07/10/2025
ભંડારી સમાજ દ્વારા દેશ ની આઝાદી ના સમય થી ચાલી આવતી સમાજ ની 78 વર્ષ જુની માતૃ સંસ્થા " શ્રી ભંડારી જ્ઞાતિ મંડળ" વલસાડ ની 78 મી વાર્ષિક સાધારણ સભા સાંઇ દર્શન હોલ, કિ.પારડી ખાતે રાખવામાં આવેલ હતી જેમાં બારડોલી - બુહારી લઇ બોરડી મુંબઈ , સંઘ પ્રદેશ દમણ- સેલવાસના સમાજ ના મોટી સંખ્યા માં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા જેમા મુખ્ય મહેમાન તરીકે વલસાડ ના રિટાયર્ડ પ્રોફેસર પ્રફુલ્લ પટેલ - વલસાડ , અતિથિ વિશેષશ્રીઓ એડવોકેટ એન્ડ નોટરી સંજયભાઈ - દમણ, ઉઘોગપતિ કેવિન સંજાણા - સંજાણ,શીતલ પટેલ- કાઉન્સિલર સેલવાસ નગર પાલીકા - સેલવાસનાઓની ઉપસ્થિતી માં રાખવામાં આવી હતી. સભાની શરૂઆત હાજર રહેલ મહાનુભવો ત્થા મંડળના પ્રમુખ ચેતનભાઇ, ટ્રસ્ટીશ્રીઓ નિલેષભાઇ, દિલીપભાઈ, ગિરિશભાઈ ના હસ્તે દિપ પ્રાગટ્ય કરી સમાજ ની બાળાઓ પ્રાર્થના સાથે આરંભ કરી દરેક વકતાઓ સમાજ દરેક ક્ષેત્ર ખુબ પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ પાઠવી આવનાર દિવસો માં નવા આધુનિક હોલ ના આયોજન ચર્ચાઓ કરી સાથે સમાજ ના તેજસ્વી તારલાઓ સાથે સમાજ માં વિશિષ્ટ સિધ્ધીઓ પ્રાપ્ત કરનાર ને મોમેન્ટો આપી સન્માનીત કરી નોટબુક નું વિતરણ કરી કાર્યક્રમ ને સફળ બનાવ્યો કાર્યક્રમ નું સંચાલન મંડળ ના ઉપપ્રમુખ નેહલભાઇ, મંત્રી ભુપેન્દ્રભાઈ,કલ્પનાબેન, સાથે ખજાનચી મુકેશભાઈ, વિજેન્દ્રભાઇ, કમલેશભાઈ , નિકીતાબેન હેમંતભાઈ,અજીતભાઈ,અમુલભાઈ, વિમલભાઇ,પંકજ ભાઇ જીતેન્દ્રભાઈ ની ભારે મહેનત થકી કાર્યક્રમ સફળ રહ્યો.