19/09/2025
ગુજરાત સરકારશ્રી વર્ષ-૨૦૨૫-૨૬ ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવી રહેલ છે. જેના મુખ્ય સ્થંભો પૈકી એક સ્થંભ આજીવિકાનું નિર્માણ કરવાનો છે. જે અન્વયે શહેરી ગરીબ ઉદ્યોગ સાહસિકોને સશક્ત બનાવવા માટે આગામી તહેવારોને ધ્યાનમાં રાખી સરકારશ્રીના મહિલા સશક્તિકરણ અંગેના પ્રયત્નોને વધુ વેગવાન બનાવવાના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા ધ્વારા અમલીકૃત સરકારશ્રીની દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય શહેરી આજીવિકા મીશન (DAY-NULM) અને દીનદયાળ જન આજીવિકા યોજના -(શહેરી) (D-JAY(S))અંતર્ગત રચાયેલ સ્વ-સહાય જૂથો ધ્વારા ઉત્પાદિત ચીજ-વસ્તુઓનાં પ્રદર્શન અને વેચાણ માટે સીધે-સીધુ બજાર મળી રહે તે હેતુથી તથા ગણેશજીનાં વિસર્જન પ્રસંગે રીયુઝ કરી શકાય તેવી એકત્ર કરવામાં આવેલ વિવિધ ચીજ વસ્તુઓમાંથી SHGના સભ્યો ધ્વારા તૈયાર કરેલ વિવિધ વસ્તુઓ જેવી કે, ઓર્નામેન્ટ, પર્સ, તોરણ, હાર, ચણિયા-ચોળી, ગૃહ-સુશોભનની વિવિધ વસ્તુઓ તેમજ પીએમસ્વનિધિ યોજનાના લાભાર્થી શેરી ફેરિયાઓને સ્વરોજગાર પૂરો પાડી શકાય તે માટે તા.૧૯/૦૯/૨૦૨૫ થી તા.૨૫/૦૯/૨૦૨૫ દરમ્યાન સુરત મહાનગરપાલિકા તથા રાજ્યની અન્ય મહાનગરપાલિકા/ નગરપાલિકાનો સમાવેશ કરી જોગાણી નગર પાર્ટીપ્લોટ, જ્યોતિન્દ્ર દવે ગાર્ડનની બાજુમાં,હનીપાર્ક રોડ, અડાજણ, સુરત ખાતે રાજ્યકક્ષાનાં “SHG મેળા ૨૦૨૫” નું આયોજન કરવામાં આવેલ છે. જે અંતગર્ત SHGનાં સભ્યોને કુલ-૧૦૧ સ્ટોલ અને "પીએમસ્વનિધિ" યોજનાના લાભાર્થી શહેરી શેરી ફેરિયાઓને કુલ-૧૦ સ્ટોલ મળી કુલ-૧૧૧ સ્ટોલ જરૂરી સુવિધા સહિત વિના મૂલ્યે ફાળવવામાં આવેલ છે.
તા. ૧૯/૦૯/૨૦૨૫ ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે “SHG મેળા-૨૦૨૫” ને માન. મેયરશ્રી, સુરત મહાનગરપાલિકા શ્રી દક્ષેશભાઈ માવાણીના અધ્યક્ષસ્થાને, માન. સાંસદશ્રી - સુરત શ્રી મુકેશભાઈ દલાલ, માન.ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ ઘોઘારી, માન. મ્યુનિ. કમિશનરશ્રી શ્રીમતિ શાલીની અગ્રવાલ (IAS), માન. મિશન ડાયરેક્ટરશ્રી - ગુજરાત શહેરી આજીવિકા મિશન, ગાંધીનગર શ્રીમતિ સંગીતા રૈયાણી (IAS) તથા મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, વિવિધ સમિતિઓના ચેરમેનશ્રીઓ તથા મ્યુનિ. સદસ્યશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં ખુલ્લો મુકવામાં આવેલ.
વધુમાં, મા.મેયરશ્રી તથા ઉપસ્થિત મહાનુભાવોએ શહેરીજનોને SHG મેળાની મુલાકાત લઈ સ્વ-સહાય જૂથના બહેનો ધ્વારા ઉત્પાદિત વિવિધ ચીજ વસ્તુઓનાં વેચાણ માટેનાં સ્ટોલમાંથી વિવિધ ચીજવસ્તુઓની ખરીદી કરી સ્વ સહાય જૂથના લાભાર્થી બહેનોને પ્રોત્સાહિત કરવા શહેરીજનોને અપીલ કરવામાં આવેલ તથા સ્થાનિક કક્ષાએ તૈયાર થયેલ આ વસ્તુઓની ખરીદી થકી સરકારશ્રીના સ્વદેશી વસ્તુઓની ખરીદીને પ્રોત્સાહન આપવાના ધ્યેયને ચરિતાર્થ કરવા અપીલ કરવામાં આવી. વધુમાં દિવ્યાંગ લાભાર્થીઓના સ્વ સહાય જૂથને આર્થિક ઉપાર્જનમાં સહાયરૂપ થવાના હેતુથી ફાળવેલ સ્ટોલની માન.મેયરશ્રી, સુરત મહાનગરપાલિકા શ્રી દક્ષેશભાઈ માવાણી તથા માન મ્યુનિ. કમિશનરશ્રી શ્રીમતિ શાલીની અગ્રવાલ (IAS) ધ્વારા મુલાકાત લઈ દિવ્યાંગ લાભાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવેલ.
મેળાનાં ઉદ્ઘાટન પ્રસંગે, માન. ડે. મેયરશ્રી ડો. નરેન્દ્રભાઈ પાટીલ, માન. નેતાશ્રી શાસકપક્ષ શ્રીમતી શશીબેન ત્રિપાઠી, મા. દંડકશ્રી શાસકપક્ષ શ્રી ધર્મેશભાઈ વાણીયાવાળા, સુરત મહાનગરપાલિકાના આનંદ-પ્રમોદ અને સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષા શ્રીમતિ સોનલબેન દેસાઈ તેમજ વિવિધ સમિતિના અધ્યક્ષશ્રીઓ તથા મ્યુનિ. સદસ્યશ્રીઓ હાજર રહી સ્વ સહાય જૂથોનાં સ્ટોલની મુલાકાત લઈ લાભાર્થી બહેનોને પ્રોત્સાહિત કરવામાં આવેલ.
#કતારગામ #સુરતસુધારન્યુઝ