27/10/2025
EC SIR Announcement: ચૂંટણી પંચે રાજધાની દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજીને મહત્ત્વની જાહેરાત કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું છે કે, બિહારની જેમ દેશના અન્ય 12 રાજ્યમાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR)નો બીજો તબક્કો શરૂ કરાશે. આ પ્રક્રિયા હેઠળ તમામ રાજ્યમાં મતદાર યાદીમાં નવા નામ ઉમેરવાનું, કાઢવાનું અને અન્ય ખામીઓ સુધારવાનું કામ કરાશે. હું બિહારના 7.5 કરોડ મતદારોને નમન કરું છું, જેમણે આ પ્રક્રિયામાં સક્રિય ભાગીદારી નિભાવી અને તેને સફળ બનાવી.
નોંધનીય છે કે, અત્યાર સુધી દેશમાં 1951થી 2004 વચ્ચે આઠ વખત SIR પ્રક્રિયા કરાઈ છે.