
05/05/2025
*ધોરણ 10 અને 12 ના પરિણામ પછી શું?*
વ્હાલા વિધાર્થી મિત્રો ધોરણ 10 અને 12ના પરિણામો આવ્યા છે. જેને સફળતા મળી છે તેમને અભિનંદન, જેમને અપેક્ષિત સફળતા નથી મળી તેમને બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. માત્ર એક પરિણામ તમારું ભવિષ્ય નક્કી કરતું નથી. હા પરંતુ આપની ધારી સફળતા નહી મળવા પાછળના પરિબળોનું વિશ્લેષણ કરવું જોઈએ. જે પરિબળો આપણા હાથ માં નથી તેના વિશે ન વિચારવું જોઈએ. આગળના શૈક્ષણીક જીવન માટે રસરુચિ અને અભિયોગ્યતાને ધ્યાનમાં રાખવા જોઈએ. જરુર જણાય તો કારકિર્દી માગૅદશૅક અથવા મનોવૈજ્ઞાનિક પાસે સલાહ લેવી જોઈએ. દરેક વ્યક્તિ પાસે કોઈ ને કોઈ વિશેષ ક્ષમતા રહેલી હોય છે. આ ક્ષમતાને ઓળખી તેને તીક્ષ્ણ બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. 'હવે પછી શું?' નોજ વિચાર કરવો જોઇએ.
*વાલી અને પરીવારની વિશેષ જવાબદારી*
જ્યારે બાળકનું પરિણામ આવે છે ત્યારે તેના સારા પરિણામ થી વધુ ઉત્સાહિત પણ ન થવું જોઈએ. જ્યારે નબળા પરિણામ થી વધુ નકારત્મક પણ ન થવું જોઈએ. કારણકે આ બંને નુકશાન કારક હોય શકે છે. જયારે વધુ ઉત્સાહ થી વિધાર્થી બેફિકર અને નકારત્મક ટિપ્પણીઓ થી હતાશ અને નિરુત્સાહી બની શકે છે. આથી વાલી એ બાળકોનું યોગ્ય સલાહ કાર્ય કરવું જોઈએ. તેમને માર્યાદિત રાજીપા સાથે આગળની કારકિર્દી માટે ગંભીરતા સાથે માગૅદશૅન આપવું જોઈએ. જરુર જણાય તો વ્યવસાયિક માગૅદશૅન પણ મેળવવું જોઈએ.
આપણે એવા ઘણા કિસ્સાઓ જોઈએ છીએ કે બોર્ડની પરિક્ષામાં ખૂબ સારું પરિણામ ધરાવતું બાળક આગળની શૈક્ષણીક અને વ્યવસાયિક કારકિર્દીમાં નિષ્ફળ ગયો હોય, જ્યારે બોર્ડ માં નિષ્ફળ વ્યકિત આગળના જીવન માં ખુબજ સફળતા મેળવી હોય. આનો ટુંકો અર્થ એ છે કે બોર્ડના પરિણામનો પ્રભાવ શૂન્ય છે. લક્ષ્ય કેન્દ્રિત અને મહેનત સાથેની યોગ્યતા જ જીવન માં સાચી સફળતા અપાવે છે. આગળના જીવન માટે સર્વે વિધાર્થી મીત્રોને શુભકામનાઓ.
*ડો. પ્રતીક આચાર્ય*
(લેખકના અંગત વિચારો)