Surat Channel

Surat Channel .............................................................................

26/11/2025

108 ના કેટલાક પાયલટો બન્યા બેફામ,
દર્દી ન હોય તો પણ 108 રોંગ સાઈડ હંકારે છે!

નવી સીવિલ માં દર્દી ને મૂકીને પરત
ફરતી એમ્બ્યુલન્સ નીકળે છે રોંગ સાઈડ

24/11/2025

સુરત માં તસ્કરો બેફામ
પુણા વિસ્તારમાં તસ્કરો બેફામ

ભાવના જ્વેલર્સ ને તસ્કરોએ નિશાન બનાવ્યું
તિજોરીને ગેસ કટરથી કાપવાનો પ્રયાસ કરાયો

દુકાનમાં બાકોરું પાડી
ને તસ્કરો પ્રવેશ્યા હતા

24/11/2025

સુરતના લિંબાયત પોલીસ સ્ટેશનમાં
એક યુવકે કર્યો આ*પઘાત

પોલીસ સ્ટેશનના ચોથા માળેથી પોલીસ
સ્ટેશનના કમ્પાઉન્ડમાં કૂદી કર્યો આ*પઘાત

21/11/2025

સુરતના સુંવાલી બીચ પર પોલીસ ચોકી તેમજ પોલીસ વોચ
ટાવરનું પોલીસ કમિશનર શ્રી ના હસ્તે લોકાર્પણ કરાયું

21/11/2025

સુરત શહેરમાં સુરભી ડેરીનું નકલી પનીર જથ્થો પકડાયા
બાદ આરોગ્ય વિભાગની સતત કાર્યવાહી યથાવત.

અલગ અલગ વિસ્તારોમાં આરોગ્ય વિભાગની
ટીમે ડેરીમાંથી લીધેલા સેમ્પલો અસુરક્ષિત..

ઘીના ચાર તેમજ ચીજના બે સેમ્પલોના
રિપોર્ટ અસંતોષકારક જાહેર થયા..

20/11/2025

સુરત ના પાલનપુર જકાતનાકા પાસે
સરસ્વતી પાર્ક ટાઉનશિપની ઘટના

ગ્રાઉન્ડ પ્લસ 3 માળની બિલ્ડિંગમાં દાદર તૂટી પડ્યો
ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી

19 લોકોની રેસ્ક્યુની કામગીરી કરાઈ
સદનસીબે કોઈ જાનહાનિ નહીં

20/11/2025

સુરતની બીઆરટીએસ બસ હવે મહિલા ચલાવશે

માત્ર મહિલાઓ માટે શરૂ કરાયેલી પિંક
બસ મહિલા ડ્રાઇવર સાથે રસ્તા પર દોડશે

સમગ્ર ગુજરાતમાં સુરતની પ્રથમ
બીઆરટીએસ બસ મહિલા ચલાવશે

20 મહિનાની શોધખોળ બાદ
સુરતને મહિલા ડ્રાઇવર મળ્યા

મહિલા ડ્રાઇવર સાથે પિંક બસ દોડાવવાની
મનપાએ 20 મહિના પહેલા કરી હતી જાહેરાત

સુરતના ongc કોલોની થી સરથાણા
નેચરપાર્ક સુધી શરૂ કરાઈ મહિલા પિંક બસ

ઇન્દોર થી મહિલા ચાલકને ખાસ બોલાવવામાં આવી
ઈન્દોરની નિશા શર્મા ગુજરાતની પહેલી બસ ડ્રાઇવર બની

નિશા શર્મા ઇન્દોરમાં ચાર વર્ષથી
બીઆરટીએસ બસ ચલાવી રહી છે

સુરતની મહિલાઓ નિશા
શર્માને જોઈ મેળવશે પ્રેરણા

જીવનમાં કોઈ જ કામ નાનું - મોટું નથી હોતું અને કોઈ
જ કાર્ય અશક્ય પણ નથી હોતું - નિશા શર્મા

19/11/2025

સુરત શહેરના વરાછા
વિસ્તારની ઘટના

વરાછા અંકુર સોસાયટી
પાસે ક્રેન ખાડામાં ખાબકી

દિવાળીબા ઇન્ડસ્ટ્રીઝમાં દીવાલ
ધરાશાઈ થતા ક્રેન નીચે પડી

મશીન ઉતારતી
વખતે ઘટના બની

રોડની બાજુમાં બાંધકામ માટે
ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો

ક્રેન નીચે પડતા ડ્રાયવર નીચે
કૂદી જતા જાનહાની ટળી હતી

19/11/2025

સુરત આરોપીની પત્નીને ફોન કરી જેલમાં સુવિધાના
નામે પૈસા પડાવનાર નકલી જેલર ઝડપાયો.

જેલમાં કેદ આરોપીના પરિવારને જેલર તરીકેની ઓળખ
આપીને પૈસા પડાવતા ગઠિયાને પોલીસે ઝડપી પાડ્યો.

સુરત લાજપોર જેલ ના જેલર ના નામે
રૂપિયા માંગતા ઓડિયો વાયરલ થયેલ.

બ્લેકમેઈલિંગના એક કેસમાં ફસાયેલા
આરોપીની પત્ની પર એક ફોન આવ્યો હતો.

જેમાં સામેની વ્યક્તિએ પોતાની ઓળખ લાજપોર
જેલના જેલર તરીકેની આપીને પૈસાની માંગણી કરી હતી.

ગઠિયાએ આરોપીની પત્નીને જેલમાં રહેવાની સુવિધા
પુરી પાડવા માટે 15 હજાર રૂપિયા માંગ્યા હતા.

આ બાબતનો ઓડિયો વાયરલ થતાં
સચિન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

પોલીસે બાતમીના આધારે રાજેશ
ત્રિવેદીને ઝડપી પાડ્યો હતો.

જેની પાસેથી અલગ-અલગ 6 જેટલા મોબાઈલ
ફોન તેમજ બેંકના ATM સહિતનો મુદ્દામાલ મળી આવ્યો.

19/11/2025

NO DRUG’S IN SURAT CITY” અભીયાન અંતર્ગત
ગાંજો 1 કિલો 142 ગ્રામ કિંમત રૂપિયા.57,100/- ના
મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી ઉધના પોલીસ
સર્વેલન્સ ટીમ તથા ઝોન 02 એલ સીબી ટીમ

19/11/2025

સુરત ની સારોલી પોલીસ
ઊંઘતી ઝડપાઈ

સુરતમાં સારોલી પોલીસ ની હદ માં
દારૂના અડ્ડા પર જનતા રેડ

કોંગ્રેસ નેતા એ લોકો અને કાર્યકર્તાઓ
ને સાથે રાખી ને કરી જનતા રેડ

સારોલી પોલીસને જાણ કરવા છતાં પોલીસ ન
આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા

Address

Ring Road
Surat

Website

Alerts

Be the first to know and let us send you an email when Surat Channel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share