11/02/2026
Article: 14 કાયદો રાજાઓનો પણ રાજા છે; શું ખરેખર ભારત દેશમાં શક્ય છે? “કાયદો ભાષણ માટે નથી, પાલન માટે છે.”
“રીલ માટે કાયદો, રિયલ લાઈફમાં છૂટ?”
“વાહન ચાલકને અપમાનિત કરવો સરળ છે,
પણ પોતે જવાબદાર બનવું કઠિન છે.”
“કાયદો બધાને સમાન છે—
ખાખી હોય કે ખાનગી નાગરિક.”
બંધારણની કલમ 14 કહે છે:
“કાયદા સમક્ષ દરેક વ્યક્તિ સમાન છે અને કાયદાની સમાન સુરક્ષા મેળવવાનો અધિકાર ધરાવે છે.”
➡️ અર્થ સ્પષ્ટ છે:
• નાગરિક અને અધિકારી વચ્ચે
• ખાખી અને ખાનગી વચ્ચે
કાયદો અલગ નથી.
જો વાહન ચાલક માટે high beam, modification ગુનો છે, તો એ જ નિયમ અધિકારી માટે પણ લાગુ પડે.
⚖️ 2️⃣ MOTOR VEHICLES ACT, 1988
🚗 Section 52 – Vehicle Modification
વાહનનું કોઈપણ માળખાકીય ફેરફાર મંજુરી વગર કરવું ગેરકાયદેસર છે.
➡️ After-market LED lights
➡️ Modified headlights
➡️ Non-approved accessories
આ બધું Section 52નું ઉલ્લંઘન છે; ભલે ગાડી ખાનગી હોય કે સરકારી.
🚨 Section 190(2): Unsafe modification ધરાવતું વાહન ચલાવવું ગુનો છે.
High beam LED lights જો રોડ પર દૃશ્યતા ખલેલ કરે તો એ unsafe vehicle ગણાય.
⚖️ 3️⃣ Central Motor Vehicle Rules, 1989
🔦 Rule 106: Headlights એવી હોવી જોઈએ કે સામે આવતા વાહનચાલકને ચમકથી તકલીફ ન થાય.
High beam LED નો દુરુપયોગ સીધો Rule 106 નો ભંગ છે.
⚖️ 4️⃣ POLICE CONDUCT & DISCIPLINE
📘 Gujarat Police Manual / Service Rules
પોલીસ અધિકારી માટે:
• કાયદાનું પાલન કરવું
• જનતા સાથે સન્માનપૂર્વક વર્તવું
• પોતે ઉદાહરણ બનવું
👉 વાહન ચાલકોને અપમાનિત કરવું
👉 રીલ બનાવી તુંતારી કરવી
professional misconductમાં આવે છે.
⚖️ 5️⃣ SUPREME COURT PRINCIPLE
“Rule of Law is the basic structure of the Constitution.”
(S.P. Gupta v. Union of India)
➡️ Rule of Law એટલે:
• Selective enforcement નહીં
• Uniform application of law
• Accountability of authority
આ કોઈ વ્યક્તિ પર આરોપ નથી. પરંતુ જો અધિકારી પોતે જ કાયદાનું પાલન ન કરે, તો નાગરિકને પાસે અપેક્ષા રાખવી નકામી છે.
“ગામને શિખામણ આપતા પહેલા, પોતે શિખામણ લો; અહી સલાહ નહિ, rule of law એક સમાન કાયદાનું પાલન કરવાની જરૂર છે.”