20/03/2026
“સુરતની એક લારીથી શરૂ થયેલી આ સફર આજે હજારો પરિવારો સુધી શુદ્ધ સ્વાદ પહોંચાડી રહી છે. "શુદ્ધતા એ જ અમારો મંત્ર" ના સૂત્ર સાથે રાજેશ્વરી એગ્રો ફૂડ ઇન્ડસ્ટ્રીઝ આગામી સમયમાં નવા ઉત્સાહ સાથે આગળ વધવા સજ્જ છે.
સુરતની ગલીઓમાં ભજીયાની લારીથી શરૂ થયેલી સફર આજે બની ગુજરાતની શાનઃ 'રાજેશ્વરી એગ્રો ફૂડ'ની ૪૦વર્ષની તપસ્યાનું CM ના હસ્તે સન્માન
કામરેજ, સુરત.
જ્યારે આશય નેક હોય અને મહેનત અવિરત હોય, ત્યારે સફળતાના શિખરો આપોઆપ સર થાય છે. આ વાતને સાર્થક કરી બતાવી છે સુરતના ધંધુકિયા પરિવારે. તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયેલા TV9 ગુજરાતીના પ્રતિષ્ઠિત 'ગુજરાત બિયોન્ડ ગ્રોથ એવોર્ડ ૨૦૨૬' સમારોહમાં, જ્યારે મંચ પરથી રાજેશ્વરી એગ્રો ફૂડ ઇન્ડસ્ટ્રીઝનું નામ ગુંજ્યું, ત્યારે એ માત્ર એક એવોર્ડની જાહેરાત નહોતી, પણ ચાર દાયકાના પરસેવા અને પ્રામાણિકતાનું જાહેરમાં સન્માન હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના હસ્તે જ્યારે આ એવોર્ડ એનાયત થયો, ત્યારે આખું સદન ગૌરવથી ભરાઈ ગયું હતું.
૪૦ વર્ષની સફરઃ લારીથી લઈ લિંડીયાદવાળાના 'કેરીના રસ' સુધી
રાજેશ્વરી એગ્રો ફૂડની સફર
૧૯૮૬ : સુરતની ગલીઓમાં નાનકડી ભજીયાની લારીથી શરૂઆત.
૧૯૯૮ : કેરીના રસ (મેંગો પલ્પ) ના ક્ષેત્રમાં પદાર્પણ
૨૦૦૯ : વાઈબ્રન્ટ ગુજરાતમાં સહભાગી થઈ બિઝનેસનું વિસ્તરણ.
૨૦૧૭ : પૂજ્ય મોરારિબાપુની રામકથામાં લાખો ભક્તોની સેવા.
૨૦૨૬ : મુખ્યમંત્રીના હસ્તે 'ગુજરાત બિયોન્ડ ગ્રોથ' એવોર્ડથી સન્માનિત.
ત્રણ ભાઈઓની અતૂટ એકતાઃ સફળતાનો સાચો પાયો
"રાજેશ્વરી એગ્રો ફૂડની આ ૪૦ વર્ષની ભવ્ય સફર પાછળ શ્રી ભૂપેન્દ્રભાઈ, શ્રી ચેતનભાઈ અને શ્રી હિતેશભાઈની અતૂટ એકતા અને પરસ્પર વિશ્વાસ રહેલો છે. એક જ ધ્યેય અને સમાન સંસ્કારો સાથે ખભેખભો મિલાવીને કરેલી મહેનત એ સાબિત કરે છે કે, જ્યારે પરિવારના સભ્યો વચ્ચે સંપ હોય ત્યારે શૂન્યમાંથી પણ સર્જન કરી શકાય છે. આજે તેમની આ એકતા જ નવી પેઢી માટે પ્રેરણાનું ઝરણું બની છે.