25/10/2025
સારાભાઈ vs સારાભાઈથી જાણિતા થયેલા બોલિવૂડ અને ટીવીના દિગ્ગજ અભિનેતા સતીશ શાહનું 74 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે તેમની સમગ્ર અભિનય કારકિર્દી દરમિયાન અનેક આઇકોનિક પરફોર્મન્સ આપ્યા છે. તેમની નોંધપાત્ર ભૂમિકાઓમાં કલ હો ના હો, જાને ભી દો યારો, સારાભાઈ વી/એસ સારાભાઈ અને મૈં હું નાનો સમાવેશ થાય છે.