
19/07/2025
હેલમેટ પહેરો👏🏻
મૃતક યુવક રાહુલ ઠાકોર અલથાણ ખાતે આવેલા એક કોચિંગ સેન્ટરમાં શેરબજારના ટ્રેનર તરીકે ફરજ બજાવતો હતો. ચાર દિવસ પૂર્વે જ તેણે આ નવા કોચિંગમાં ટ્રેનર તરીકેની જવાબદારી સંભાળી હતી. તેના જીવનમાં ખુશીઓનો માહોલ હતો, કારણ કે આ રવિવારે જ તેની સગાઈ થવાની હતી. આ ખુશીની ઘડીઓ માણી રહેલા રાહુલનું જીવન એક જ ક્ષણમાં છીનવાઈ ગયું. ઘટનાના દિવસે, રાહુલ તેના કોચિંગ સેન્ટરથી નજીકમાં આવેલી ચાની દુકાન પર ચા પીવા માટે બાઈક પર જઈ રહ્યો હતો. સામાન્ય રીતે તે દરરોજ નિયમિતપણે હેલ્મેટ પહેરતો હતો, પરંતુ કોચિંગથી ચાની દુકાન નજીક હોવાથી તેણે તે દિવસે હેલ્મેટ પહેરવાનું ટાળ્યું હતું.આ જ ક્ષણે કાળ બનીને આવેલી એક બેફામ રિક્ષાએ રાહુલની બાઈકને અડફેટે લીધી હતી. અકસ્માત એટલો ભયાવહ હતો કે, હેલ્મેટ વગર બાઈક ચલાવતા રાહુલને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે રાહુલને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, ટૂંકી સારવાર બાદ તેણે સિવિલ હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતા. આ સમાચાર વાયુવેગે પ્રસરતા જ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.મૃતક રાહુલના મોટાભાઈ ધનરાજભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે, ‘મારા નાના ભાઈની ઉંમર 28 વર્ષ હતી. ચાર દિવસથી જ તે નવી નોકરી પર જઈ રહ્યો હતો. આજે તેને રિક્ષાવાળાએ ઠોકી દીધો. અકસ્માત બાદ મારો ભાઈ બેભાન થઈ ગયો હતો. તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી.’ તેમણે વધુમાં જણાવ્યું કે, ‘હેલ્મેટ તે રોજે પહેરતો હતો. સોસાયટીની બહાર જાય તો પણ હેલ્મેટ પહેરતો હતો. કદાચ તે દિવસે હેલ્મેટ ઓફિસમાં મૂકી દીધું હતું. રવિવારે તેની સગાઈ માટે જવાના હતા. તે ખૂબ જ ખુશ હતો. અચાનક જ અમને કોલ આવ્યો અને અમે ગભરાઈ ગયા.’આ ઘટનાથી પરિવારના સભ્યો ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયા છે. રાહુલના અવસાનથી માત્ર પરિવાર જ નહીં, પરંતુ તેના વિદ્યાર્થીઓ અને સ્નેહીજનોમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો છે. પરિવારે બેફામ રીતે રિક્ષા ચલાવી રાહુલના જીવ લેનાર ચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.
વધુ માહિતી માટે અત્યારે જ ફોન કરો 9510070839 / 9227986875
Follow us more updates
દરરોજ સુરતને લગતી માહિતી મેળવો.