18/08/2022
'મોજનું ઠેકાણું'
આ ચિત્ર જોઈએ ત્યાં જ આપણું મન પ્રફુલ્લિત થઈ જતું હોઈ તો વિચાર એટલો કરવો ઘટે કે હકીકતમાં આવી જગ્યા બેસવા મળે ત્યારે આનંદની કેટલી અનુભૂતિ થતી હશે? બે પાંચ જુના મિત્રો અચાનક આવી જાય અને પછી વાડીએ આવીએ અને આવી જગ્યાએ બેસીએ અને પછી હોંઠે બાળપણની વાતો વહેતી હોઈ, મંદ મંદ પવન આવતો હોઈ અને એ લહેરખીમાં ઠંડક હોઈ, થોડી થોડી વારે ઝાડ ઉપરથી પંખીના ટહૂકાનો મધુર અવાજ આવતો હોઈ અને પછી જે મોજ આવે...ઓ..હો.. ભાઈ ભાઈ.
ખુબ થાકેલા હોઈએ, શરીર આરામ માંગતુ હોઇ, ભુખ પણ કકડીને લાગી હોઇ પછી જમીને આરામ કરવાનો હોઈ ત્યારે આવી જગ્યા હોઈ અને ઘડીક શરીર લંબાવીએ પછી ખબર ન પડે કે આંખ ક્યારે મળી જાય. શું મજા છે આની! મણ રૂ ભરેલ ગાદલાંમાં તકીયો મુકીને સુવાની મજા આવે એના કરતા બમણી મજા આવા વાણ ભરેલ ખાટલામાં વગર ઓશિકે ગોદડું પાથર્યા વગર સુવામાં આવે.
એમા પણ ચોમાસું હોઈ તો તો ભાઈ!ભાઈ! વાડી પણ લીલીછમ્મ અને વાડીમાથી ચીભડા લઈ આવીએ અથવા મકાઈ કે મગફળી લાવી ભઠ્ઠી કરીને શેકીને ખાવાની મજા તો અલગ જ હતી. - બી.એન આહીર
જો આ લેખ પસંદ આવ્યો હોઈ તો અગાઉ લખાયેલી આવી વાતો વાંચવા નીચેની લિંક ઓપન કરીને આ પેજ Follow અવશ્ય કરશો. 👇
🙏 જય દ્વારિકાધ્ધીશ 🙏