
22/07/2025
સુરતના વેસુ વિસ્તારમાં આવેલી જી.ડી.ગોએન્કા સ્કૂલ અને પીપલોદમાં આવેલી લેન્સર આર્મી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈ-મેલ મળ્યો છે. ધમકી મળતા જ જી.ડી.ગોએન્કા સ્કૂલના વિદ્યાર્થીઓને તાત્કાલિક સ્કૂલમાંથી રજા આપી દેવાઈ છે. આ સાથે પોલીસને જાણ કરતા જ તાત્કાલિક વેસુ પીઆઈ, એસીપી સહિતનો પોલીસ કાફલો સ્કૂલે પહોંચી ગયો છે. હાલમાં ડોગ-સ્કવોડ અને બોમ્બ-સ્ક્વોડની મદદથી સ્કૂલમાં તપાસ કરાઈ રહી છે.