દ્વારકા મિરર ન્યૂઝ

દ્વારકા મિરર ન્યૂઝ 🌐 ગુજરાતના અદ્યતન સમાચારનો વિશ્વસનીય સૂત્ર
📰 સ્થાનિક, રાજકીય, સાંસ્કૃતિક માહિતી
📲 તાજેતરના સમાચાર માટે જોડાઓ!
📩 [email protected]

ખંભાળિયા તાલુકાના ગોઇંજ ગામે વિદેશી દારૂ સાથે ૩૧ વર્ષના શખ્સને પકડી પોલીસ દ્વારા ગુનો નોંધાયો
27/09/2025

ખંભાળિયા તાલુકાના ગોઇંજ ગામે વિદેશી દારૂ સાથે ૩૧ વર્ષના શખ્સને પકડી પોલીસ દ્વારા ગુનો નોંધાયો

કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામે આંબેડકર વાસના 25 વર્ષીય યુવાન હિતેશભાઈ ઉર્ફે શૈલેષ ચાવડા પર ગામના પરેશ ચાવડાએ “તું મારા ઘ...
27/09/2025

કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામે આંબેડકર વાસના 25 વર્ષીય યુવાન હિતેશભાઈ ઉર્ફે શૈલેષ ચાવડા પર ગામના પરેશ ચાવડાએ “તું મારા ઘર પાસે કેમ જુએ છે?” તેવી શંકાને કારણે બોલાચાલી બાદ મોટરસાયકલ પર ગરબા જોવા જતાં સમયે કાચની બોટલથી માથા પર ઘા મારી જીવલેણ હુમલો કર્યો, ગંભીર ઇજાગ્રસ્ત યુવક હોસ્પિટલમાં ખસેડાયો અને પોલીસે બી.એન.એસ.ની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધ્યો

દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસે શેરબજારમાં 100% નફાની લાલચ આપીને ₹41.07 લાખની છેતરપિંડી કરનારા મધ્યપ્રદેશના મ...
27/09/2025

દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસે શેરબજારમાં 100% નફાની લાલચ આપીને ₹41.07 લાખની છેતરપિંડી કરનારા મધ્યપ્રદેશના મામા-ભાણેજને ઝડપી પાડ્યા છે. કલ્યાણપુરના એક રહેવાસીને ફેસબુક પર આકર્ષક જાહેરાત દ્વારા ફસાવી, વિવિધ બહાના હેઠળ કરોડોનો નફો બતાવી રૂપિયા પડાવાયા હતા. પોલીસે કડક કાર્યવાહી કરીને આરોપીઓ પાસેથી ₹6.91 લાખ રોકડ, લેપટોપ, મોબાઇલ ફોન તથા અન્ય મુદ્દામાલ જપ્ત કર્યો છે. દેવભૂમિ દ્વારકા પોલીસ વડા જયરાજસિંહ વાળા અને ડીવાયએસપી વી.પી. માનસેતાના માર્ગદર્શન હેઠળ પી.આઈ. વી.કે. કોઠીયાની આગેવાનીમાં આ કામગીરી હાથ ધરાઈ હતી. 👮‍♂️

દ્વારકા જિલ્લાના ભીમરાણા ગામના મયુરસિંહ ઉર્ફે પાકલ મનુભા જાડેજાને એલસીબી દ્વારા પાસા હેઠળ ઝડપીને દ્વારકા કલેક્ટરની મંજૂર...
26/09/2025

દ્વારકા જિલ્લાના ભીમરાણા ગામના મયુરસિંહ ઉર્ફે પાકલ મનુભા જાડેજાને એલસીબી દ્વારા પાસા હેઠળ ઝડપીને દ્વારકા કલેક્ટરની મંજૂરી બાદ અટકાયતી વોરન્ટની બજવણી સાથે બનાસકાંઠાના પાલનપુર જીલ્લા જેલમાં ખસેડાયો 🚔

મેવાસા ગામ વાડી વિસ્તારમાં પોલીસે દેશી દારૂનો જથ્થો ઝડપ્યો: કુલ રૂપિયા ૩૪,૩૫૦/- નો મુદામાલ નાશ કરી ત્રણ આરોપી વિરુદ્ધ પ્...
26/09/2025

મેવાસા ગામ વાડી વિસ્તારમાં પોલીસે દેશી દારૂનો જથ્થો ઝડપ્યો: કુલ રૂપિયા ૩૪,૩૫૦/- નો મુદામાલ નાશ કરી ત્રણ આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધાયો 🚔

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મઢી નેશ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની કિંજલ ગઢવીએ “સ્વચ્છતા હી સેવા – ૨૦૨૫” નિબંધ સ્પર્ધામાં...
26/09/2025

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મઢી નેશ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની કિંજલ ગઢવીએ “સ્વચ્છતા હી સેવા – ૨૦૨૫” નિબંધ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી શાળા, શિક્ષકો તથા સમગ્ર ચારણ ગઢવી સમાજનું ગૌરવ વધાર્યું

દ્વારકા તાલુકાના કુરંગા ગામે કૈલાશનાથ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લિ. પવનચક્કી કંપનીના 33 કેવી લાઈનના પોલ પરથી 9.53 લાખના 2800...
25/09/2025

દ્વારકા તાલુકાના કુરંગા ગામે કૈલાશનાથ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લિ. પવનચક્કી કંપનીના 33 કેવી લાઈનના પોલ પરથી 9.53 લાખના 2800 મીટર એલ્યુમિનિયમ વાયર ચોરીનો કિસ્સો બહાર આવતા દ્વારકા પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધ્યો, તપાસ ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ શરૂ

દ્વારકા તાલુકાના ધ્રાસણવેલ ગામના સાંગા હીરા ખાંભલોને ગોમતીઘાટ નજીક એસઓજી ટીમે ઝડપી લીધો, ₹2.90 લાખ ન ચૂકવવાના કેસમાં ખંભ...
25/09/2025

દ્વારકા તાલુકાના ધ્રાસણવેલ ગામના સાંગા હીરા ખાંભલોને ગોમતીઘાટ નજીક એસઓજી ટીમે ઝડપી લીધો, ₹2.90 લાખ ન ચૂકવવાના કેસમાં ખંભાળિયા કોર્ટ દ્વારા એક વર્ષની સાદી કેદ તથા ₹3,000 દંડની સજા ફટકારાયા બાદ નાસતો ફરતો હતો આરોપી

ગુજરાત રાજ્ય સરકારે કેબિનેટ બેઠકમાં નવા 17 તાલુકાઓની રચનાને મંજૂરી આપી છે જેમાં થરાદમાંથી રાહ, સોનગઢમાંથી ઉકાઇ, માંડવીમા...
25/09/2025

ગુજરાત રાજ્ય સરકારે કેબિનેટ બેઠકમાં નવા 17 તાલુકાઓની રચનાને મંજૂરી આપી છે જેમાં થરાદમાંથી રાહ, સોનગઢમાંથી ઉકાઇ, માંડવીમાંથી અરેٹھ, મહુવામાંથી અંબિકા, સંતરામપુર-શહેરામાંથી ગોધર, લુણાવાડામાંથી કોઠંબા, ડેડિયાપાડામાંથી ચીકદા, વાપી-કપરડા અને પારડીમાંથી નાનાપોઢા, વાવમાંથી ધરણીધર, કાંકરેજમાંથી ઓગળ, દાતામાંથી હડાદ, ઝાલોદમાંથી ગુરુ ગોવિંદ લીંબડી, જેટપુર પાવીમાંથી કદવાલ, કપડવંજ અને કઠલાલમાંથી ફાગવેલ, ભિલોડામાંથી શામળાજી, બાયડમાંથી સાઠંબા તથા ફતેપુરામાંથી સુખસર નવા તાલુકા બનશે, જેના કારણે હવે રાજ્યમાં તાલુકાની સંખ્યા 269 થઇ છે.

ખંભાળીયા તાલુકાના પીર લાખાસર ગામ સોનારીયા વાડી વિસ્તારમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારના અખાડા ઉપર પોલીસની રેઇડ, કુલ ૦૮ આ...
25/09/2025

ખંભાળીયા તાલુકાના પીર લાખાસર ગામ સોનારીયા વાડી વિસ્તારમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારના અખાડા ઉપર પોલીસની રેઇડ, કુલ ૦૮ આરોપી રંગેહાથ ઝડપાયા અને ગંજીપતાના પાના, રોકડ રૂપિયા તથા વાહનો મળી કુલ કિ.રૂા. ૧,૫૦,૬૦૦/- નો મુદામાલ કબ્જે કરાયો

જામનગર જિલ્લામાં ગોરધનપર પાટિયા પાસે એલસીબી પોલીસે શંકાસ્પદ કાર રોકતા 600 લીટર દેશી દારૂ સાથે વિશાલ દાનાભાઇ ગરસર ઝડપાયો,...
24/09/2025

જામનગર જિલ્લામાં ગોરધનપર પાટિયા પાસે એલસીબી પોલીસે શંકાસ્પદ કાર રોકતા 600 લીટર દેશી દારૂ સાથે વિશાલ દાનાભાઇ ગરસર ઝડપાયો, જ્યારે દારૂ સપ્લાય કરનાર રમેશ ચનાભાઇ રબારી અને મંગાવનાર સુખદેવસિંહ ઉર્ફે સુખુભા ભનુભા ચુડાસમા ફરાર જાહેર, કુલ રૂ.7.25 લાખનો મુદ્દામાલ જપ્ત

ખંભાળીયા-જામનગર હાઈવે પર બોલેરો-ટ્રક અકસ્માત, ચાલકને સામાન્ય ઈજા
24/09/2025

ખંભાળીયા-જામનગર હાઈવે પર બોલેરો-ટ્રક અકસ્માત, ચાલકને સામાન્ય ઈજા

Address

223, Sanosara Railway Station
Sihor
364230

Alerts

Be the first to know and let us send you an email when દ્વારકા મિરર ન્યૂઝ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to દ્વારકા મિરર ન્યૂઝ:

Share