હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

રિપોર્ટર : કરણ જોગલ – રાજકોટ

11/08/2026

રાજકોટ : ઔદીચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજ દ્વારા આગામી 16 ઓગસ્ટે સર્વજ્ઞાતિય લઘુરુદ્ર મહાપૂજાનું ભવ્ય આયોજન

રાજકોટમાં શ્રી ઔદીચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે સર્વજ્ઞાતિય લઘુરુદ્ર મહાપૂજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આગામી 16 ઓગસ્ટ, રવિવારે સવારે 8:30 થી 11:30 દરમિયાન અમૃત ઘાયલ હોલ, યુનિવર્સિટી રોડ ખાતે યોજાનાર આ પવિત્ર ધાર્મિક મહોત્સવમાં આશરે 500થી વધુ શ્રદ્ધાળુઓ મહાદેવની આરાધના અર્થે જોડાશે. સવારે 11:30 વાગ્યે વિશેષ મહાઆરતી યોજાશે, ત્યારબાદ યજમાનો અને મહેમાનો માટે ભોજન પ્રસાદનું આયોજન રાખવામાં આવ્યું છે. છેલ્લા 8 વર્ષથી સફળતાપૂર્વક યોજાતા આ કાર્યક્રમનું માર્ગદર્શન હોદ્દેદારો દ્વારા ઉત્સાહભેર પૂરું પાડવામાં આવી રહ્યો છે, ત્યારે સમાજના તમામ શ્રદ્ધાળુઓને આ ધાર્મિક અવસરનો લાભ લેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. અબતક સાથે ની મુલાકાત લઈ વિપુલ શુક્લ, ભાવના જોશી, હેમાની રાવલ તથા અન્ય સભ્યોએ વિશેષ માહિતી આપી હતી.

રિપોર્ટર : અભય મેતા – રાજકોટ

11/08/2026

સુરતના અમરોલીમાં જ્વેલર્સની દુકાનમાંથી સાસુ-વહુની જોડીએ રૂ.2 લાખની ચાંદીની ઝાંઝરીઓ ચોરી કરી ફરાર

સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા સતનામ જ્વેલર્સમાંથી સાસુ-વહુની એક અનોખી ચોરીનો કીમિયો સામે આવ્યો છે, જ્યાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી આ જોડીએ દુકાનદારને વાતોમાં ભોળવી દીધા હતા. વહુએ નજર ચૂકવીને 900 ગ્રામ વજનની 11 જોડી ચાંદીની ઝાંઝરીઓ સાસુને આપી દીધી હતી અને સાસુએ તે પોતાના ચણીયામાં છુપાવી દીધી હતી. લાખો રૂપિયાની કિંમતના ચાંદીના દાગીના સેરવીને આ બંને મહિલાઓ પળવારમાં ત્યાંથી ફરાર થઈ ગઈ હતી. જ્યારે વેપારીને ચોરીની જાણ થઈ ત્યારે તેમણે સીસીટીવી ફૂટેજ ચકાસતા ચોરીની આ સમગ્ર ઘટના કેદ થઈ હોવાનું માલૂમ પડ્યું હતું. આ મામલે અમરોલી પોલીસે ગુનો નોંધીને સીસીટીવીના આધારે ફરાર થઈ ગયેલી મહિલા તસ્કરોની સઘન શોધખોળ હાથ ધરી છે.

રિપોર્ટર: ભાવેશ ઉપાધ્યાય

11/08/2026

મોરબીની ગોઝારી મચ્છુ જળ હોનારતને પૂરા થયા 48 વર્ષ, દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

મોરબીમાં 11 ઓગસ્ટ 1979ના રોજ સર્જાયેલા ભયાનક મચ્છુ જળ પ્રલયને આજે 48 વર્ષ પૂર્ણ થયા છે, જેણે પળભરમાં આખા શહેરને સ્મશાનમાં ફેરવી નાખ્યું હતું. ઉપરવાસના ભારે વરસાદને કારણે મચ્છુ-2 ડેમના પાળા તૂટવાથી સર્જાયેલી આ જળ હોનારતના મૃતકોની યાદમાં પાલિકા દ્વારા 21 સાયરન વગાડી મણીમંદિર ખાતે આવેલા સ્મૃતિસ્તંભ સુધી મૌન રેલી કાઢી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ દુર્ઘટના પાછળ ઇજનેરોની ખોટી ગણતરી અને સમયસર ચેતવણીના અભાવ જેવા કારણો જવાબદાર હોવાનું મનાય છે, પરંતુ મોરબીવાસીઓએ પોતાની જિંદાદિલી અને ખુમારીથી ફિનિક્સ પક્ષીની જેમ બેઠા થઈને પોતાની ઓળખ પુનઃ સ્થાપિત કરી છે. આ 48મી વરસી નિમિત્તે આજે પણ અનેક પરિવારોની આંખો ભીની થઈ ગઈ હતી અને દિવંગતોને શ્રદ્ધાસુમન અર્પણ કરી ગોઝારા દિવસને યાદ કરવામાં આવ્યો હતો.

રિપોર્ટર: ઋષિ મહેતા

11/08/2026

દાહોદના ગરબાડા પાસે પાટીયાઝોલ પુલ નજીક લોખંડની પાઇપો ભરેલું ટ્રેલર પલટાયું: ચાલકનો બચાવ

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકા નજીક આવેલા પાટીયાઝોલ પુલ પાસે અક*સ્માતની ઘટના સામે આવી છે. ભારે લોખંડની પાઇપો ભરીને જઈ રહેલા એક ટ્રેલરના ચાલકે અચાનક સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા વાહન પુલ નજીક રસ્તા પર જ પલટી મારી ગયું હતું. આ અક*સ્માતને કારણે ટ્રેલરમાં ભરેલી લોખંડની પાઇપો રોડ પર ચારેય બાજુ વેખરાઈ ગઈ હતી અને ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદ્ભાગ્યે આ ભયાનક અક*સ્માતમાં ટ્રેલરના ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો અને જાનહાની ટળતા રાહત અનુભવાઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા સ્થળ પર પહોંચીને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

રિપોર્ટર: અભેસિંહ રાવલ

11/08/2026

નવલગઢમાં વરસાદી પાણીના નિકાલની સમસ્યા યથાવત: અંડરબાયપાસની અપૂરતી ક્ષમતાથી ખેતરો જળમગ્ન, કાયમી નિકાલની માંગ

ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ ગામમાં કેનાલ આસપાસના ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ રહેવાની ગંભીર સમસ્યા છેલ્લા ૧૫ વર્ષથી યથાવત છે. પાણીના નિકાલ માટે માત્ર એક જ અંડરબાયપાસ પર નિર્ભર રહેવું પડતું હોવાથી ભારે વરસાદમાં ખેતરોમાં દિવસો સુધી પાણી ભરાયેલા રહે છે, જેના કારણે ઊભો પાક બળી જાય છે અને ખેડૂતોને દર વર્ષે ભારે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવે છે. માત્ર વળતર આપવાને બદલે સમગ્ર વિસ્તારનો યોગ્ય સર્વે કરી નવો અંડરબાયપાસ કે ક્રોસ-ડ્રેનેજ વ્યવસ્થા ઊભી કરીને કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી ખેડૂતો અને ગ્રામજનો તંત્ર પાસે માંગ કરી રહ્યા છે.

ધ્રાંગધ્રા : સલીમ ઘાંચી

11/08/2026

જામનગરમાં 80 ફૂટ રિંગરોડ પાસે વેલ્ડિંગ કામ દરમિયાન TVS જ્યુપિટર સ્કૂટરમાં અચાનક આગ લાગી

જામનગરના બેડી બંદર 80 ફૂટ રિંગરોડ પાસે TVS જ્યુપિટર સ્કૂટરમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ, વેલ્ડિંગ કામકાજ ચાલી રહ્યું હતું તે દરમિયાન અચાનક આગ ભભૂકી ઉઠતાં સ્કૂટર બળીને ખાખ થઈ ગયું હતું અને મોટું નુકસાન થયું હતું. જોકે, સમયસૂચકતા વાપરીને સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ધોરણે પાણી છાંટીને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો, જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.

રિપોર્ટર : સાગર સંઘાણી – જામનગર

11/08/2026

કેશોદમાં ગલા ખાંભલા સામે કોમર્શિયલ દુકાન બાબતે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો, પોલીસે હાથ ધરી તપાસ

કેશોદ પોલીસ મથકે ગલા ખાંભલા નામના શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ અધિનિયમ હેઠળ સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે. આ મામલો બસ સ્ટેશન પાસે આવેલા કોમર્શિયલ કોમ્પલેક્ષની દુકાન નં. 28 ના કબજા સાથે જોડાયેલો છે, જેની ફરિયાદ જયપુરી ઉર્ફે કાનો વિજયપુરી રણછોડપુરી ગોસ્વામી દ્વારા નોંધાવવામાં આવી છે. ફરિયાદીના જણાવ્યા મુજબ આરોપી દ્વારા સન 2021થી દુકાનનું ભાડું કે ભાગીદારીની રકમ ચૂકવવામાં આવી ન હતી અને દુકાનનો કબજો પણ પરત સોંપવામાં આવ્યો ન હતો. જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો દાખલ થતાં જ કેશોદ પોલીસે આ મામલે ગંભીરતાપૂર્વક વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

રિપોર્ટર: જય વિરાણી

Address

Rashtriya Shala Road, Abtak Press, Vidya Nagar
Rajkot
360001

Alerts

Be the first to know and let us send you an email when Abtak Media posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Abtak Media:

Shortcuts

Share