18/12/2025
ગાંધીધામ: શહેરના DPT ગ્રાઉન્ડ ખાતે સિંગાપુરની થીમ આધારિત ભવ્ય ‘કાર્નિવલ મેલા’નું આયોજન થતાં શહેરમાં ઉત્સાહની લહેર ફરી વળી છે. રંગબેરંગી લાઇટિંગ, આકર્ષક સજાવટ અને આધુનિક મનોરંજન સાધનો સાથે યોજાયેલો આ કાર્નિવલ મેલા નાના બાળકો થી લઈને યુવાનો અને પરિવારજન સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. કાર્નિવલ મેલામાં સિંગાપુરની ઝલક આપતી થીમ ડેકોરેશન, વિશાળ પ્રવેશદ્વાર અને સુવ્યવસ્થિત સ્ટોલ્સ લોકોમાં વિશેષ રસ જગાવી રહ્યા છે. અહીં વિવિધ પ્રકારના ઝૂલાઓ, રોમાંચક રાઈડ્સ, બાળકો માટે ખાસ મછલી ઘર મનોરંજક રમતો જેવી પ્રવૃત્તિઓ રાખવામાં આવી છે, જેને માણવા માટે રોજે રોજ મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે.