Kanabar News Rajula

Kanabar News Rajula રાજુલા ના જડપી સમાચાર એટલે કાનાબાર ન્યૂઝ

*ભેસાણ પો.ઇન્સ. સલમાં સુમરા દ્વારા ૧૫ વર્ષથી નાની વયની પચાસેક દીકરીઓને પોતાના ખર્ચે કપડા વિતરણ કરી ભાવતા ભોજન પીરસાયા**પ...
02/10/2025

*ભેસાણ પો.ઇન્સ. સલમાં સુમરા દ્વારા ૧૫ વર્ષથી નાની વયની પચાસેક દીકરીઓને પોતાના ખર્ચે કપડા વિતરણ કરી ભાવતા ભોજન પીરસાયા*

*પો.ઇન્સ.સુમરાએ નવરાત્રી દરમિયાન ગરીબ દીકરીઓના આશીર્વાદ મેળવ્યા*

ભેસાણતા.ભેસાણ પોલિસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા સલમાં સુમરા દ્વારા નવરાત્રી પર્વ ચાલી રહીયો છે અને આ નવરાત્રી દરમિયાન માતાજી જગદંબાના આશીર્વાદ મેળવવા દીકરીઓને પોતાના ઘરે ગોરણી તરીકે બોલાવી તેમની પૂજા કરી પગ ધોઈ ભક્તિભાવથી તેમને ભોજન કરાવતા હોય ત્યારે કોઈ પોલીસ અધિકારી અને તે પણ ઇસ્લામ ધર્મના હોવાછતાં ભેસાણ મુકામે પોતાની ફરજ હોય તેમ માની ૧૫ વર્ષેથી નાનીવયની આશરે ૫૧ જેટલી ગરીબ દીકરીઓને મનગમતા કપડા તથા મનગમતા ભોજન કરાવી માનવતા દાખવી હતી
આ અંગેની વિગત એવા પ્રકારની છે કે,ભેસાણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ આઈ સુમરા દ્વારા ગરીબ પરિવારની બાળકીઓને માટે રાસ ગરબા નું આયોજન કરવામાં આવેલ અને દરેક બાળકીઓને ગિફ્ટ આપવામાં આવેલ અને જમણવાર કરવામાં આવે નવરાત્રી નું ખૂબ સારું આયોજન કરેલ,,,, ઝૂંપડપટ્ટી માં રહેતા ગરીબ પરિવારને બાળકીઓ સાથે ભેસાણ પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.આઇ સુમરા ની અનોખી પ્રેરણાદાયક નવરાત્રી રાસ ગરબા આયોજન કરવામાં આવેલ હતું અત્રે ઉલ્લેખનીય છે કે,
શ્રી સુમરા અગાવ વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા તે દરમિયાન પણ કોઈપણ જાતના ભેદભાવ વગર દરેક જ્ઞાતીના ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતા અવારનવાર ગણપતિ ઉત્સવ સમિતિ વિસાવદર દ્વારા કરાતા ગણપતિ ઉત્સવમાં હાજર રહી ગજાનંદ ગણપતિ દાદાની આરતી પણ તેમના પતિ એડવોકેટ મજૂર એસ.ગાહા સાથે હાજર રહી ઉતરતા હતા ત્યારે સમાજે આ વસ્તુનો બોધ પાઠ લેવા જેવો છે.(ફોટા સાથે)

01/10/2025

રાજુલા માં મોડી રાત્રે મોટરસાયકલ સળગાવનાર કોણ ?

01/10/2025

બ્રેકિંગ

અમરેલી /રાજુલા

રાજુલા સિવિલ કોર્ટ પાસે બની મારામારી ની ધટના

કોર્ટ મુદતમાં આવેલ બે વ્યક્તિ પર ફોરવીલ ગાડી મોટરસાયકલ સાથે અથડાવી કર્યો હુમલો

કોર્ટ મુદતમાં આવેલ આ બે વ્યક્તિ પર પાંચ જેટલા શખ્સો એ કર્યો હુમલો

આ ધટના બનતા કોર્ટ નજીક લોકો ના ટોળે ટોળા થયા એકત્રિત ..

રાજુલા પોલીસ ધટના સ્થળે દોડી આવી

ઇજાગ્રસ્ત યુવાનો ને 108 મારફત રાજુલા સરકારી હોસ્પિટલ ખસેડવા આવેલ

આ ઘટનામાં એક યુવાન ને વધુ ઇજા હોવાથી 108 મારફત ભાવનગર ખસેડવામાં આવેલ

રાજુલા આર.કે સાયન્સ સ્કૂલના સંચાલક નીસ્વનિર્ભર શાળા સંચાલક માં મહામંત્રી તરીકે નિમણૂક ચારો તરફ થી મળી રહી છે શુભેચ્છાઓ અ...
01/10/2025

રાજુલા આર.કે સાયન્સ સ્કૂલના સંચાલક ની
સ્વનિર્ભર શાળા સંચાલક માં મહામંત્રી તરીકે નિમણૂક

ચારો તરફ થી મળી રહી છે શુભેચ્છાઓ

અમરેલી જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના હોદ્દેદારોની નિમણૂક કરવા માં આવી હતી તારીખ 28 ના રોજ અમરેલી સર્કિટ હાઉસ ખાતે એક બેઠક બોલાવવામાં આવી હતી જેમાં અમરેલી જિલ્લા પત્રકાર એકતા પરિષદના મહામંત્રી તેમજ ગુજરાત રાજ્ય જસ્ટિસ હ્યુમન રાઈટ ગુજરાત રાજ્ય ના મહામંત્રી તેમજ ચિતલ જશવંત ગઢ ટીંબા ના પૂર્વ સરપંચ અમરેલી જિલ્લા સ્કાઉટ એન્ડ ગાઈડ ના જિલ્લા ના મંત્રી તેમજ અમરેલી જિલ્લા ચિલ્ડ્રન ડેવલોપમેન્ટ ના પ્રમુખ એવા પંકજભાઈ મહેતા ની અમરેલી જિલ્લા સંચાલક મંડળ ના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી જ્યારે અમરેલી જિલ્લા સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળ ના અધ્યક્ષ રાજુલાના આર.કે સાયન્સ સ્કૂલના સંચાલક કમલેશભાઈ હડિયા તેમજ મહામંત્રી તરીકે અમરેલીના જ્ઞાનદીપ વિદ્યા મંદિરના સંચાલક શ્રી રાજુભાઈ ધાનાણી તેમજ શીતલ વિદ્યાલય મોટા આંકડિયા ના સંચાલક પરેશભાઈ બોઘરા તથા દેસાઈ એજ્યુકેશન હડાળા ના સંચાલક હરેશભાઈ દેસાઈ તેમજ સરસ્વતી વિદ્યા મંદિર રાજુલા ના સંચાલક અતુલભાઇ કાતરીયા તેમજ નવજોત શૈક્ષણિક સંકુલ દામનગર વિપુલ વિપુલભાઈ વોરા ની અમરેલી જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ તરીકે વર્ણી કરેલ હતી જ્યારે ખજાનચી તરીકે શિવમ વિદ્યા સંકુલ ચિતલ ના સંચાલક રમેશભાઈ માંગરોળીયા ની વર્ણી કરવામાં આવેલ હતી આ બેઠકમાં અમરેલી જિલ્લાના શાળા સંચાલક મંડળના સંચાલકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ચલાલા ગાયત્રી પરિવાર ના મહેશભાઈ મહેતા તેમજ તમામ સંચાલકો દ્વારા તમામ હોદ્દેદારો નું સન્માન કરવામાં આવ્યું હતું તેમ જ અમરેલી જિલ્લાના પટેલ આગેવાન એવા વસંતભાઈ મોવલીયા તેમજ પત્રકાર એકતા પરિષદના પ્રમુખ શ્રી સુરેશભાઈ દેસાઈ દ્વારા તમામ હોદ્દેદારોને સાલ ઓઢાડી પુસ્તક આપી સન્માનિત કરેલ હતા આ કાર્યક્રમ સફળ બનાવવા અમરેલી જિલ્લા સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળનાતમામ સંચાલકોનો ખુબ ખુબ આભાર તેમ અમરેલી જિલ્લા સ્કૂલના મહામંત્રી શ્રી રાજુભાઈ ધાનાણી જણાવેલ હતું

દુઃખદ અવસાન.....રાજુલા કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણી નરેન્દ્રભાઇ ધાખડા  દુઃખદ અવસાનના સમાચાર મળતા અત્યંત દુઃખ થયુ છે.સોમના...
30/09/2025

દુઃખદ અવસાન.....રાજુલા

કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણી નરેન્દ્રભાઇ ધાખડા દુઃખદ અવસાનના સમાચાર મળતા અત્યંત દુઃખ થયુ છે.

સોમનાથ દાદા તેમના આત્માને શાંતિ આપે અને પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે એજ પ્રાર્થના.

*જગદીશ ત્રિવેદીની ત્રણ મહિનાની અમેરીકાયાત્રામાં પોણા ચાર કરોડની સેવા*————————————————-*કુલ દાન ૧૯ કરોડને પાર* ——————————...
30/09/2025

*જગદીશ ત્રિવેદીની ત્રણ મહિનાની અમેરીકાયાત્રામાં પોણા ચાર કરોડની સેવા*
————————————————-
*કુલ દાન ૧૯ કરોડને પાર*
————————————————-
જાણીતા હાસ્યકલાકાર , લેખક અને ઉમદા સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદી છેલ્લાં ત્રણ મહિનાથી અમેરીકાના પ્રવાસે હતા. ગઈકાલે તા.૨૮/૯/૨૫ રવિવારે એમણે શિકાગોમાં આ પ્રવાસનો વીસમો અને અંતિમ કાર્યક્રમ આપ્યા બાદ પુરા પ્રવાસનો હિસાબ જાહેર કર્યો હતો.
એમને વીસ કાર્યક્રમોમાંથી કુલ ૩,૮૭,૦૦,૦૦૦/- ત્રણ કરોડ સત્યાસી લાખ રૂપિયા એકત્ર થયા અને એ રકમ એમણે નીચે મુજબની સંસ્થાઓમાં દાન કરી હતી.
૧,૨૫,૦૦૦,૦૦ સવા કરોડ રૂપિયા સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ સંચાલિત સુરત પાસેના સુપા ગામમાં આવેલી આંખની હોસ્પિટલને, ૧,૧૧,૦૦,૦૦૦ એક કરોડ અગિયાર લાખ રૂપિયા માનવ સાધના - અમદાવાદને , ૨૬,૦૦,૦૦૦ છવીસ લાખ નિર્દોષાનંદજી હોસ્પિટલ- ટીંબીમાં સી.ટી. સ્કેન વિભાગ માટે , ૨૫,૦૦,૦૦૦ પચીસ લાખ રૂપિયા વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર - મુની સેવા આશ્રમ- ગોરજને , ૨૫,૦૦,૦૦૦ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ખેડાપા ગામની સરકારી પ્રાથમિક શાળાના બાંધકામ માટે, ૧૬,૦૦,૦૦૦ સોળ લાખ રુપિયા કેરીલોન ટેબમેન કેન્સર હોસ્પિટલ, રોનક ( અમેરીકા ) ૧૬,૦૦,૦૦૦ સોળ લાખ રુપિયા વિસનગરની આદર્શ વિદ્યાલયમાં બની રહેલી છાત્રાલયમાં ત્રણ ઓરડા માટે, ૧૩,૦૦,૦૦૦ તેર લાખ રૂપિયા સારલોટ ( અમેરીકા ) માં ગુજરાતી ભાષાના વર્ગનાં બે ઓરડા માટે , ૮,૭૦,૦૦૦ આઠ લાખ સિત્તેર હજાર ડાહીબા પ્રાથમિક શાળા, અલારસાને , ૮,૫૦,૦૦૦ સાડા આઠ લાખ ગ્રામ સેવા મંદિર સંચાલિત નારદીપુરની શાળામાં, પ,પ૦,૦૦૦ સાડા પાંચ લાખ રૂપિયા લલ્લુભાઈ શેઠ આરોગ્યમંદિર - સાવરકુંડલાને , ૫,૦૦,૦૦૦ પાંચ લાખ રુપિયા કન્યા છાત્રાલય - કુંભણમાં એક ઓરડો, ૨,૫૦,૦૦૦ અઢી લાખ રૂપિયા હિન્દુ યુનિવર્સિટી ઓફ અમેરિકાને મળીને કુલ
૩,૮૭,૦૦,૦૦૦ ત્રણ કરોડ અને સત્યાસી લાખ રૂપિયાનું દાન કરેલ હતું.
આ પોણા ચાર કરોડ સાથે જગદીશ ત્રિવેદીની નિવૃત્તિના આઠ વરસમાં દાનની રકમ ૧૯,૨૩,૫૭,૬૩૪ ઓગણીસ કરોડ તેવીસ લાખ સત્તાવન હજાર છસો ચોત્રીસ રુપિયા થઈ હતી.
તા.૧૨/૧૦/૨૫ ના રોજ પોતાના જન્મદિવસે ડો. ત્રિવેદી પ્રતિ વર્ષ માફક આ વરસે પણ Social Audit of Social Service નામના પુસ્તક દ્રારા આઠે-આઠ વરસનો અને આ ૧૯,૨૩,૫૭,૬૩૪ ના દાનનાં પ્રત્યેક રુપિયાનો હિસાબ પ્રગટ કરશે.

સ્ટોરી ...શૈલેષભાઈ સગપરીયા..✍️કચરો વીણીને પેટીયું રળતો માણસ લાખોનું દાન કરે ખરો ?રાજકોટ જિલ્લાના ધોરાજીમાં એક નાની ઓરડીમ...
30/09/2025

સ્ટોરી ...શૈલેષભાઈ સગપરીયા..✍️

કચરો વીણીને પેટીયું રળતો માણસ લાખોનું દાન કરે ખરો ?

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં એક નાની ઓરડીમાં એકલા જ રહેતા ધીરુભાઈ નારિયા કચરો વીણીને ગુજરાન ચલાવે છે. સવાર પડે એટલે કોથળો લઈને નીકળી જાય. પ્લાસ્ટિકની બોટલ અને બીજો ભંગાર ભેગો કરે. એ વેંચેની જે આવક થાય એનાથી જીવનનિર્વાહ કરે. ભંગારની આવકમાંથી પણ થોડી થોડી બચત કરે અને જે રકમ ભેગી થાય એ દર વર્ષે નવરાત્રી આવે ત્યારે ગરબી મંડળની બાળાઓને ભેટ આપવા માટે દાનમાં આપી દે.

છેલ્લા થોડા વર્ષમાં કુલ મળીને ૨ લાખ કરતાં વધુ રકમ ધીરૂભાઇએ ધોરાજીની ભૂલકાં ગરબીને ભેટમાં આપી છે. આ વર્ષે પણ ૫૦,૦૦૦/- કરતા વધુ રકમ એમને જગદંબા સ્વરૂપ બાળાઓ માટે આપી દીધી છે. રકમ આપે ત્યારે પાછા કહે પણ ખરા કે ક્યાંય મારું નામ ના બોલતા પણ માતાજીના નામે બોલજો. આપણી પાસે અઢળક સંપતિ હોય એમાંથી થોડી રકમ આપીએ અને જો આયોજનથી નામ બોલવાનું ભુલાઈ જાય તો ગુસ્સે થઈ જઈએ છીએ અને બીજી તરફ આ ધીરુભાઈ છે જે પોતાનું સર્વસ્વ આપીને પણ નામ બોલાવવાની દૂર રહે છે.

ધોરાજીમાં ભૂલકાં ગરબી મંડળ છેલ્લા ૨૩ વર્ષથી ચાલે છે. આ ગરબીમાં ૩ થી લઈને ૧૦ વર્ષ સુધીની કોઈપણ સમાજ કે જ્ઞાતિની દીકરીઓ કોઈપણ જાતની ફી ભર્યા વગર રમવા આવે છે. સૌરાષ્ટ્રના મજૂરી કરવા આવતા દાહોદ - ગોધરા તરફના મજૂરની દીકરીઓ હોય કે બાંધકામ સાઈટ પર મજૂરી કરતા કોઈ સામાન્ય મજૂરની દીકરી હોય બધી દીકરીઓ અહીંયા હોંશથી રમવા આવે છે. સી.સી. અંટાળા અને એની સમગ્ર ટીમ દિલથી બધી દીકરીઓ માટે સુંદર આયોજન કરે છે. આ વર્ષે ૧૨૫૦ કરતા વધારે દીકરીઓ આ ગરબીની મજા લઇ રહી છે.

ધીરુભાઈ નારીયા પણ આ ગરબીમાં સેવા કરવા આવે છે. એમને જે કામ સોંપવામાં આવે એ કામ દિલથી કરે છે અને શ્રમદાનની સાથે વિત્તદાન પણ કરે છે. ગરબીના આયોજકોએ ધીરુભાઈની સ્થિતિ જોઈને દાન સ્વીકારવાની ના પાડી તો ધીરુભાઈની આંખ ભીની થઈ ગઈ. ધીરુભાઈનો ભાવ જોઈને એમનું દાન સ્વીકાર્યું.

એક તરફ એવા લોકો છે જે ગરબીના નામે લાખો રૂપિયા ભેગા કરી લે છે અને બીજી તરફ ધીરુભાઈ જેવા લોકો પણ છે જે પોતાના માટે કંઈ કરવાને બદલે પોતાનું બધું બીજા માટે અર્પણ કરી દે છે.

કળિયુગના કર્ણને લાખો વંદન. નવદુર્ગા તમારું સ્વાસ્થ્ય ખૂબ સારું રાખે એવી પ્રાર્થના.

શૈલેષભાઈ સગપરીયા..✍️

રાજુલા નાગરિક બેંક ની 54 મી વાર્ષિક સાધારણ સભા યોજાઈઆ સાધારણ સભા બેંક ના ચેરમેન મહેન્દ્રભાઈ ધાખડા વાઈસ ચેરમેન દિનેશભાઈ પ...
29/09/2025

રાજુલા નાગરિક બેંક ની 54 મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ

આ સાધારણ સભા બેંક ના ચેરમેન મહેન્દ્રભાઈ ધાખડા વાઈસ ચેરમેન દિનેશભાઈ પારેખ અને બેંક ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ની અધ્યક્ષતા માં યોજાઈ

ધારાસભ્ય શ્રી હિરાભાઈ સોલંકી સહિતના વિવિધ સમાજ ના આગેવાનો આ સભા માં હાજર રહ્યા હતા

આ સાધારણ સભા માં
સૌપ્રથમ પધારેલા મહેમાનોનુ સન્માન કરવામા આવ્યું હતુ. ત્યારબાદ નાગરિક સહકારી બેન્કના મેનેજર શ્રી જીગ્નેશભાઈ જોષી દ્વારા નાગરિક બેંકનું શેર ભંડોળ, કુલ થાપણો, કુલ ધીરાણ, ચાલુ સાલના નફા, બેન્કના ઠરાવો તેમજ વાર્ષિક હિસાબો રજૂ કર્યા હતાં.
આ સાધારણ સભામાં નાગરિક બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્યો તેમજ સભાસદો, બેંકના કર્મચારીઓ, વેપારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં અને નાગરિક બેન્કની કામગીરીને બિરદાવી હતી.
સાથોસાથ નાગરિક બેન્કના ત્રણ કર્મચારી દેવેન્દ્રભાઈ ઉપાધ્યાય, મહેશભાઈ ઠાકર, વિજયભાઈ એમ કુલ ત્રણેય કર્મચારીઓ નો
વિદાય સમારંભ ગોઠવવામાં આવ્યો
આ તકે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, પૂર્વ બેન્કના પ્રમુખ બાબમામા કોટીલા, લાલભાઈ મકવાણા, જુસબભાઈ, વિનુભાઈ, મહેશભાઈ, હિંમતભાઈ, ભરતભાઈ, મનસુખભાઈ, રિતેશભાઈ તથા મનુભાઈ ધાખડા, ભાનુદાદા રાજગોર, બકુલભાઈ વોરા, અજયસિંહ ગોહિલ, અક્ષયભાઈ ધાખડા, રાજેશભાઈ ઝાંખરા, સંજયભાઈ ધાખડા, વનરાજભાઈ વરૂ, મનોજભાઈ વ્યાસ, ભરતભાઈ જાની, ભરતભાઈ મહેતા, સાગરભાઈ સરવૈયા, મુકેશભાઈ ગુજરીયા, આરીફભાઈ જોખીયા, સમીરભાઈ કનોજીયા, ધનશ્યામભાઈ વાઘ, હેમલભાઈ વસોયા, ચિરાગભાઈ જોષી, વિનુભાઈ શ્રીરામ, ખરીદ વેચાણ સંઘના પ્રમુખ રમેશભાઈ ડોબરીયા, રવીરાજભાઈ ધાખડા તેમજ વેપારી આગેવાનો અગ્રણીઓ સહિત નાગરિક સહકારી બેન્કના સભ્યો હાજર રહ્યાં હતાં રાજુલા નાગરિક બેંક નું નવું બિલ્ડિંગ ખૂબજ ટૂંકા સમય માં શરૂ કરવામાં આવશે તેમજ લોકર એ.ટી.એમ.સહિત ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે તેવું આ બેંક ના ચેરમેન શ્રી મહેન્દ્રભાઈ ધાખડા દ્વારા જણાવવામાં આવ્યું હતું આજના આ કાર્યક્રમ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને ગામના વિવિધ અગ્રણીઓ વેપારીઓ અને તમામ આગેવાનો દ્વારા બેંક ના ચેરમેન મહેન્દ્રભાઈ ધાખડા અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને સ્ટાફ પરિવાર ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા….

Breakingઅમરેલી : અમરેલી જિલ્લા નો સૌથી મોટો ખોડિયાર ડેમ વધુ એક વખત છલકાયો...ગીર જંગલ વિસ્તારમાં ભારે વરસાદ થી ખોડીયાર ડે...
29/09/2025

Breaking

અમરેલી : અમરેલી જિલ્લા નો સૌથી મોટો ખોડિયાર ડેમ વધુ એક વખત છલકાયો...

ગીર જંગલ વિસ્તારમાં ભારે વરસાદ થી ખોડીયાર ડેમમાં પાણીની બમ્પર આવક..

ધારી ગીરના ગામડાઓમાં અને જંગલ વિસ્તારમાં અંદાજિત 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો...

ખોડિયાર ડેમના ત્રણ દરવાજા દોઢ - દોઢ ફુટ ખોલવામાં આવ્યા...

ખોડિયાર ડેમમાં હાલ 3390 ક્યુસેક પાણી ની આવક.. 3390 ક્યુસેક પાણી ની જાવક..

નિચાણવાળા ગામોને સાવચેત રહેવા સૂચના...

સમગ્ર જીલ્લામાં વરસાદી માહોલ યથાયત....

28/09/2025

બ્રેકીંગ..
અમરેલી : સમગ્ર જીલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ

રાજુલા જાફરાબાદ પીપાવાવ કોસ્ટલ બેલ્ટમાં તોફાની બેટિંગ ભારે નુકસાનની શક્યતા

રાજુલા મહિલા પાર્ટી પ્લોટના મંડપ ઉડ્યા ભારે પવન સાથે વરસાદ

રાજુલા જાફરાબાદ પીપાવાવ વિસ્તારમાં પાણી ભરાશે

મુશળધાર વરસાદના કારણે લોકોની મુશ્કેલી વધશે

સમગ્ર વિસ્તારમાં વીજળી ગુલ લોકો ભયભીત

વીજળી પુરવઠો સતત ચાલુ રહે તે માટે pgvcl ની ટીમ સ્ટેન્ડ બાય

ભારે વરસાદ અને પવનના કારણે શહેરના રાસ ગરબા બંધ

**સાદડી**સ્વ મંત્ર લલીતભાઈ રાઠોડદિલગીરી સાથ જણાવવાનું કે અમારા સુપુત્ર સ્વ મંત્ર લલીતભાઈ રાઠોડ સ્વર્ગવાસ પામેલ છે જેમની ...
28/09/2025

**સાદડી**

સ્વ મંત્ર લલીતભાઈ રાઠોડ
દિલગીરી સાથ જણાવવાનું કે અમારા સુપુત્ર સ્વ મંત્ર લલીતભાઈ રાઠોડ સ્વર્ગવાસ પામેલ છે જેમની સાદડી આવતીકાલ તારીખ 29/9/2025 અને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કલાક અમારા નિવાસસ્થાને રાખેલ છે
સ્થળ :- મહેતા ચોક રાજુલા

લી.
લલિત ભાઈ વેલજી ભાઈ રાઠોડ - ૭૩૫૯૫૨૩૭૮૦
અશોક ભાઈ વેલજી ભાઈ રાઠોડ - ૯૭૨૭૪૩૦૬૧૨
લાલજી ભાઈ વેલજી ભાઈ રાઠોડ (ટીકુ ભાઈ) - ૯૭૨૩૫૯૭૫૯૯

ગુજરાત સરકારના લલિત કલા અકાદમી ના આર્થિક સહયોગથી તસ્વીર પ્રદર્શન વિપુલ લહેરીનું કલાનગરી ભાવનગરમાં તસ્વીર પ્રદર્શન યોજાશે...
28/09/2025

ગુજરાત સરકારના લલિત કલા અકાદમી ના આર્થિક સહયોગથી તસ્વીર પ્રદર્શન વિપુલ લહેરીનું કલાનગરી ભાવનગરમાં તસ્વીર પ્રદર્શન યોજાશે પથ્થરના શહેર રાજુલાના યુવાન તસ્વીરકાર વિપુલ એન. લહેરી ગુજરાત ગૌરવ પુરુસ્કૃત ફોટોગ્રાફર તેમનો વનમેન શો યોજાશે "તસ્વીર એટલે ક્ષણનો દસ્તાવેજ" જેમણે વન સૃષ્ટિ, દરિયાઈ સૃષ્ટિ, જીવસૃષ્ટિ ના સંવેદનો તેમજ માનવીય સંવેદનો ને તેમની તસવીરમાં આબાદ જીલ્યા છે આ તસ્વીર પ્રદર્શન તારીખ 4/10/2025 શનિવારે સવારે 10/30 કલાકે ઉદ્ઘાટન થશે તેમા મહાનુભાવો દ્વારા ખુલ્લુ મુકાશે ઉદ્ઘાટક યુવરાજ શ્રી જયવીરરાજસિંહ ગોહિલ ભાવનગર. અતિથિ વિશેષ શ્રી વસંતરાય એમ તેરૈયા સંસ્કૃત પાઠશાળા નિરીક્ષક ગાંધીનગર. શ્રી બિપીનભાઈ કનુભાઈ લહેરી ટ્રસ્ટી શ્રી રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ રાજુલા. શ્રીદેવેનભાઈ શેઠ શેઠ બ્રધર્સ ગ્રીન સિટી ભાવનગર. શ્રી અમુલભાઈ ખોડીદાસભાઈ પરમાર ગુજરાત ગૌરવ પુરુસ્કૃત ફોટોગ્રાફર આ મહાનુભાવો દ્વારા ખુલ્લું મૂકવામાં આવશે તો કલા રસિકો આ તસ્વીર પ્રદર્શનનો લાભ લેશો તારીખ: 4 /5 /6 ઓક્ટોબર 2025 સવારે 10 થી સાંજે 8 વાગ્યા સુઘી ખુલ્લું મૂકવામાં આવશે સ્થળ : ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી સરદાર નગર ભાવનગર

Address

Rajula

Alerts

Be the first to know and let us send you an email when Kanabar News Rajula posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Kanabar News Rajula:

Share