Payal Ranpariya

  • Home
  • Payal Ranpariya

Payal Ranpariya હસો અને હસાવો 🤪
Its a entertainment
Keep supporting ..આ પેઈજ માત્ર મનોરંજન માટે છે 🙏
(2)

17/08/2025

Welcome to vlog
Payal makeovar surat

પહેલીવારના પ્રેમની અનુભૂતિ કંઈક અલગ હોય ..!!તમને પ્રેમ કંઇ એમ ને એમ કાંઈ ફીલ ના થાય ..કોઈક વ્યક્તિને પ્રપોઝ કરી દેવાથી ક...
16/08/2025

પહેલીવારના પ્રેમની અનુભૂતિ કંઈક અલગ હોય ..!!
તમને પ્રેમ કંઇ એમ ને એમ કાંઈ ફીલ ના થાય ..
કોઈક વ્યક્તિને પ્રપોઝ કરી દેવાથી કે એનો ચહેરો ગમી જવાથી પ્રેમ ના થાય ..!!
એ વ્યક્તિ માટે મૂંઝારો ( મૂંઝવણ ) થવા માંડે ને ત્યારે પ્રેમ થાય , એ વ્યક્તિનો મેસેજ ફ્કત બે મિનિટ મોડો આવ્યો હોય ને હૃદય ધક ધક થવા લાગે ને એમ પ્રેમ થાય ..!!
એ વ્યક્તિ ક્યાંક ગઈ છે અને તમને તમારાં જીવ કરતાં વધારે એની ચિંતા થાય ને ત્યારે પ્રેમ થાય ..!!
એનાં ગાલ પર ખંજન પડે છે એનાથી પ્રેમ ના થાય , પ્રેમ એનાં સ્વભાવથી થાય , પ્રેમ એની કદર કરવાથી થાય , એની ચિંતા કરવાથી થાય ..!!
ધ્રુજારી આવે એને કાંઇ થાય ને તો ..!!
એક દિવસ એને તાવ આવે તો તમને ગરમી થવા લાગે , તમારો પરસેવો છૂટવા લાગે કે યાર એને કંઈક થઈ ગયું તો ??
એને પ્રેમ કહેવાય ..!!
પ્રેમ નું બીજું નામ દુઃખ છે ….




જે ઘરમાં સ્ત્રી ની ઈજ્જત ના થતી હોઈ એ ઘર નર્ક સમાન જ છે .. ઘણા ઘરોમાં સ્ત્રીઓ પણ પીડાતી હોઈ છે,જ્યાં પોતાનું જ જીવનસાથી ...
15/08/2025

જે ઘરમાં સ્ત્રી ની ઈજ્જત ના થતી હોઈ એ ઘર નર્ક સમાન જ છે .. ઘણા ઘરોમાં સ્ત્રીઓ પણ પીડાતી હોઈ છે,જ્યાં પોતાનું જ જીવનસાથી સમજી ના શકે ત્યાં પછી સ્ત્રી પાસે કોઈ રસ્તો નથી હોતો હા, એવી સ્ત્રીઓ ની વાત નહીં થતી જે પ્રેમી માટે પતિ ની હત્યા કરે પણ એ વફાદાર સ્ત્રી એ સંસ્કારી પરિવાર માંથી આવતી દીકરી જે કોઈના ઘરની પુત્રવધૂ બને છે જ્યારે તેનો જ પતિ ના સમજી શકે ત્યારે પુરુષ ફક્ત સ્ત્રીને ભોગવતા જ શીખ્યા છે,સમજતા નહીં,એટલા માટે પુરુષ અને સ્ત્રી વચ્ચેનો સંબંધ હંમેશા મૂંઝવણનો ભોગ બને છે,પ્રેમમાં પડેલી સ્ત્રી તમારી સાથે સૂવા કરતાં તમારી સાથે જાગવાનું વધુ પસંદ કરે છે,પરંતુ દુઃખની વાત છે કે આપણા સમાજની મોટાભાગની વસ્તી સ્ત્રીને જાતીય ઇચ્છા સંતોષવાના સાધન સિવાય બીજું કંઈ સમજી શકી નથી,મને આવા લોકોની વિચારસરણી પર દયા આવે છે. સ્ત્રી એ કોઈ ભોગવવાની વસ્તુ નથી, સ્ત્રી એ એવી શક્તિ છે જે મૃત્યુના ખોળામાં જઈને જીવનને જન્મ આપે છે…✍🏻




14/08/2025

લાગણી વ્યવહાર   હોય વેપાર નહીં ..!!આ શબ્દો જ લાગણી નું મહત્વ સમજાવી જાય છે ,અમુક સંબંધો અનુકૂળતા મુજબ ચાલતા હોઈ છે , જ્...
13/08/2025

લાગણી વ્યવહાર હોય વેપાર નહીં ..!!

આ શબ્દો જ લાગણી નું મહત્વ સમજાવી જાય છે ,અમુક સંબંધો અનુકૂળતા મુજબ ચાલતા હોઈ છે , જ્યારે વ્યક્તિ પાસે ટાઈમ હોઈ ત્યારે આખો દિવસ વાત કરતા હોઈ છે , નવું નવું હોઈ ત્યાં સુધી મન ભરી વાતો કરે પછી જ્યારે સમય બદલાય કે કોઈ બીજા વ્યક્તિ ની લાઇફ માં એન્ટ્રી થાય તો ખામીઓ દેખાવા લાગે , ઘણી વખત એવું પણ બને કે પાર્ટનર વાતો છુપાવવા લાગે ધીમે ધીમે પછી વિવાદો શરૂ થાય , લાગણી નો અંત થઈ જાય , જો આવું તમારી સાથે થયું હોય તો એક બીજાને ભૂલો ને focus કર્યા વગર આગળ વધો ગમે તેવા બગડેલા સંબધ સુધારી શકે છે …






પુરુષ એટલે શું?….બુલેટ જેવા ખડતલ bike પર લટકતું હાર્ટ shape નું કી ચેઇન.બાવળા સુધી ની બાયો ચડાવેલું પ્રેમિકા ની પસંદ નું...
12/08/2025

પુરુષ એટલે શું?….

બુલેટ જેવા ખડતલ bike પર લટકતું હાર્ટ shape નું કી ચેઇન.
બાવળા સુધી ની બાયો ચડાવેલું
પ્રેમિકા ની પસંદ નું ગુલાબી શર્ટ...
સાંજે ઘર ની શાક ભાજી લેતા સાથે લાવેલી દીકરી ની પસંદ ની ચોકલેટ....
ખાસમ ખાસ મિત્ર ને ગાળ દેતા ગળે લગાવી લેતો..
જેગુઆર જેવી ગાડી લઈ ને ૨૦૦ ની સ્પીડ માં ય ગાડી ચલાવતા kumar sanu ના રોમેન્ટિક સોંગ વગાડતો...
પત્ની, પરિવાર અને બાળકો ની જવાબદારી ને ચુપચાપ નિભાવતો પુરુષ, ક્યારેય પોતાની જવાબદારીઓ ગણાવતો નથી
રોજ સવારે ઘર થી ટિફિન લઈ ને નીકળી છેક રાત્રે ઘરે આવતો પુરુષ, વર્ષો વર્ષ એ ઠંડુ શાક, ગરમી થી ભીની થયેલી રોટલી ઓફિસ ના લંચ hour ma હસતા હસતા ખાઈ લેશે..
તેહવારો માં બધા ની શોપિંગ કરાવ્યા બાદ, પોતાના માટે બજેટ અનુરૂપ જ ખરીદશે
સ્ત્રી ઓ ની જેમ કોઈ દેકારો નહીં કે ના તો પોતાની અહેમિયત બતાવવાનું...
આપણા સમાજ માં હંમેશા પુરુષ ને લાગણી બતાવતા રોકવામાં આવ્યો
અરે રે તું પુરુષ થાય ને રડે છે???
એવું એને નાન પણ થી જ સમજાવવા માં આવે
અને જ્યારે એ ઇમોશનલ થાય ત્યારે ના તો એ રડી શકે કે ના તો ફરિયાદ કરી શકે.
એની પહોળી છાતી માં એક લાગણી ભરેલું દિલ પણ છે....
એના mature વ્યવહાર માં પણ એક બાળક વસે છે.
જે સ્ત્રી એ બાળક ને ઓળખી શકે એને તે પોતાની રાણી ની જેમ રાખે છે
અફસોસ છે કે આપણા સમાજ માં પુરુષ ની લાગણી ની કોઈ કિંમત નથી
ફેસબુક પર કોઈ સ્ત્રી પોતાની લાગણી ના રોદણા રોએ તો હજારો લોકો સાંત્વના આપસે, પણ પુરુષ ની એક પણ લાગણી વાડી પોસ્ટ હોય તો જાણે કે એને કોઈ ગુનો કર્યો હોય એવી કોમેન્ટ કરશે.
જો પુરુષ ને ઓળખી અને સમજી શકો તો એના થી સારો કોઈ દોસ્ત નથી.
બુલેટ પર નું ❤️ shape નું કી ચેઇન એનું પ્રમાણ છે. કે ખડતલ દિલ ની ચાવી પ્રેમ જ છે.
સમગ્ર પુરુષો ને સમર્પિત…સ્ત્રી ને કોઇ યુગ પુરૂષ ની જરૂર નથી હોતી , એને એવા પુરુષ ની જરૂર છે જી આ ત્રણ શબ્દ કહે હું છું ને તારી સાથે….




Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Payal Ranpariya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share