Surat Channel Page

Surat Channel Page Surat City's Biggest News Channel

20/01/2024

Surat Channel Page

સુરત

સહિત સમગ્ર ભારત રામમય બની રહ્યું છે. જ્યાં જુઓ ત્યાં રામના નામનો રંગ જોવા મળી રહ્યો છે. 22 તારીખે રામ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા પહેલા જાણે દેશમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે, ત્યારે સુરતમાં પણ તેની તૈયારીઓ થઈ છે. સુરતના mouth ansd foot પેઇન્ટિંગ આર્ટિસ્ટ દ્વારા અયોધ્યા મંદિર માટે એક ખાસ પેઇન્ટિંગ કરવા તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં તેમના દ્વારા મોઢા વડે બ્રશ પકડીને રંગો પૂરવામાં આવી રહ્યા છે.મનોજ ભીંગરે સુરતના એક માત્ર આર્ટિસ્ટ છે જેઓ મોઢા અને પગથી પેઇન્ટિંગ કરી શકે છે. આખા ભારતમાં આવા 40 ચિત્રકારો છે અને ગુજરાતમાં માત્ર ત્રણ ચિત્રકારો એવા છે

20/01/2024

Surat Channel Page

સુરતના

ઉધના ખાતે આવેલ સોનલ ઇન્સ્ટ્રીયલમાં આગની ઘટના

સોનલ ઇન્સ્ટ્રીલ માં આવે મનપા વોર્ડ ઓફીસની બાજુ માં DGVCL ની ડી.પી.માં ધમાકા સાથે આગ ફાટી નીકળી હતી

જેમાં ડી.પી.માં ધમાકો તથા અને આગ લાગતા લોકો માં ભાગદોડ મચી હતી

જેમાં પાંડેસરા ફાયર ફાઇટર આવી પહોંચતા આગ કાબુ માં લીધી હતી

જેમાં આગ લાગવાની ઘટના માં ડી.પી.બળી ને ખાખ થઈ હતી અને કોઈ પણ પ્રકારની જાનહાની બની નહિ હતી

20/01/2024

Surat Channel Page

અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા ને લઈને ખુશીની લહેર

કાર સેવકોની મહેનત આખરે રંગ લાવી

કાર સેવકો આંદોલન કર્યા હતા અને જેલમાં પણ ગયા હતા

કાર સેવકોએ કપરા વાક્યો પણ સહન કર્યા હતા

સુરતમાં રહેતા કાર સેવકો નિવેદન આપતા કહ્યું કે દિવાળી જેવો માહોલ છે

દેશ વાસિઓમાં ઉત્સાહ નો માહોલ જોવા મળી રહ્યો છે


20/01/2024

Surat Channel Page

જામનગર

ના કાલાવડમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.. તેમાં વિદ્યાર્થીઓ માં અનેરો ઉસ્તાહ જોવા મળ્યો છે.કાલાવડ માં આવેલ શ્રી સરસ્વતી શિશુમંદિર શૈક્ષણિક સંકુલમાં આજ રોજ સમુહ વ્યાયામ કાર્યક્રમ હતો.. જેમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર મંદિર નિર્માણ મહોત્સવનાં ભાગ રૂપે રામનાં શબ્દ વિદ્યાર્થીઓ દ્વારા વ્યાયામ કરવામાં આવ્યું..વિદ્યાર્થીઓ દ્વારા અદભુત કલા કૃતિ રજૂ કરી..જય શ્રી રામ ના નાદ સાથે સંગ્રહ વાતાવરણ રામમય બની ગયું હતું.


Surat Channel Pageવડોદરાહરણી તળાવમાં 18 તારીખે ઘટેલી દુર્ધટનામાં અનેક લોકોના જીવ ગયા હતા.બંને બાળકોના મૃત્યુ થતા પરીવાર ...
20/01/2024

Surat Channel Page

વડોદરા

હરણી તળાવમાં 18 તારીખે ઘટેલી દુર્ધટનામાં અનેક લોકોના જીવ ગયા હતા.બંને બાળકોના મૃત્યુ થતા પરીવાર પર દુઃખનો આભ ફાટી પડ્યો હતો. ભારે હૈયે પરીવારના લોકોએ બંને બાળકોના અંતિમ સંસ્કાર કર્યા હતા. પરીવારના બંને બાળકોની અંતિમ યાત્રા નીકળતા લોકો હિબકે ચડ્યા હતા. મૃત્ક દીકરીની માતાએ વિલાપ કરતા જણાવ્યું હતું કે, મારી દીકરી અનન્ય પ્રેમની મુરત હતી.જારો મન્નતો અને મસ્જિદ દરગાહ ઉપર દુઆઓ માગ્યા બાદ મારી બાળકીનો જન્મ થયો હતો.



20/01/2024

Surat Channel Page

સુરત

સુરતના જવેલરી મેન્યુફેક્ચરર્સે 38 ગ્રામ રોસ ગોલ્ડની વીંટી પર રામ મંદિર બનાવ્યું 22 મીએ બેંગ્લુરુ, ચેન્નાઇ અને મુંબઈના જ્વેલર્સ એક સાથે સુરતમાં બનેલી રામમંદિરની સોનાની વીંટી લોન્ચ કરશે રોસ ગોલ્ડ વિટીના ઉપરના ભાગમાં રામ મંદિર બનાવવામાં આવ્યું છે એક સપ્તાહનો સમય વીટી બનાવતા થયો બે કારીગરોની મહેનત રંગ લાવી વીંટીની કિમત 1 25 લાખથી 3 લાખ સુધીની છે પ્રારંભમાં જવેલર્સ દ્વારા 178 નંગ વીંટીનાં ઓર્ડર મળ્યાં હતાં


20/01/2024

Surat Channel Page

સુરત બ્રેકીંગ

અયોધ્યાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સુરત ગુરુકુળમાં અનોખી ઉજવણી

વેડ રોડ સ્થિત આવેલા ગુરુકુળમાં માનવ સાંકળથી ધનુષબાણ તૈયાર કરવામાં આવ્યું

વિદ્યાર્થીઓએ ધનુષબાણની આકૃતિ બનાવી શ્રી રામ લખ્યું

અયોધ્યા માં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર દેશના લોકોમાં ઉત્સાહનો માહોલ

ત્યારે લોકો અલગ અલગ રીતે પોતાનો ઉત્સાહ વ્યક્ત કરી રહ્યા છે

ગુરુકુળના વિદ્યાર્થીઓએ શ્રીરામ શબ્દની સાથે ધનુષ્યની પ્રતિકૃતિ રચી રામજી પ્રત્યેની શ્રદ્ધા બતાવી


20/01/2024

Surat Channel Page

અયોધ્યા

માં રંગારંગ લાઇટિંગ અમૃત મહોત્સવમાં અદભુત નજારો રામની મહાકાય મૂર્તિ નિહાળવા લોકો ઉમટ્યા અમૃત મહોત્સવમાં ગુજરાત ના લોકો ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ ૭૫ લાખ દાન માં આપ્યા શબરીધામ ના આદિવાસીઓ અમૃત મહોત્સવમાં પહોચ્યા શબરીધામ ના બોર મહંત ને આપવામાં આવ્યા


20/01/2024

Surat Channel Page

જામનગર

ના કાલાવડ APMC દ્ધારા લેવાયો નિર્ણય...APMCના વેપારી એસોસિયેશન અને દલાલ મંડળ દ્વારા નો મહત્વનો નિર્ણય કર્યો જામનગર જિલ્લા ના કાલાવડ એપીએમસી બે દિવસ રહેશે બંધ રહેશે કાલાવડ APMCના વેપારી
એસોસિયેશન અને દલાલ મંડળ દ્વારા નો મહત્વનો નિર્ણય કર્યો અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને યાર્ડમાં ખરીદ વેચાણનું કામકાજ રાખશે બંધ યાર્ડમાં હરાજી સાથે યાર્ડમાં તમામ કામકાજ રહેશે બંધ 23 તારીખ મંગળવાર થી કાલાવડ એપીએમસી રાબેતા મુજબ ચાલુ..


19/01/2024

Surat Channel Page

સુરત

પૂર્વ પાસ નેતા અને ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલનું નિવેદન આજે સત્યનો વિજય થયો છે.સત્યનો હંમેશા વિજય થતો હોય છે વર્ષ 2017 ના કેસમાં કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે ન્યાયિક પ્રક્રિયા ઉપર અમને સંપૂર્ણ ભરોસો હતો ન્યાયિક પ્રક્રિયાનો હું હૃદય પૂર્વક આભાર માનું છું વિજાપુર થી કોંગ્રેસના ધારાસભ્યના રાજીનામા અંગે નિવેદન કોંગ્રેસમાં નેતાઓ સતત ગુંગળામણ અનુભવી રહ્યા છે
વિકાસના કામોમાં સહયોગ આપવા માટે કોંગ્રેસમાંથી છુટા થયેલા નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. 550 વર્ષ બાદ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામ નું મંદિર બની રહ્યું છે તેવામાં કોંગ્રેસમાંથી નેતાઓ ભાજપમાં જોડાઈ વિકાસના કામો વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે
ગુજરાતની જનતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્પષ્ટ જનાદેશ આપ્યો છે
જે બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્યો જીત્યા હતા ત્યાં કોઈપણ વિકાસના કામો થયા નથી વિકાસના કામોમાં મદદ પણ કરી નથી એટલા માટે કોંગ્રેસમાંથી નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે વડોદરા ની ઘટના અંગે હાર્દિકે દુઃખ વ્યક્ત કર્યું મૃતક બાળકોના માતા પિતાને ભગવાન શક્તિ પ્રદાન કરેવિકાસશીલ ગુજરાતમાં આ પ્રકારની ઘટના બનવી એ દુઃખની બાબત

Surat Channel Pageઅમદાવાદસીજે ચાવડા વિજાપુરના ધારાસભ્ય છે અને તેમણે વિધાસનભા અધ્યક્ષ શંકર ચૌધરીને કોંગ્રેસના ધારાસભ્ય પદ...
19/01/2024

Surat Channel Page

અમદાવાદ

સીજે ચાવડા વિજાપુરના ધારાસભ્ય છે અને તેમણે વિધાસનભા અધ્યક્ષ શંકર ચૌધરીને કોંગ્રેસના ધારાસભ્ય પદ પરથી પોતાનું રાજીનામું સોંપી દીધું છે.કોંગ્રેસના કાર્યકર્તાઓ સહિત ઘણાં નેતાઓને પણ આંચકો લાગ્યો છે. આવામાં હવે તેમનું રાજીનામું આપવાનું કારણ પાર્ટીની આંતરિક ગડમથલ જવાબદાર છે કે પછી પાર્ટીમાં પડેલા ફાંટાનો સવાલ જે વારંવાર ઉઠે છે તે છે? તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને અલવિદા કહેનારા સીજે ચાવડાને ભાજપમાં મોટી ભૂમિકા મળવા અંગેની અટકળો પણ શરુ થઈ ગઈ છે. આ સાથે લોકસભાની ચૂંટણી દરમિયાન પેટાચૂંટણી યોજાય તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.


Surat Channel Pageવડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી ન્યૂ સનરાઇઝ સ્કૂલના 82 વિદ્યાર્થીઓને હરણી તળાવ ખાતે પ્રવાસમાં લઇ જ...
19/01/2024

Surat Channel Page

વડોદરા

શહેરના વાઘોડિયા રોડ પર આવેલી ન્યૂ સનરાઇઝ સ્કૂલના 82 વિદ્યાર્થીઓને હરણી તળાવ ખાતે પ્રવાસમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં હરણી તળાવમાં બોટ પલટી જતા બે શિક્ષિકા અને 12 બાળકોના કરૂણ મોત નીપજ્યા છે. હરણી પોલીસ મથકે દાખલ કર્યો છે. આમાં ઇ.પી.કો.કલમ 304, 308,114 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સીએમ ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઘટના સ્થળ પર પહોંચીને પરિવારજનોને સાંત્વના આપી હતી.પરંતુ સદનસીબે 18 બાળકો અને 2 શિક્ષિકાઓનો બચાવ થયો છે. પરંતુ દુર્ભાગ્યવશ અનેક માતા-પિતાઓએ ભુલકાઓ ગુમાવ્યા છે. 12 બાળકો અને 2 શિક્ષિકાઓનું દુઃખદ મૃત્યુ થયા છે...



Address

Lal Darwaja
Surat
380001

Alerts

Be the first to know and let us send you an email when Surat Channel Page posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Surat Channel Page:

Share

Category