21/08/2026
પુણા ગામ વિસ્તારના વિક્રમનગરમાં રૂપિયાની લેતીદેતી મામલે વ્યક્તિએ ઝેરી દવા પીધાની ઘટના સામે આવી
વિક્રમનગરમાં રહેતા રામપૂંજન નામના વ્યક્તિએ ઝેરી દવા પીધી હોવાની માહિતી સામે આવી
પરિવારજનોના જણાવ્યા મુજબ ડાયમંડ મટીરિયલના અંદાજે ₹1.11 કરોડ લેવાના હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો
પ્રવીણ ઠુંમ્મર અને મિતુલ બુધેલીયા નામના વ્યક્તિઓ પાસેથી કરોડો રૂપિયા લેવાના હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો
ઝેરી દવા પીધા બાદ રામપૂંજન ની હાલત ગંભીર બનતા તેમને છેલ્લા ત્રણ દિવસથી ખાનગી હોસ્પિટલના ICUમાં સારવાર આપવામાં આવી રહી
હાલ તેમની માનસિક સ્થિતિ પણ અસ્વસ્થ હોવાનું જણાવાઈ રહ્યું
ઘટનાની જાણ થતાં પુણા પોલીસે હોસ્પિટલ ખાતે પહોંચી રામપૂંજન નું નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરી
સમગ્ર મામલે પોલીસ તપાસ બાદ હકીકત બહાર આવશે.