Mitram News

Mitram News Digital news publication in Gujarati language

સુરત :- લાજપોર જેલમા હત્યાના આરોપીનો ફાંસો ખાઈ આપઘાતઆરોપી હેમંત ઉર્ફે ડેની પાનાચંદ્ર માંગરોળિયાનો આપઘાત લાજપોર મધ્યસ્થ જ...
18/09/2025

સુરત :- લાજપોર જેલમા હત્યાના આરોપીનો ફાંસો ખાઈ આપઘાત

આરોપી હેમંત ઉર્ફે ડેની પાનાચંદ્ર માંગરોળિયાનો આપઘાત

લાજપોર મધ્યસ્થ જેલમાં હાઈ સિક્યુરિટી યાર્ડ નંબર-૪૨માં હત્યાના ગુનાના આરોપીએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો

કયા કારણોસર આપઘાત કર્યો તે હાલ અકબંધ

આરોપી વર્ષ- ૨૦૧૭ થી કતારગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હત્યાના ગુનામાં ધરપકડ થયા બાદ લાજપોર જેલમાં બંધ હતો.

લાજપોર મધ્યસ્થ જેલમાં હાઈ સિક્યુરિટી યાર્ડ નંબર-૪૨માં આરોપી હેમંત ઉર્ફે ડેની પાનાચંદ્ર માંગરોળિયા હતા

રાત્રે ૮:૨૦ વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં હતા

દરમિયાન ત્યાં જેલ કર્મચારીઓ સિક્યુરિટી યાર્ડમાં રાઉન્ડ ગયા ત્યારે જાણ થઈ

🚨🚨🚨 સતર્ક મિત્રમ 🚨🚨🚨સુરત : મોડલ સુખપ્રીત કૌર આત્મહત્યા કેસ.આત્મહત્યા કેસમા લિવ ઈન પાર્ટનરની ધરપકડ કરાઈ. બેગમાથી સુખપ્રીત...
18/09/2025

🚨🚨🚨 સતર્ક મિત્રમ 🚨🚨🚨

સુરત : મોડલ સુખપ્રીત કૌર આત્મહત્યા કેસ.

આત્મહત્યા કેસમા લિવ ઈન પાર્ટનરની ધરપકડ કરાઈ.

બેગમાથી સુખપ્રીત કૌરે હિન્દીમા લખેલી અરજી મળી હતી.

લિવ ઇનમા રહેતા મહેન્દ્ર રાજપૂત નો માનસિક-શારીરિક અત્યાચાર,

બ્લેકમેઇલિંગથી કંટાળી મોડલે આપઘાત કર્યો હોવાનો ખુલાસો થયો.

પોલીસને આરોપીને ઝડપી પાડવામા ચાર મહિને સફળતા મળી

"ગુરુ ગોવિંદ બેઉ ઉભા કોને પહેલા પગે લાગવું?  ગુરુ તમારો આભાર, કે પથ દર્શાવી કહ્યું કે ગોવિંદ પ્રથમ પૂજનીય છે તેને પહેલા ...
18/09/2025

"ગુરુ ગોવિંદ બેઉ ઉભા કોને પહેલા પગે લાગવું? ગુરુ તમારો આભાર, કે પથ દર્શાવી કહ્યું કે ગોવિંદ પ્રથમ પૂજનીય છે તેને પહેલા પગે લાગવુ"

એક શિક્ષક વર્ગખંડમાં દાખલ થયા અને જોયું કે જે ખુરશી પર તેઓને બેસવાનું હતું તે તો છત પર લટકતી હતી.
તેમણે વિદ્યાર્થીઓ તરફ જોયું અને સ્મિત કર્યું.
કશું કહ્યાં વિના તેઓ બ્લેકબોર્ડ તરફ ગયા અને લખ્યું :

પરીક્ષા – 15 મિનિટ, 30 ગુણ

પ્રશ્ન 1. ખુરશી અને જમીન વચ્ચેનું અંતર સેન્ટીમીટરમાં અનુમાન કરો (1 ગુણ).

પ્રશ્ન 2. ખુરશીનો છતથી ઢોળાવનો ખૂણો અનુમાન કરો અને તમારી પદ્ધતિ બતાવો (1 ગુણ).

પ્રશ્ન 3. તે વિદ્યાર્થીનું નામ લખો જેણે ખુરશી છત પર લટકાવી હતી અને તેનાં મિત્રોનું નામ લખો જેમણે તેને મદદ કરી હતી (28 ગુણ)।

👉 તેથી હંમેશાં યાદ રાખજો — ગુરુ તો ગુરુ જ રહે છે।😀ગુરુ સાથે કોઈ પણ પ્રકારની મજાક કરવી નહીં।😀

17/09/2025

નવરાત્રિ ને લઈને સુરત પોલીસ પૂર્ણ રીતે સજ્જ, નવરાત્રિ ને લઇ સુરત પોલીસ કમિશ્નર ની અતિ મહત્વની વાત, પોલીસ વિભાગ પૂર્ણ રીતે સજ્જ, કોઈ અનિચ્છનીય બનાવ નહીં બને તેની પૂર્ણ તકેદારી રાખવામા આવશે

સુરત રેલ્વે પોલીસ સ્ટેશનમા દાખલ થયેલ પોક્સો એક્ટ મુજબના ગુનાના વોન્ટેડ આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી સુરત રેલ્વે પ...
16/09/2025

સુરત રેલ્વે પોલીસ સ્ટેશનમા દાખલ થયેલ પોક્સો એક્ટ મુજબના ગુનાના વોન્ટેડ આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી સુરત રેલ્વે પોલીસ તથા એલ.સી.બી.

પોલીસ મહાનિર્દેશકશ્રી સી.આઈ.ડી.ક્રાઈમ એન્ડ રેલ્વેઝ ગુ.રા.ગાંધીનગર શ્રી મનોજ અગ્રવાલ સાહેબ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, પરીક્ષિતા રાઠોડ સાહેબ (રેલ્વેઝ) ગુ.રા. અમદાવાદ તથા પોલીસ અધિક્ષકશ્રી, અભય સોની સાહેબ પ.રે.વડોદરા નાઓ દ્વારા મહીલા-બાળકો વિરૂધ્ધ બનતા શરીર સબંધી ગુનાઓ અટકાવવા ખાસ સુચના આપવામાં આવેલ.

"શ્રી જી.એસ.બારીયા ઈન્ચાર્જ ના.પો.અધિ. પ.રે. સુરત, વિભાગ સુરત તથા શ્રી એચ.ડી. વ્યાસ પોલીસ ઈન્સપેકટર સુરત રેલ્વે પોલીસ સ્ટેશન તથા ટી.વી.પટેલ પોલીસ ઈન્સ્પેક્ટર એલ.સી.બી.૫.રે.સુરત નાઓના માર્ગદર્શન મુજબ તા.૧૪/૦૯/૨૦૨૫ ના રોજ સુરત રેલ્વે પોલીસ સ્ટેશનમા નોંધાયેલ પાર્ટ બી ગુ.૨.નં. ૧૧૨૧૨૦૫૧૨૫૧૭૪૫/૨૦૨૫ ભારતીય ન્યાય સહિતા ૨૦૨૩ ની કલમ ૬૪(૨)(એમ), ૬૫(૧), ૩૫૧(૨) તથા પોક્સો એક્ટ કલમ ૪, ૬ મુજબનો ગુનો આચરી આરોપી રવિશંકર ઉર્ફે નિતેશ રહે-નંદુરબાર નામનો ઈસમ નાસી ગયેલ જે ગુન્હાનો ભેદ ઉકેલવા હ્યુમન સોર્સીસ તથા ટેક્નીકલ એનાલીસીસ આધારે તા.૧૫/૦૯/૨૦૨૫ ના રોજ રેલવે પોલીસ તથા LCB દ્વારા પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે."

#

📚 શિક્ષણ મિત્રમ સી. ડી. પચ્ચીગર હોમિયોપેથીક મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, સુરતનું ગૌરવ.વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ...
15/09/2025

📚 શિક્ષણ મિત્રમ
સી. ડી. પચ્ચીગર હોમિયોપેથીક મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, સુરતનું ગૌરવ.

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઑગસ્ટ-૨૦૨૫માં
યોજાયેલી બી.એચ.એમ.એસ. ચતુર્થ વર્ષની પરીક્ષામા કોલેજના પાંચ વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી મા ડિસ્ટિંકશન માર્કસ મેળવીને કોલેજનુ નામ ગૌરવમાન બનાવ્યું છે.

આ સિદ્ધિ વિદ્યાર્થીઓની પ્રતિભા, સતત મહેનત અને સંકલ્પનુ પ્રતિબિંબ છે.

"ડિસ્ટિંકશન પ્રાપ્ત વિદ્યાર્થીઓ:"
૧. કું. પાનવાળા મેઘા મનિષ – ૭૫.૦૦%
૨. કું. ટેલર ધ્વની નીલેશભાઈ – ૭૩.૫૩%
૩. કું. ઠક્કર સલોની હર્ષદભાઈ – ૭૩.૪૭%
૪. કું. બોથરા દિવ્યા મહેન્દ્ર – ૭૩.૪૩%
૫. કું. સૈયદ શહાઝરા સલાઉદ્દીન – ૭૦.૧૦%

આ પ્રસંગે કોલેજના ટ્રસ્ટીશ્રીઓ, પ્રિન્સિપાલ, ફેકલ્ટી મેમ્બર્સ તથા સમગ્ર સંસ્થાએ હર્ષ વ્યક્ત કરી વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી છે.

વિદ્યાર્થીઓની આ અનોખી સિદ્ધિ ભવિષ્યમા અનેક વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે.

09/09/2025

*એક જ દિવસમા પાંચ કિલો વજન ઉતારો*
*અને તે પણ ફક્ત સો રૂપિયામાં*

*આવું પાટિયું વાંચીને હું તો અંદર ગયો..*

*સો રૂપિયા ભર્યા.....*
*પછી મને બીજી રૂમમા લઈ ગયા.....*
*અને કહે આ અભરાઈ ઉપરથી પાંચ કીલો વજનનો ડબ્બો ઉતારો.....*
*મેં તો હરખથી ડબ્બો ઉતારી આપ્યો.....*
*મને કહે હવે જાવ.....*
*તમે પાંચ કિલો વજન ઉતારી દીધું.....*

*સાલું ધરતી માર્ગ આપે તો સમાઈ જાઉં એવું લાગી આવ્યું.....*

😜 😄 🤣 😅 😂 😍

સુરત બ્રેકીંગઅમરોલી પોલીસ સ્ટેશનમા જ પોલીસની હાજરીમા દીકરીના પિતાએ જમાઈ ઉપર ચાકુના ઘા ઝીંકી દીધા. અમરોલી પોલીસે સસરા દેવ...
07/09/2025

સુરત બ્રેકીંગ
અમરોલી પોલીસ સ્ટેશનમા જ પોલીસની હાજરીમા દીકરીના પિતાએ જમાઈ ઉપર ચાકુના ઘા ઝીંકી દીધા. અમરોલી પોલીસે સસરા દેવીદાસ કઢરેની ધરપકડ કરી.

અમરોલી વિસ્તારમા મહારાષ્ટ્રીયન યુવાને ઘર નજીક રહેતી યુવતી સાથે કોર્ટમા મેરેજ કર્યા હતા.

યુવતી ગર્ભવતી બનતા વાલીએ ગર્ભપાત કરવાનુ દબાણ કરતા મામલો અમરોલી પોલીસ મથકમા પહોંચ્યો હતો.

પોલીસ મથકમા જ યુવતીના પિતાએ ઉશ્કેરાઈ જઈ જમાઈ સાગરના ગળાના ભાગે ચાકુના ઘા ઝીંકી દીધા હતા.

જે બાદ ઇજાગ્રસ્ત સાગરને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

બનવા બનતા જ આખું પોલીસ સ્ટેશન હચમચી ગયુ હતુ.

તે સાથે અમરોલી પોલીસે સસરા દેવીદાસ કઢરેની ધરપકડ કરી હતી

Address

Surat

Alerts

Be the first to know and let us send you an email when Mitram News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Mitram News:

Share