
12/05/2024
વેજ, નોન-વેજ, અને વીગન શું છે?? શું ખરેખર નોન-વેજ એને જ કહેશું કે જે જીવંત પ્રાણી ની હત્યા કરીને મેળવવામાં આવે છે? શું ખરેખર વેજ અને નોન-વેજ ને જીવંત કે મૃત સાથે કઈ લેવા દેવા છે?😊
કેવો આહાર લેવો જોઈએ, અને કયો આહાર કયા પ્રકાર ની શ્રેણી માં આવે છે. એના વિશે આજે વિગતવાર વાત કરીએ…..
વાત કરીએ પ્રાચીન કાળ કે માનવ સભ્યતા ના શરુઆત ના તબક્કાની તો, ત્યારે ફક્ત એક જ પ્રકાર નો આહાર મોટા ભાગે લેવામાં આવતો હતો. જેને આપણે સારી રીતે જાણીએ છીએ, કે ત્યારે બધા લોકો પ્રાણીઓ ના શિકાર કરીને પોતાનું પેટ ભરતા હતા. એટલે જયારે બધા જ લોકો એક સરખી રીતે જીવન નિર્વાહ કરતા હોય ત્યાં કોઈ પ્રશ્ન ઉદ્ભવવાનો નથી. પણ આજે એવું નથી, આજે વિવિધ પ્રકાર ના ભોજન ઉપલબ્ધ છે. જેમાં મુખ્યત્વે ત્રણ પ્રકાર છે…. (a) વેજ, (b) નોન-વેજ, અને (c) વીગન…
સામાન્ય વ્યાખ્યા કરીએ તો આ પ્રમાણે થશે,
(a) વેજ :- વનસ્પતિ માંથી જે મેળવવામાં આવે અને પ્રાણી-પશુ પંખી ને જીવંત રાખીને એમાંથી કંઈપણ મેળવવામાં આવે એ વેજ.
(b) નોન-વેજ :- પ્રાણી-પશુ, કે પંખી ની હત્યા કરીને કંઈપણ મેળવવામાં આવે એ નોન-વેજ.
(c) વીગન :- ફક્ત ને ફક્ત વનસ્પતિ માંથી જ મેળવવામાં આવે એ વીગન.
હવે મુખ્ય વાત કરીએ તો મોટા ભાગ ના લોકો નો ખ્યાલ એવો છે, કે પોતે 100% વેજ ખાય છે અને કોઈપણ પ્રકાર હત્યા કરીને ખાતા નથી. પણ આ એક મોટો ભ્રમ છે, વહેમ છે. મારા અમુક સવાલ છે જેના જવાબ થી આપ સમજી શકશો….
(1) શું દૂધ કોઈ વનસ્પતિ માંથી મેળવવામાં આવે છે? કે પછી એ એક જીવંત પ્રાણી ના હાડકા અને માંસ ,લોહી-રુધિર નો નીતરાવ છે.
(2) શું આપ વેજ કે વીગન ખાવા માટે ખરેખર કોઈ હત્યા નથી કરતા? આપ નો જવાબ હશે નાં… નાં …
તો અહીંયા મારો એક સવાલ છે, શું વનસ્પતિ, ફૂલ, જડ, પત્ત્તા નિર્જીવ છે? જો આપના વિચાર પ્રમાણે વનસ્પતિ નિર્જીવ છે, તો પછી અહીંયા 2 વસ્તુ ખોટી પડે છે. 1) ડૉ. જગદીશચંદ્ર બોઝ- જેને વૈજ્ઞાનિક રીતે સાબિત કરેલ છે વનસ્પતિ માં જીવ છે. 2) હિન્દુ ધર્મ ના પ્રાચીન ગ્રંથો માં પણ ઉલ્લેખ છે કે વનસ્પતિ જીવંત છે. અને એની પૂજા કરવા માટે વિધિ પણ આપેલ છે.
અહીંયા સ્પષ્ટ દેખાય આવે છે , કે તારણ કાઢી શકાય છે કે કોઈપણ વસ્તુ મેળવવા માટે કોઈપણ જીવંત વસ્તુ ની હત્યા ના કરવામાં આવે તો એને આપણે એક નવા પ્રકાર કે નામ થી ઓળખી શકાય. અહીંયા નવા પ્રકાર નુ નામ તમારે આપવાનું છે. કારણ કે જીવંત ને મૃત ને આધારે જે વેજ કે નોન-વેજ આપણે સમજતા આવેલ છીએ એનું તો અહીંયા ખંડન થાય છે. તો અહીંયા વેજ કે નોન-વેજ ને કોઈપણ રીતે જીવંત કે મૃત સાથે સંબંધ નથી. અહીંયા વેજ કે નોન-વેજ બંને મેળવાના માટે હત્યા જ થાય છે.
વેજ માટે - તમામ શાકભાજી, કંદમૂળ,વગેરે…. નોન-વેજ માટે:- પ્રાણી, પશુ-પંખી વગેરે…..
જો આપ જીવંત અને હત્યા ના આધારે ખોરાક નું વિચારતા હોય તો એની વ્યાખ્યા નીચે પ્રમાણે કરી શકાય…..
કોઈપણ સજીવ ની હત્યા કર્યા વગર એના માંથી કંઈપણ મેળવવામાં આવે તો એને આપણે વેજ કહી શકશું.
દા.ત. , દૂધ, ઈંડા, ફળ, ફૂલ, પત્તા,….
અહીંયા તમારા મન માં સવાલ થશે કે આમાં ઈંડા કઈ રીતે આવે? તમે કહેશો કે ઇંડા માં તો જીવ છે, એનો વિકાસ થવા દઈએ તો એક જીવંત પ્રાણી બને એમાંથી. તો આને કઈ રીતે ખાય શકાય? આને ખાયે તો હત્યા થઇ કહેવાય અને નોન-વેજ ખાધું કહેવાય. ,
તો અહીંયા જવાબ એનો આ છે.,
ઇંડુ એ મરઘી આપેલ બીજ છે. અને આ ઈંડા ને વિકાસ થવા દઈએ તો એમાંથી એક જીવંત પ્રાણી બનશે. એવી જ રીતે તમામ વનસ્પતિ પણ પોતાના બીજ આપે છે અને જો એનો પણ વિકાસ થવા દઈએ તો એમાંથી એક જીવંત વનસ્પતિ બનશે. ,ઘઉં, બાજરી, જુવાર, પરાગરજ થી ભરેલ ફૂલ, વગેરે. આ પણ પેલી મરઘી ના ઈંડા ની જેમ જ છે. તો આપણે એને આરામ થી ખાઈ જઈએ છીએ…..
મારા આ સમગ્ર લેખ નો સાર એટલો જ છે. ,” માણસ ને ભાવે, જે ગમે, અને જે પોતાના શરીર ને નુકશાન ના કરે એ ખોરાક લેવો જોઈએ, અહીંયા કંઈપણ રીતે કોઈ હત્યા કે પાપ નથી. “