
15/05/2025
ઈલેક્ટ્રીક ડીપીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા પાર્ક કરવામાં આવેલી BMW કારમાં પણ લાગી હતી
સુરતના બમરોલી રોડ ઉપર આવેલ ડાઇનિંગ મિલમાં પાછળનો બનાવ
કાલ માલિક ડાઈંગની પાછળ મિત્રની દુકાને ગયા હતા તેમણે ઈલેક્ટ્રિક ડીપીની નજીકમાં કાર પાર્ક કરી હતી
કાર માલિક દુકાનમાં જઈ બેઠા ત્યાં બહાર પાર્ક કરેલી તેમની કાર અચાનક ભડકે બળવા લાગી હતી
કારમાં આગ લાગી હોવાની જાણ થતા તેઓ ત્યાં દોડી ગયા હતા
બનાવની જાણ થતા મજુરા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી
ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવી ગણતરીના મિનિટોમાં જ આગ પર કાબુ મેળવી લીધો હતો
જોકે ફાયર પહોંચે ત્યાં સુધીમાં સંપૂર્ણ કાર આગની લપેટમાં આવી જતા બળીને ખાખ થઈ ગઈ હતી
ઈલેક્ટ્રીક ડીપીમાંથી તણખો પડતા આગ લાગી કે પછી કારમાં શોર્ટસર્કિટ થવાના કારણે આગ લાગી હતી
તે અંગે હાલ રહસ્ય ઘેરાયું છે જોકે આ આગના બનાવમાં
કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી