Havaman khata

Havaman khata Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Havaman khata, Media, Surat.

02/09/2024

ગુજરાત પર ત્રાટકવાના ડિપ્રેશનની ટાઈમલાઈન🌧⛈️🌧

બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડીપ્રેશનની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે અને ભારે વરસાદની આગાહી પણ છે આ ડિપ્રેશન ગુજરાતમાં 3 તારીખના રોજ સવારના 6 કલાકથી ગુજરાતમાં પ્રવેશશે અને રાજ્યમાં તબાહી મચાવવાનું શરૂ કરી દેશે...
🌧⛈️🌧⛈️🌧⛈️🌧⛈️🌧⛈️🌧⛈️🌧⛈️🌧
3 તારીખ સવારે 6 કલાકે ગુજરાતમાં પ્રવેશનાર આ ડિપ્રેશન 9 વાગ્યા સુધી સુરત પહોંચી જશે અને સુરતમાં ભયંકર વરસાદ થવાની આગાહી છે
🌧⛈️🌧⛈️🌧⛈️🌧⛈️🌧⛈️🌧⛈️🌧⛈️🌧
આ ડિપ્રેશનને પગલે સૌથી વધારે ખરાબ હાલત વડોદારાની રહેશે. વડોદરામાં બપોરના 2થી રાતના 8 કલાક સુધી આ ડિપ્રેશન સ્થિર રહેશે. જેને પગલે અહીં ભારે વરસાદ પડે તેવી પૂરી સંભાવના છે. વડોદરા વાસીઓ માટે કાલનો દિવસ અતિભારે રહેશે. વડોદરામાં ભારે વરસાદ થવાની સંભાવના છે
🌧⛈️🌧⛈️🌧⛈️🌧⛈️🌧⛈️🌧⛈️🌧⛈️🌧⛈️
4 તારીખે વહેલી સવારે ડિપ્રેશનની અસરથી અમદાવાદ પણ બાકાત નહીં રહે. અમદાવાદમાં વહેલી સવારે ભારે વરસાદ થાય તેવી સંભાવનાઓ છે. આ ડિપ્રેશન મહેસાણાને પણ ઘમરોળી નાખશે. છેક કચ્છ સુધી આ દિવસે અસર દેખાશે. ઉત્તર ગુજરાતમાં આ દિવસે અને સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.

20/05/2024

ગુજરાતમાં આગાહી🌪🌪🌪🌧

Heat wave😡
20/05/2024

Heat wave😡

તા. ૧૮/૫/૨૦૨૪ ના રોજ હવામાન વિભાગ દ્વારા *ઓરેન્જ એલર્ટ* જાહેર કરવામાં આવેલ છે એટલે કે તાપમાન ૪૩' ડીગ્રી થી ૪૫' ની વચ્ચે ...
18/05/2024

તા. ૧૮/૫/૨૦૨૪ ના રોજ હવામાન વિભાગ દ્વારા *ઓરેન્જ એલર્ટ* જાહેર કરવામાં આવેલ છે એટલે કે તાપમાન ૪૩' ડીગ્રી થી ૪૫' ની વચ્ચે રહેવાની શક્યતા છે.

તેમજ તારીખ 19 થી 23 ની વચ્ચે મહત્તમ તાપમાન 43 ડિગ્રી ની આસપાસ રહેવાની શક્યતા છે.

આ પરિસ્થિતિમાં *ગુજરાત આરોગ્ય વિભાગ* દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવે છે કે,

(૧) બહાર જતી વખતે પાણીની બોટલ સાથે રાખવી.

(૨) પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવા જોઈએ જેમ કે પાણી, લીંબુ શરબત, છાશ, નાળિયેર પાણી અથવા અન્ય પ્રવાહીનું સેવન કરવું.

(૩) તાજા ફળો અને શાકભાજી ખાવા જોઈએ.

(૪) તીખુ ખાવાનું ટાળો, તેમજ આહારમાં વધુ પડતું પ્રોટીન અને વાસી ખોરાક લેવાનું ટાળો.

(૫) ચા કોફી અને સોડા વાળા પીણાં પર નિયંત્રણ રાખો.

(૬) બહાર જતી વખતે છત્રી/ટોપી/સ્કાર્ફ સાથે રાખવું જોઈએ.

(૭) લાંબો સમય તડકામાં ન રહેવું, આચ્છા રંગના તેમજ ઢીલા સુતરાઉ કપડાં પહેરવાં.

(૮) કામ કરતી વખતે થોડા થોડા સમયે વિરામ લેવો જોઈએ, અને ઠંડક વાળા સ્થળો પર સમયાંતરે આરામ કરવો.

(૯) નાના બાળકો, વૃદ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવું.

*લૂ લાગવાના લક્ષણો*

• ગરમીની અળાઈઓ

• ખુબ પરસેવો થવો અને અશક્તિ લાગવી.

• માથાનો દુ:ખાવો,ચક્કર આવવા,

• ચામડી લાલ-સુકી અને ગરમ થઈ જવી.

• સ્નાયુઓમાં દુ:ખાવો અને અશક્તિ આવવી.

• ઉબકા અને ઉલ્ટી થવી.

*વારંવાર પાણી પીશું - ગરમીથી બચીશું*

આ મેસેજને મહત્તમ લોકો સુધી પહોંચાડવા વિનંતી.

13/07/2022
Good News for South Gujarat
07/09/2021

Good News for South Gujarat

Aagahi
13/07/2021

Aagahi

વાવાઝોડા બાદ ગરમી વધશે આજની
20/05/2021

વાવાઝોડા બાદ ગરમી વધશે આજની

05/07/2017

Samanya karta vadhare varsad rahese... Kheduto khush rahese...

Address

Surat

Website

Alerts

Be the first to know and let us send you an email when Havaman khata posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category