Firoz shaikh Salam Surat News paper

Firoz shaikh Salam Surat News paper Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Firoz shaikh Salam Surat News paper, Media/News Company, Surat.

24/09/2025

અંકલેશ્વરમાં મુસ્લિમ સમાજ દ્વારા આઇ લવ મોહમ્મદ (SAW) ના પોસ્ટર સાથે યાત્રા યોજવામાં આવી હતી.મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો યાત્રામાં જોડાયા હતા.

ઓલપાડ તાલુકા શિક્ષક સંગઠને કિરીટ પટેલને શુભેચ્છા પાઠવી               ઓલ ઈન્ડિયા પ્રાયમરી ટીચર્સ ફેડરેશનનાં કાઉન્સિલર, ગુ...
29/08/2025

ઓલપાડ તાલુકા શિક્ષક સંગઠને કિરીટ પટેલને શુભેચ્છા પાઠવી

ઓલ ઈન્ડિયા પ્રાયમરી ટીચર્સ ફેડરેશનનાં કાઉન્સિલર, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં સિનિયર ઉપપ્રમુખ અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં બાહોશ પ્રમુખ એવાં ઓલપાડ તાલુકાનાં સ્યાદલા ગામનાં રહીશ કિરીટભાઈ જયંતિભાઈ પટેલનાં વિદેશ ગમનની પૂર્વ સંધ્યાએ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિજય જરગલિયા, બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવ પટેલ સહિત તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં હોદ્દેદારોએ શુભેચ્છા પાઠવી હતી.

અમેરિકન યુનિવર્સિટી ઓફ માલ્ટાનાં પ્રતિનિધિમંડળે પ્રવેશ જાગૃતતા માટે SVMIT ભરુચની મુલાકાતહાંસોટ : અમેરિકન યુનિવર્સિટી ઓફ ...
28/07/2025

અમેરિકન યુનિવર્સિટી ઓફ માલ્ટાનાં પ્રતિનિધિમંડળે પ્રવેશ જાગૃતતા માટે SVMIT ભરુચની મુલાકાત

હાંસોટ : અમેરિકન યુનિવર્સિટી ઓફ માલ્ટાનાં પ્રતિનિધિમંડળે પ્રવેશ જાગૃતતા કાર્યક્રમ માટે ESPI નાં સહયોગથી SVMIT, ભરુચની મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને વિદેશી શિક્ષણ, શિષ્યવૃત્તિઓ અને વૈશ્વિક કારકિર્દી સંભાવનાઓ અંગે માર્ગદર્શન આપવાનો હતો.
આ કાર્યક્રમનું આયોજન સંસ્થાનાં ડાયરેક્ટર જીવરાજભાઈ પટેલ તથા પ્રિન્સિપલ ડૉ. દિપક દેઓરેનાં માર્ગદર્શન હેઠળ કો-ઓર્ડિનેટર પ્રોફેસર વિશાલ પટેલ દ્વારા કરવામાં આવ્યું. પ્રોફેસર વૈશાલી પટેલ દ્વારા પ્રતિનિધિઓનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું અને વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરે માર્ગદર્શન આપવા બદલ ESPI નાં ડૉ. શિવમ મુન્શી તથા અમેરિકન યુનિવર્સિટી ઓફ માલ્ટાનાં પ્રોફેસર ડૉ.અશોક શ્રીવાસ્તવ તથા તુલિકા શ્રીવાસ્તવનાં પ્રયાસોની પ્રશંસા કરી.

પ્રાથમિક શાળા શામપુરામાં સ્વ. સુનિતાબેન ચૌધરીનાં સ્મરણાર્થે બાળકોને તિથિ ભોજન પીરસાયું               ઉમરપાડા તાલુકાની જિ...
27/07/2025

પ્રાથમિક શાળા શામપુરામાં સ્વ. સુનિતાબેન ચૌધરીનાં સ્મરણાર્થે બાળકોને તિથિ ભોજન પીરસાયું

ઉમરપાડા તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત પ્રાથમિક શાળા શામપુરામાં જશવંતાબેન ગોવિંદભાઈ ચૌધરી તરફથી સ્વ. સુનિતાબેન ભરતભાઈ ચૌધરીનાં સ્મરણાર્થે શાળાનાં તમામ બાળકો તથા શિક્ષકોને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું. સ્વર્ગસ્થનાં પરિવારજનોએ આ તકે ઉપસ્થિત રહીને બાળકોને ભાવપૂર્વક ભોજન પીરસ્યું હતું. અંતે શાળાનાં મુખ્યશિક્ષક અનિલભાઈ ચૌધરીએ શાળામાં તિથિ ભોજન આપવા બદલ દાતા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.

તસવીર: વિજય પટેલ

27/07/2025

સુરત બેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં
આગામી તહેવારો ના લીધે કોમ્બિંગ નુ આયોજન કરાયું

કડી ખાતે ખ્વાજા બદરુદ્દીન ચિશ્તીનો ભવ્ય ઉર્સ ઉજવાયોહાંસોટ: તા.૧૭               મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદી સાથે સં...
17/03/2025

કડી ખાતે ખ્વાજા બદરુદ્દીન ચિશ્તીનો ભવ્ય ઉર્સ ઉજવાયો

હાંસોટ: તા.૧૭

મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદી સાથે સંકળાયેલા મહાન સૂફી સંત હઝરત ખ્વાજા સૈયદ બદરુદ્દીન ચિશ્તી (ર.હ) નો ઉર્સ મેળો મોટામિયા માંગરોળની ગાદીનાં હાલનાં ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી અને તેમનાં સુપુત્ર- ઉત્તરાધિકારી ડો. મતાઉદ્દીન ચિશ્તીની ઉપસ્થિતિમાં કડી મુકામે પરંપરા અનુસાર ધુળેટીનાં દિવસે યોજાયો હતો. તેઓની સાથે ડો. મતાઉદ્દીન ચિશ્તીનાં સુપુત્ર નિઝામુદ્દીન ચિશ્તી તથા બદરુદ્દીન ચિશ્તી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં. ખ્વાજા બદરુદ્દીન ચિશ્તી (રહ.)ની દરગાહ ઉપર પરંપરાગત રીતે મોટામિયાં માંગરોલની ગાદીનાં અધિકૃત ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ચિશ્તીના હસ્તે સંદલ શરીફની વિધિનો આરંભ થયો હતો. ધુળેટીનાં વિશેષ દિવસે આ ઉર્સ વર્ષોથી ઉજવવામાં આવે છે, આ વર્ષે સાથે સાથે રમજાન માસ પણ હોય સાદગીથી વિધિ કરવામાં આવી હતી, ત્યારબાદ ભાઈચારા, કોમી એકતા માટે પણ ખાસ દુઆ કરવામાં આવી હતી.
આ પવિત્ર પ્રસંગે ગાદી વતી ડો. મતાઉદ્દીન ચિશ્તીએ જણાવ્યું હતું કે સૌ મોટામિયાં માંગરોલની ગાદીનાં રુહાની તારથી જોડાયેલા છીએ, એકબીજાને સમજી, સંગઠિત રહી રુહાની પ્રગતિ કરવા ઉપરાંત વ્યસનમુક્ત થવા અનુરોધ કરી, શિક્ષણ સાથે સુસંસ્કાર પ્રાપ્ત કરવા જણાવેલ હતું. આ ઉર્સમાં વિવિધ વિસ્તારમાંથી અકીદતમંદોએ હાજરી આપી હતી. સમગ્ર આયોજનમાં ઇસ્માઇલભાઇ એસ.ઘાંચી, અબ્દુલકાદર. કે. ઘાંચી, રઉફભાઇ એસ. ઘાંચી તેમજ અલીમોહમ્મદભાઇ સહિત વિવિધ સજ્જનોએ જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. બાવા સાહેબે સૌની સેવાને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.

*સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજીત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મહુવા તાલુકો ચેમ્પિયન જ્યારે ઓલપાડ તાલુકો રનર્સ અપ*...
10/02/2025

*સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજીત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મહુવા તાલુકો ચેમ્પિયન જ્યારે ઓલપાડ તાલુકો રનર્સ અપ*
____________________________________

*શિક્ષક-શિક્ષક વચ્ચે સંપ, સહકાર અને ભાતૃભાવ કેળવાય એજ ટુર્નામેન્ટની ફલશ્રુતિ છે : કિરીટ પટેલ*

(વેલણપુર પ્રાથમિક શાળાનાં ઓલરાઉન્ડર ક્રિકેટર શિક્ષક જીતુ પટેલ મેન ઓફ ધ મેચ તથા મેન ઓફ ધ સિરીઝ બન્યા)

બારડોલી પાસેનાં અલ્લુ બોરિયા ગામ ખાતે ગતરોજ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્રારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાનાં દરેક તાલુકાની ટીમે ભાગ સહર્ષ લીધો હતો. સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટ પટેલે ટોસ ઉછાળી ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.
બારડોલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ આશિષ મૈસુરીયા સહિત અન્ય હોદ્દેદારોનાં સુંદર વ્યવસ્થાપન હેઠળ આરંભાયેલ આ ટુર્નામેન્ટની તમામ લીગ મેચો બાદ પ્રથમ સેમી ફાઇનલ પલસાણા અને મહુવા તાલુકા વચ્ચે યોજાઈ હતી, જેમાં મહુવા તાલુકાની ટીમ વિજેતા બની હતી. જ્યારે બીજી સેમી ફાઇનલ અને માંગરોલ અને ઓલપાડ તાલુકા વચ્ચે યોજાઈ હતી, જેમાં ઓલપાડ તાલુકાની ટીમ વિજેતા બની હતી. અંતમાં ટુર્નામેન્ટનો ફાઈનલ મુકાબલો મહુવા અને ઓલપાડ તાલુકા વચ્ચે યોજાયો હતો. જેમાં મહુવાની ટીમે નિર્ધારિત 8 ઓવરમાં 3 વિકેટે 114 રન કર્યા હતાં. આ ટાર્ગેટનો પીછો કરતાં ઓલપાડની ટીમ 8 ઓવરમાં 5 વિકેટ ગુમાવી ફક્ત 44 રન બનાવી સમેટાઇ ગઈ હતી. આમ સદર ટુર્નામેન્ટમાં ટીમ મહુવા ચેમ્પિયન બની હતી.
સદર ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમતવીર શિક્ષકોને પ્રોત્સાહિત કરવા આરંભથી અંત સુધી ઉપસ્થિત રહેલાં મહાનુભવો એવાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં કાર્યવાહક પ્રમુખ બળવંત પટેલ, મહામંત્રી અરવિંદ ચૌધરી, રીના રોઝલીન, અનિલ ચૌધરી, ધીરુ પટેલ સહિતનાં હોદ્દેદારો ઉપરાંત ટીપીઈઓ તેમજ બીઆરસીનાં હસ્તે સમગ્ર ટુર્નામેન્ટમાં બેસ્ટ બેસ્ટમેન તરીકે ઘોષિત થયેલ યોગેશ પટેલ (ઉમરા પ્રાથમિક શાળા, તા. મહુવા), બેસ્ટ બોલર તરીકે ઘોષિત થયેલ દિપક ગામીત (ઓગણીસા પ્રાથમિક શાળા, તા. માંગરોલ) તથા મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ તરીકે ઘોષિત થયેલ જીતુ પટેલ (વેલણપુર પ્રાથમિક શાળા, તા. મહુવા)ને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ સાથે ચેમ્પિયન તથા રનર્સ અપ ટીમે હર્ષોલ્લાસથી સંઘ પ્રમુખ કિરીટ પટેલ તેમજ અન્ય હોદ્દેદારોનાં હસ્તે ટ્રોફી સ્વીકારી હતી. ટુર્નામેન્ટમાં શૈલેષ પટેલે છટાદાર કોમેન્ટ્રી આપી હતી. બોરીયાનાં ગ્રાઉન્ડ મેનેજર હિતેશ પટેલ તથા તેમની ટીમે અમ્પાયર તરીકે ઉત્તમ સેવા બજાવી હતી. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

યુવાપેઢી વિચાર, મૌન અને અધ્યાત્મનાં મહાત્મ્યથી વાકેફ થવી જરૂરી છે : ડો. મતાઉદ્દીન ચિશ્તી (જયેષ્ઠ પુત્ર નિઝામુદ્દીન મતાઉદ...
18/11/2024

યુવાપેઢી વિચાર, મૌન અને અધ્યાત્મનાં મહાત્મ્યથી વાકેફ થવી જરૂરી છે : ડો. મતાઉદ્દીન ચિશ્તી

(જયેષ્ઠ પુત્ર નિઝામુદ્દીન મતાઉદ્દીન ચિશ્તીએ પણ નવ વર્ષની નાની વયે પ્રથમવાર યુવા પેઢીને પ્રેરણારૂપી સંદેશ આપ્યો)

કરંજપારડી :તા. 18 દેડિયાપાડા ખાતે મોટામિયાં માંગરોળની ઐતિહાસિક ગાદીનાં હાલનાં અધિકૃત ગાદીપતિ સજ્જાદાનશીન હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી સાહેબનાં સુપુત્ર અને અનુગામી ડો. મતાઉદ્દીન ચિશ્તી સાહેબનાં સાનિધ્યમાં ચિંતન પર્વનું રમણભાઈ ભગત પરિવાર તરફથી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આગમન વેળા તેઓનું પરંપરાગત રીતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ચિંતન પર્વની શરૂઆત બાળાઓ દ્વારા પ્રાર્થના, સ્વાગત ગીત તથા સાંસ્કૃતિક કાર્યક્રમથી કરવામાં આવી હતી. સ્વાગત પ્રવચન નટુભાઇએ કર્યું હતું. જયારે સમગ્ર મંચ સંચાલન સુંદર રીતે કુંવરજીભાઇ દ્રારા કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત વિવિધ ધર્મનાં લોકોને સંબોધન કરતા ડો. મતાઉદ્દીન ચિશ્તીએ જણાવ્યું કે આજનાં સમયમાં આપણે જીવનમાં સમજાવવા પર વધારે ભાર આપીએ છીએ, સમજવા પર નહીં. ખરેખર જરૂર એકબીજાને સમજવાની છે, સમજતાં થઇશું તો કદાચ સમજાવવાનો તબક્કો જ નહીં આવે. આ ઉપરાંત તેમણે વિચાર, ટેવ, ચારિત્ર, પ્રારબ્ધ જેવી અગત્યની બાબતોનું મહત્વ દર્શાવી યુવાપેઢી વિચાર, મૌન અને અધ્યાત્મનાં મહાત્મ્યથી વાકેફ થવી જોઇએ એમ જણાવ્યું હતું. સૂફી પરંપરા સાથે સંકળાયેલા વિવિધ પરીબળોને સરળ ભાષામાં સમજાવી અનુસરણ, આસ્થા અને અધ્યાત્મને પ્રાધાન્ય આપવા જણાવી વધુમાં તેમણે માનવ અવતારને અનુરૂપ જીવન જીવવા પર ભાર મૂકી અધ્યાત્મિકતા થકી જીવન જીવવાનો મર્મ સમજાવી, જીવનમાં આધ્યાત્મિકતા હશે ત્યારે જ જીવન સાર્થક થશે એમ જણાવ્યું હતું. આ સાથે ગાદીની પરંપરા અનુસાર ઘેર ઘેર સંસ્કાર આપી, શિક્ષણ મેળવવા, વ્યસન મુકિત સહિત ઘેર ઘેર વૃક્ષ વાવવા આપવા ખાસ હાકલ કરી.
ડો.મતાઉદ્દીન ચિશ્તી સાથે તેમનાં નવ વર્ષનાં જ્યેષ્ઠ પુત્ર નિઝામુદ્દીન ચિશ્તીએ પણ ખાસ ઉપસ્થિત રહી પ્રથમવાર યુવા પેઢીને વિશેષ સંબોધન કરી આદર, શિક્ષણ તથા સંસ્કારનું મહત્વ સમજાવ્યું હતું, જે ચિંતન પર્વનાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં. ચિંતન પર્વમાં તાલુકા તેમજ જિલ્લાનાં ભાઇઓ, બહેનો, બાળકો, શ્રધ્ધાળુઓ સહિત ધાર્મિક અને સામાજીક આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં, તમામ આમંત્રિત મહેમાનોનાં ભોજન માટે પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સાથે મહેફિલ એ સમા તેમજ ભજનનો પણ ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

મતદારયાદી સુધારણા અભિયાન અંતર્ગત મતદારો માટે ખાસ નોંધણી ઝુંબેશ યોજવામાં આવી                  મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધ...
18/11/2024

મતદારયાદી સુધારણા અભિયાન અંતર્ગત મતદારો માટે ખાસ નોંધણી ઝુંબેશ યોજવામાં આવી

મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ 2024 અંતર્ગત ગુજરાત રાજ્યનાં તમામ મતદાન મથકો ઉપર મતદારયાદી સુધીનાં અંતર્ગત તારીખ 17 નવેમ્બર 2024 નાં રોજ મતદાન મથકો ઉપર બ્લોક લેવલ ઓફિસર, સુપરવાઇઝરો દ્વારા 18 વર્ષ પૂરા કરનાર મતદારોની નોંધણી, સ્થળાંતર થયેલ મતદારોની નોંધ તથા મૃત્યુ પામેલ મતદારોનાં નામ કમી કરવા અંગેની ખાસ ઝુંબેશ યોજવામાં આવી હતી. જે અંતર્ગત મામલતદારશ્રી, કલેકટરશ્રી કચેરી ભરૂચ તથા રાજ્ય સ્તરે નિમવામાં આવેલ નિરીક્ષકો દ્વારા કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

બ્રિટનમાં જન્મેલ પુત્ર પિતાનાં ગુજરાતી પુસ્તકનો અંગ્રેજી અનુવાદ કરે એ ઘટના અદભૂત :  ડો. મતાઉદ્દીન ચિશ્તી(HHMC એજ્યુકેશન ...
29/01/2024

બ્રિટનમાં જન્મેલ પુત્ર પિતાનાં ગુજરાતી પુસ્તકનો અંગ્રેજી અનુવાદ કરે એ ઘટના અદભૂત : ડો. મતાઉદ્દીન ચિશ્તી

(HHMC એજ્યુકેશન કેમ્પસ ખાતે ડો.મતાઉદ્દીન ચિશ્તીનાં સાનિધ્યમાં પુસ્તક વિમોચન તેમજ મુશાયરાનો કાર્યક્રમ યોજાયો)

હાંસોટ : તા. 29. પાલેજ-વલણ માર્ગ પર આવે HHMC એજ્યુકેશન કેમ્પસ ખાતે મોટામિયા માંગરોલની ગાદીનાં વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીનાં સુપુત્ર અને ઉત્તરાધિકારી ડો. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તીનાં સાનિધ્યમાં પુસ્તક વિમોચન તેમજ મુશાયરાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દાઉદભાઈ પ્રેમી દ્વારા લેખિત તમામ ગઝલોનાં પુસ્તકનું ડો. મતાઉદ્દીન ચિશ્તીનાં હસ્તે વિમોચન કરવામાં આવેલ તથા અજીજ ટંકારવીનાં હસ્તે સંપાદિત સનાતન મૂલ્યની કથાઓનાં પુસ્તકની લોકાર્પણ વિધિ કરવામાં આવી હતી. વિવિધ કવિઓએ સુંદર પંક્તિ રજૂ કરતાં હાજરજનો મંત્રમુગ્ધ થયા હતાં.
આ પ્રસંગે પ્રેમી દયાદરવી કૃતિ ‘નજરાણું' શાહિદ ઉમરજી કૃતિ 'હાર્ટ ટુ હાર્ટ' અઝીઝ ટંકારવી સંપાદિત સનાતન મૂલ્યોની કથાઓની લોકાર્પણ ડૉ. મતાઉદ્દીન ચિશ્તીનાં હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે ઐયુબભાઇ ઐકુજી વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં. અનુરૂપ કાવ્યો, ગઝલો ઈમ્તિયાઝ પટેલ વરેડિયાવાલા, અદમ ટંકારવી, અઝીઝ ટંકારવી, ઈમ્તિયાઝ મોદી, પ્રેમી દયાદરવી, પથિક, ઇખર અફ્સોસવી સિતપોણવીએ રજૂ કર્યા હતાં. અંતમાં ડૉ. મતાઉદ્દીન ચિશ્તીએ વક્તવ્યમાં વિમોચનનાં પ્રયાસોને બિરદાવી આજનાં યુવાનો અને સમાજ સુધારણા માટે સાહિત્યને પ્રેરણાદાયક માધ્યમ ક્હયું હતું. વધુમાં તેમણે પિતાનાં મૂલ્યોનું જતન કરી બ્રિટનમાં જન્મેલાં પ્રેમી દયાદરવીનાં પુત્ર શાહીદભાઇએ પોતાનાં પિતા ગુજરાતી ગઝલોનું અંગ્રેજીમાં રૂપાંતર કરી પુસ્તકરૂપે બહાર પાડેલ હાર્ટ ટુ હાર્ટની અંગ્રેજી અનુવાદની પ્રશંશા કરી અભિનંદન પાઠવ્યા હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંચાલન ડો. અદમ ટંકારવી, સલીમ પટેલ તેમજ ઇમ્તિયાઝ મોદીએ કર્યું હતું.

સુરત જિલ્લાનાં મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદીનાં ઉર્સ મેળાનો ભવ્ય પ્રારંભ(સુસંસ્કારથી જ વ્યક્તિ અને સમાજની શોભામાં અભ...
16/01/2024

સુરત જિલ્લાનાં મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદીનાં ઉર્સ મેળાનો ભવ્ય પ્રારંભ

(સુસંસ્કારથી જ વ્યક્તિ અને સમાજની શોભામાં અભિવૃદ્ધિ થાય છે : ખ્વાજા સલીમુદ્દીન ચિશ્તી)

હાંસોટ: તા.16 ઘેર-ઘેર સંસ્કાર મેળવો, ઘેર- ઘેર ગાય પાળો, વ્યસન મુક્તિ, કોમી- એકતા, ઘેર-ઘેર વૃક્ષ વાવો તેમજ શિક્ષણમેળવો , ભાઈચારાનો સંદેશ આપતી તાલુકા મથક મોટામિયાં માગરોલ મુકામે આવેલ કોમી એકતાનાં દર્શન કરાવતી વર્ષો જૂની ઐતિહાસિક મોટામિયાં માંગરોલની દરગાહ ખાતે પોષ સુદ એકમથી 15 દિવસ સુધી ઉર્સ મેળાનો પ્રારંભ તારીખ 12/1/ 2024 થી થયો છે.
ઉર્સનાં પ્રથમ દિવસે રહેઠાણ પાલેજથી મોટામિયાં માંગરોળની ગાદીનાં હાલનાં ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી તેમનાં સુપુત્ર અને ઉત્તરાધિકારી ડો. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી મોટરમાર્ગે વાયા અંકલેશ્વર, વાલીયા, થઈ મોટામિયાં માંગરોળ આવી પહોંચતાં અંકલેશ્વર, વાલીયા તેમજ દરગાહનાં ઐતિહાસિક પ્રવેશદ્વાર પર વિવિધ કોમનાં આગેવાનો દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દરગાહ કમ્પાઉન્ડમાં પહોંચતાં ત્યાં હાજરી આપી કોમી એકતા અને ભાઇચારાના માટે વિશેષ દુઆ ગુજારવામાં આવી હતી. બપોરે લગભગ દરગાહ ખાતેથી સંદલનું જુલૂસ નીકળ્યું હતું, જે ગામમાં ફરી દરગાહ ખાતે પરત ફર્યું હતું. ત્યારબાદ દરગાહ શરીફમાં વર્તમાન ગાદીપતિ પીર સલીમુદ્દીન ચિશ્તીનાં હસ્તે સંદલ ચઢાવવામાં આવ્યું હતું.
સદર કાર્યક્રમમાં હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી, ઉપરાંત પીર ડો. મતાઉદ્દીન ચિશ્તી, નિઝામુદ્દીન મતાઉદ્દીન ચિશ્તી, બદરુદ્દીન મતાઉદ્દીન ચિશ્તી સહિત કુટુંબીજનો તેમજ વિદેશથી પધારેલ મેહમાનો પણ જોડાયા હતાં. ઉર્સ દરમિયાન દરગાહ શરીફને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવી હતી. ઉર્સમાં વિવિધ પ્રકારની ચકડોળ, દુકાનો ખાણીપીણીનાં સ્ટોલો આવેલાં છે. ઉર્સ દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાય રહે એ માટે પોલીસ દ્વારા પણ ખૂબ સારો બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. આ પ્રસંગે હાલનાં ગાદીપતિએ સૌને સૌહાર્દભર્યું વાતાવરણ અને સુસંસ્કાર કેળવાય એ દિશામાં પ્રયત્નશીલ રહી તમામ શ્રધ્ધાળુઓ અને સમગ્ર વહિવટી તંત્રનો સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

Address

Surat

Website

Alerts

Be the first to know and let us send you an email when Firoz shaikh Salam Surat News paper posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share