12/08/2026
"રક્ષણ આપવા બનેલી દીવાલ જ પૂર સામે હારી ગઈ..!" 🌊
૮૭ કરોડના બજેટમાં 'સિમેન્ટ' ઓછો ને 'બહાના' વધારે..?
જે દીવાલનું મૂળ કામ જ પૂરના પાણી સામે રક્ષણ આપવાનું હતું, તે દીવાલ પૂરના સામાન્ય પ્રવાહમાં જ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ..! નવસારીની ઘટના સરકારી નિર્માણકાર્યોમાં ચાલતી વેઠ અને લોલંલોલનું જીવંત ઉદાહરણ છે..
નવસારી પાસે પૂર્ણા નદી પર ૮૭ કરોડના અધધ ખર્ચે બની રહેલા ટાઈડલ ડેમનું કામ હજુ તો પૂરું પણ નહોતું થયું, ત્યાં જ કસ્બા અને વીરવાળ ગામ તરફની પ્રોટેક્શન વોલ કડડભૂસ થઈ ગઈ..
અહીં હસવું કે રડવું એ નથી સમજાતું:
અધિકારીઓનો અજીબ ખુલાસો: સિંચાઈ વિભાગના ઈજનેર સાહેબ કહે છે કે "પૂરના પાણીના કારણે આ નુકસાન થયું છે..!" હવે સવાલ એ થાય કે, જો પ્રોટેક્શન વોલ પૂરનું પાણી જ સહન ન કરી શકે, તો તેને બનાવી જ શા માટે હતી..?
ગુણવત્તા અને ટેકનિકલ પ્લાનિંગ શૂન્ય: શું ડેમની ડિઝાઇન બનાવતી વખતે કે મટીરિયલ વાપરતી વખતે નદીના વહેણનો કોઈ અભ્યાસ જ નહોતો કરાયો..?
ડેડલાઈન ગાયબ: મે મહિના સુધીમાં જે કામ પૂરું કરવાનું હતું, તે લંબાયા કર્યું અને ગુણવત્તાના નામે મીંડું સાબિત થયું..
🗣️ ચાલો, આ મુદ્દે ખુલ્લી ચર્ચા કરીએ:
દર વખતે "પૂરનું પાણી" કે "પ્રાકૃતિક આફત"નું બહાનું ધરીને પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા રફે-દફે કરી દેવાય છે..
તમારું શું માનવું છે..? આવા કિસ્સામાં માત્ર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાથી કામ ચાલશે, કે પછી નબળું સુપરવિઝન કરનારા અધિકારીઓ સામે પણ ફોજદારી કાર્યવાહી (Criminal Case) થવી જોઈએ..?
તમારો રોકડો મત કોમેન્ટમાં જરૂરથી આપો..! 👇
Story Published in Sandesh