25/04/2023
આજે દિન-પ્રતિદિન દાતણ શબ્દ નવી પેઢી માટે અજાણ્યો્ બનતો જાય છે. ટુથ બ્રશ અને ટુથપેસ્ટ ના જમાનામાં છેલ્લા બે દાયકાથી દાતણ વપરાશકારો લુપ્ત્ થતા જાય છે. આજે મોટા ભાગના બાળકો અને વડીલો ટુથબ્રશનો ઉપયોગ કરતા જોવા મળે છે. જો કે આજે પણ અમુક વડીલો બજારમાંથી દાતણ લાવીને કરે છે.
પહેલાના દાયકામાં દેવીપૂજક સમાજના બહેનો દાતણ આપવા લોકોના ઘરે જતા. લોકો તેમને દાતણના બદલામાં પૈસા નહી પરંતુ તેઓને તેના બદલામાં અનાજ અથવા જમવાનું અપાતું હતું. વાર તહેવારે દાતણવાળા બહેનને વસ્તુઓ અપાતી. લોકોને દરરોજ તરોતાજા દાતણ મળતા હોવાથી ગામડામાં ભાગ્યે જ ટુથપેસ્ટનો ઉપયોગ થતો, પરંતુ બહાર ભણવા ગયેલા અને બહારગામથી આવતા મહેમાનો ટુથપેસ્ટ કરતા હોવાથી ગામડાના લોકો પણ ટૂથપેસ્ટંનો ઉપયોગ કરવા લાગ્યા. ગામડામાં જો કોઇ ટુથપેસ્ટનો ઉપયોગ કરે તો બધા તેની સામે કુતૂહલ ભાવે જોતા. આજે આ સ્થિતિમાં બદલાવ આવ્યો છે. આજે જો કોઇ દાતણ કરે તો આજની નવી પઢી તેની સામે વિસ્મયથી નિહાળે છે.
પહેલા દાતણની બજાર ભરાતી એક સાથે સાત થી આઠ લોકો દાતણ વેચવા બેસતા, લાંબી લાંબી દાતણની સોટીઓના ભારા લાવી તેના કટકા કરી બજારમાં વેચતા. પરંતુ આજે આ ધંધામાં લોકોને જરાય રસ નથી. આજે બહુ ઓછા લોકો આ ધંધામાં જોવા મળે છે અને દાતણ વેચવાના પરંપરાગત ધંધામાં નવી પેઢીને રસ નથી અને આ ધંધામાં એટલી કમાણી પણ નથી કે તેના દ્વારા ગુજરાન ચલાવી શકાય. આજે લોકો પોતાના સંતાનોને પરંપરાગત ધંધામાં લાવવા નથી માંગતા, તેઓ પણ પોતાના સંતાનોને ભણાવવાની ઇચ્છા ધરાવે છે. બદલાતા જતા સમય સાથે આજે લોકોની જીવનશૈલીમાં પણ પરિવર્તન થતું જોવા મળે છે. એક સમય એવો હતો કે લોકો રોજના હજારો દાતણ વેચીને પોતાનું પેટીયુ રળતા હતા. પરંતુ આવા વ્યવસાયમાં આજે હવે કોઇને રસ હોય તેવું જણાતું નથી.
મહર્ષિ વાગભટ્ટના મત અનુસાર દસેક પ્રકારના દાતણ આવે છે જે નીચે પ્રમાણે ના વૃક્ષ દ્વારા સરળતા થી ઉપલબ્ધ છે
કરંજ… લીમડો.. વડ.. આંબો… જાંબુડો
બાવળ.. ખીજડો.. ખેર.. આવેળ.. ગુલેર
અશોક (આસોપાલવ)… આમળા.. હરડે
આ ઉપર જણાવેલ તમામ વૃક્ષો ના દાતણ સદુપયોગ છે
આંબા નું દાતણ જેઠ મહિનામાં કરવાથી શરીર માં કફ નું સમસ્યા ઘટે છે, વાળ કાળા રહે છે અને તંદુરસ્તી આખું વર્ષ જળવાઈ રહે છે. આંબા નું દાતણ ત્યારે જ કરવું જ્યારે સાચી કેરી ની સાચી સિઝન ચાલુ થઈ જાય.
વર્ષ જળવાઈ રહે છે. આંબા નું દાતણ ત્યારે જ કરવું
જ્યારે સાચી કેરી ની સાચી સિઝન ચાલુ થઈ જાય.
લીમડા નું દાતણ હોળી પછી કરવું જોઈએ. આ દાતણ ઉનાળામાં ખાસ કરી ને ચૈત્ર વૈશાખ માં જરૂર કરવું જોઈએ. આ લીમડો અતિ ગુણકારી હોવાથી તે પિત નું શમન કરી ને ગરમી અને તજા ગરમી થી છુટકારો અપાવે છે.
લીમડા ના દાતણ ઉનાળામાં જ કરવું.
વડ નું દાતણ ચોમાસામાં કરી શકાય અને ઉનાળા માં પણ કરી શકાય. વડ ના દાતણ થી દાંત ના પેઢા મજબૂત થાય છે. વ્યસનના કારણે નબળા થયેલ દાંત સ્વસ્થ થાય છે.
ખેર નું દાતણ ગરમી માં કરવું જોઈએ જે ઉનાળામાં મોઢાના ચાંદાઓથી છુટકારો આપવે છે.
મોઢા ના ચાંદા ઓ થી છુટકારો આપવે છે.
બાવળ નું દાતણ (દેશી બાવળ) નો ઉપયોગ કોઈ પણ ઋતુ માં કરાય પણ ખાસ શિયાળામાં વધુ ઉપયોગી છે. આ દેશી બાવળ ના દાતણ માં સલ્ફર હોઈ જે માણસ ને વ્યસન મુક્તિ માટે ખૂબ જ ઉપયોગી થાય છે.
આમળા અને હરડે નું દાતણ કોઈ પણ ઋતુમાં કરાય, તેનું દાતણ નિરાપદ છે.
ઋતુ માં કરાય, તે નું દાતણ નિરાપદ છે.
તથા ગુલર, ખીજડો, ખેર.. આ પણ નિરાપદ દાતણ છે. આ સિવાય કણજી નું દાતણ મોઢામાં બનતું ખરાવ એસિડ પણ રોકે છે અને જેને દોડવામાં હાફ ચડતો હોઈ એમને આમળાના વૃક્ષ નું દાતણ કરવું જોઈએ.
કરંજ નુ દાતણ માત્ર કરવાથી મુખની દુર્ગ઼ધ દુર કરવાની સાથે સાથે દાંતમાં થતા પાયોરીયા નામક રોગ ને મટાડે છે, એ પણ માત્ર આઠ દસ દિવસ નિયમિત દાતણ કરવાથી સારી ફ્રેશનેસ પણ મળે છે.
આ તમામ પ્રકારના દાતણ ત્રણ મહિના જ પૂરતા કરવા ત્યાર બાદ કોઈ બીજા વનસ્પતિનું દાતણ લેવું. સીઝન પ્રમાણે.. રોટેશનમાં.
સીઝન પ્રમાણે.. રોટેશનમાં.
આ દાતણ 8 આંગળ લાબું ને એક આંગળ જાડુ લેવું અને રસદાર હોઈ એ લેવું. ચાવી ગયેલ દાતણ ને કાપી ને નવેસરથી દાતણ કરવું. દાતણ ને તાજું લઈ આવો તો વધુ સારું પણ જો ન મેળ આવે તો દાતણ કર્યા પછી વપરાયેલ ભાગ કાપી ને દાતણ ને પાણીમાં બોળી રાખવું .