SGTV LIVE News

SGTV LIVE News SGTV LIVE NEWS MEDIA NETWORK IS GOVERNMENT REGISTERED NEWS CHANNEL, H.O. IS IN MANGROL SURAT GUJARAT

13/08/2026

તાપી જીલ્લાના સોનગઢ પોલીસે નશામુક્ત ગુજરાત, નશામુકત યુવા સશક્ત ભારત અભિયાન અંતર્ગત લાખો રૂપિયાનો ઝડપી પાડયો ગાંજાનો જથ્થો.

13/08/2026

ભરૂચ જીલ્લામાં જીલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન સહિત તેમના બન્ને સાગરીતો દ્રારા હુમલો કરાયો જીલ્લા પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન ઉપર.

12/08/2026

🚨 તાપી એલ.સી.બી. / પેરોલ ફર્લો સ્કોડને મળી સફળતા: પશુ હેરાફેરીના ગુનામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી ઝડપાયો 🚨
​પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમ વીર સિંહ સાહેબ (સુરત વિભાગ) તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રીમતી પુજા યાદવ સાહેબ (તાપી-વ્યારા) નાઓ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા આપેલી સુચના અન્વયે તાપી પોલીસને મોટી સફળતા સાંપડી છે.
​પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી.જી.રાવલ (LCB તાપી) ના માર્ગદર્શન હેઠળ સોનગઢ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે સોનગઢ નવા RTO પાસેથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.
​📌 ઝડપાયેલ આરોપીની વિગત:
​નામ: સકીલ સફી કુરેશી (ઉં.વ. ૩૭)
​સરનામું: ઘર નં. ૫૦૯/૧, નવાપુર ઇસ્લામપુરા ફળિયું, તા. નવાપુર, જી. નંદુરબાર (મહારાષ્ટ્ર)
​📌 ગુનાની વિગત:
વ્યારા પોલીસ સ્ટેશન B Part ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૧૨૬૦૫૧૩/૨૦૨૬ હેઠળ પશુ ઘાતકીપણા અટકાયત કાયદો, પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ, સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ તથા BNS ૨૦૨૩ ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયેલ હતો.
​આરોપીને BNSS ૨૦૨૩ ની કલમ ૩૫(૧)(જે) મુજબ અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે.
​👏 કામગીરી કરનાર ટીમ:
PI શ્રી બી.જી.રાવલ, ASI આનંદભાઇ (બ.નં. ૨૬૭), ASI જયેશભાઈ (બ.નં. ૬૫૪), HC અનિરૂધ્ધસિંહ (બ.નં. ૭૧૬), PC રવિન્દ્રભાઈ (બ.નં. ૯૦૭), HC લેબજીભાઈ (બ.નં. ૬૮૦), PC રાજીશકુમાર (બ.નં. ૯૦૮), અને PC મેહુલભાઈ (બ.નં. ૭૧૪) (LCB તાપી / પેરોલ ફર્લો સ્કોડ તાપી).
Darpan Plus.

SGTV LIVE NEWS MEDIA NETWORK
જો તમને અમારી પોસ્ટ ગમી હોય, તો પેજને Like અને Follow જરૂર કરજો અને સાથે જ કોમેન્ટ શેર કરવાનું ભૂલશો નહીં.

10/08/2026

ઝઘડિયા સહિત નેત્રંગ તાલુકાના ૪૦ થી ૫૦ ગામના લોકો ઉમટી પડ્યા આદીવાસી દિવસના કાર્યક્રમમાં.

10/08/2026

ભરૂચના ઝઘડિયા સહિત રાજપારડી ખાતે ઉજવાયો ધામધૂમથી સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત આદીવાસી દિવસ.

09/08/2026

ભારત દેશ સહિત વિશ્વભરમાં વસતા આદીવાસી સમાજને સમસ્ત વસાવા સમાજ ગુજરાતના પ્રમુખ દ્રારા ૯ મી ઓગસ્ટની આદીવાસી સમાજને પાઠાવામા આવી શુભેચ્છા.

09/08/2026

ભરૂચના ઝઘડિયા તાલુકામાં માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરની બેદરકારીના કારણે સર્જાય રહ્યા છે અકસ્માત.

07/08/2026

સુરતના માંગરોળ તાલુકામાં વધુ વરસાદના કારણે સર્જાયેલી પુર જેવી સ્થિતિ વાળા ગામોમાં સખી દાતાઓ દ્વારા વિતરણ કરાયું કીટ.

07/08/2026

તાપી: - ન્યુ ગુજરાત પેટર્ન' યોજના અંતર્ગત જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની યોજાઈ મહત્વપૂર્ણ બેઠક.
ગુજરાત ​રાજ્યના આદિજાતિ વિભાગના મંત્રી અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રી નરેશ પટેલના અધ્યક્ષસ્થાને તેમજ રમતગમત અને પ્રવાસન મંત્રી ડૉ. જયરામ ગામીતની ઉપસ્થિતિમાં કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ 'ન્યુ ગુજરાત પેટર્ન' યોજના અંતર્ગત જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક.

​મંત્રીશ્રીના મહત્વના મુદાઓ:👇
આદિવાસી સમુદાયના પ્રત્યેક લાભાર્થી સુધી પહોંચતી સુવિધાઓ ગુણવત્તાયુક્ત અને ટકાઉ હોવી જોઈએ.
​આંગણવાડી, શાળા, આરોગ્ય, સિંચાઈ, ખેતીવાડી, પશુપાલન, ગ્રામ વિકાસ અને રસ્તા જેવી મૂળભૂત સુવિધાઓના કાર્યો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો.
​વર્ષ ૨૦૨૬-૨૭ માટે 'ન્યુ ગુજરાત પેટર્ન' હેઠળના ૯૬ ટકા વિવેકાધીન તાલુકાવાર જોગવાઈના આયોજનના કામોની કરવામાં આવી વિગતવાર ચર્ચા.
​ગ્રાન્ટનો સંકલિત ઉપયોગ, શિક્ષણ, આરોગ્ય, કૌશલ્ય વિકાસ અને રોજગારી જેવા ક્ષેત્રો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા માટે અપાઈ સૂચના.

​ઉપસ્થિત મહાનુભાવો:-👇

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંચળબેન ચૌધરી, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા કલેક્ટર દેવ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયા તથા જિલ્લા પોલીસ વડાશ્રી જે.એન.દેસાઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ રહ્યા હતા ઉપસ્થિત.

03/08/2026

ભરૂચના ઝઘડિયા તાલુકામાં ગ્રામપંચાયત દ્વારા અપાતું પીવાનું પાણી ડોહળુ આવતા પંચાયચી તંત્ર સામે યોગ્ય કાર્યવાહી કરવા ઉઠી લોકમાંગ.

Address

Verakui Ta. Mangrol Dist. Surat
Surat
394430

Alerts

Be the first to know and let us send you an email when SGTV LIVE News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to SGTV LIVE News:

Shortcuts

Share