Samrat samachar Talaja

Samrat samachar Talaja સમ્રાટ સમાચાર

તળાજા પંથકનો શખ્સ પાસાતળે જેલ હવાલે
19/06/2025

તળાજા પંથકનો શખ્સ પાસાતળે જેલ હવાલે

વરલી મટકા નો જુગાર રમતો શખ્સ ઝડપાયો*રોકડ રૂ.૧૨,૭૧૦/-ના મુદ્દામાલ સાથે વરલી મટકાના આંકડાનો હારજીતનો જુગાર રમતા ઇસમને ઝડપી...
19/06/2025

વરલી મટકા નો જુગાર રમતો શખ્સ ઝડપાયો
*રોકડ રૂ.૧૨,૭૧૦/-ના મુદ્દામાલ સાથે વરલી મટકાના આંકડાનો હારજીતનો જુગાર રમતા ઇસમને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ*

*પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર* તથા *પોલીસ અધિક્ષક ડો. શ્રી હર્ષદ પટેલ સાહેબે* ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

તા.૧૮/૦૬/૨૦૨૫ના રોજ ભાવનગર,એલ.સી.બી.ના માણસો મહુવા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમિયાન *બાતમી મળેલ કે,* અહી આગળ કલ્પેશ ઉર્ફે લાલો ઉર્ફે લોબડી રામજીભાઇ ચૌહાણ રહે.વીટીનગર, મહુવાવાળો બ્રાઉન તથા સફેદ કલરનુ ટી શર્ટ તથા સ્કાય કલરનુ પેન્ટ પહેરીને નવા જાપા, ગોપનાથજી ના ડેલા પાસે ઉભેલ છે અને જાહેરમાં માણસો ભેગા કરી પૈસાની આપ-લે કરી વરલી મટકાના આંકડાનો રમી-રમાડે છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં નીચે મુજબનાં માણસ વરલી-મટકાના આંકડાનો હાર-જીતનો જુગાર રમતાં પકડાય ગયેલ. તેઓ વિરૂધ્ધ મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.

*આરોપીઃ-*
કલ્પેશ ઉર્ફે લાલો ઉર્ફે લોબડી રામજીભાઇ ચૌહાણ ઉ.વ.૩૯ રહે.યોગેશ્વર એપાર્ટમેન્ટ,વીટીનગર, મહુવા

*કબ્જે કરેલ મુદ્દામાલઃ-*
વરલી મટકાના આંકડા લખેલ સાહિત્ય, પેન-૦૧ તથા રોકડ રૂ.૧૨,૭૧૦/- મળી કુલ રૂ.૧૨,૭૧૦/-નો મુદ્દામાલ

*કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-*
પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળાસાહેબના માર્ગદર્શન હેઠળ સ્ટાફના અશોકભાઇ ડાભી, અરવિંદભાઇ બારૈયા, તરૂણભાઇ નાંદવા, પ્રવિણભાઇ ગળસર

*મતદાનના દિવસે મતદાન મથકની ૧૦૦ મિટરની ત્રિજયામાં અનઅધિકૃત વ્યકિતએ પ્રવેશ કરવા પર પ્રતિબંધ*------માહિતી બ્યુરો, ભાવનગર રા...
18/06/2025

*મતદાનના દિવસે મતદાન મથકની ૧૦૦ મિટરની ત્રિજયામાં અનઅધિકૃત વ્યકિતએ પ્રવેશ કરવા પર પ્રતિબંધ*
------
માહિતી બ્યુરો, ભાવનગર

રાજય ચૂંટણી આયોગ દ્વારા રાજયની ગ્રામ પંચાયતોની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે. જે અનુસાર ભાવનગર જિલ્લાની કુલ-૪૬૬ ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણી યોજાનાર છે.

તા.૨૨/૦૬/૨૦૨૫ના રોજ મતદાનની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.જે સંદર્ભે મુકત અને ન્યાયી રીતે ચૂંટણી યોજાય તે માટે મતદાનના દિવસે સુલેહ, શાંતિ તથા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ભાવનગર જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ડૉ.મનીષ કુમાર બંસલે‌‌ તેમને મળેલ સત્તાની રૂઇએ મતદાન મથકની અંદર તથા મતદાન મથકથી ૧૦૦ મીટરના અંતરમાં આવેલ વિસ્તારમાં કોઇપણ વ્યકિતએ નીચે મુજબના કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

મત માટે પ્રચાર કરવા પર,મતદારોને ધાક-ધમકી આપીને કે રંજાડીને મતદાન કરવા જતા અટકાવવા પર,અમુક ઉમેદવારને મત ન આપવા માટે કોઇ મતદારને સમજાવવા પર,કોઇ મતદારને ચૂંટણીમાં મત ન આપવા સમજાવવા પર,ચૂંટણીને લગતી (સરકારી નોટીસ સિવાયની) કોઈ નોટીસ કે નિશાની પ્રદર્શિત કરવા પર,સેલ્યુલર/મોબાઇલ ફોન, કોડલેસ ફોન, પેજર, વાયરલેસ સેટ અને અન્ય વિજાણુ સંદેશાવ્યવહારના સાધનો લઇ જવા પર, વાહનો સાથે આવવા પર,મતદાન મથકમાં મતદાન માટે આવેલ મતદાર, ઉમેદવાર તથા ચૂંટણી આયોગે અધિકૃત કરેલ વ્યક્તિ સિવાયની વ્યક્તિએ પ્રવેશ કરવા પર, રાજકીય પક્ષોના પ્રતિકો કે ઉમેદવારોના પ્રતિકો લાવવા પર કે કોઇ નિશાનીઓ રાખવા પર અને કોઇપણ પક્ષના ચિન્હવાળી સ્લીપો વહેંચવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

નીચે મુજબના કૃત્યો પ્રતિબંધિત રહેશે નહીં.જેમાં મતદાન મથકમાં પ્રવેશવા માટે મતદારોએ એક લાઇનમાં ઉભા રહેવા પર. પરંતુ સ્ત્રી મતદારો માટે અલગ લાઇનની વ્યવસ્થા હોય તો તેઓએ અલગ લાઇનમાં ઉભા રહેવાનું રહેશે.મતદારોએ મતદાન મથકમાં એક પછી એક વારાફરતી ક્રમમાં પ્રવેશવા પર. મતદારોએ મત આપ્યા બાદ તુર્ત જ મતદાન મથક છોડી દેવાનું રહેશે.

આ હુકમમાં કાયદો અને વ્યવસ્થાના ઇન્ચાર્જ અધિકારીઓ અને મતદાન મથક નજીક ફરજ ઉપર મુકેલ સલામતી કર્મચારીઓ, ચૂંટણી આયોગે નિમેલ નિરીક્ષકો અને ચૂંટણી ફરજ પરના‌ અધિકારીશ્રીઓ સહિતના મતદાનની ફરજોનો હવાલો ધરાવતા અધિકારીઓ/કર્મચારીઓ અપવાદ છે.

આ હુકમનું ઉલ્લંઘન કરનાર અથવા ઉલ્લંઘન માટે મદદ કરનાર શખ્સ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ સજાને પાત્ર થશે.

આ જાહેરનામું ભાવનગર જિલ્લાની ચૂંટણી હેઠળની ગ્રામ પંચાયતોમાં સમાવિષ્ટ વિસ્તાર પૂરતું લાગુ પડશે.

આ જાહેરનામાનો અમલ તા.૨૨/૦૬/૨૦૨૫ના રોજ મતદાનની કામગીરી પુર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે.
૦૦૦

*ગ્રામ પંચાયતોની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫*---*મતદાનના દિવસે મતદાન મથકની ૨૦૦ મીટરની ત્રિજયામાં ચાર કરતા વધુ માણ...
18/06/2025

*ગ્રામ પંચાયતોની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫*
---
*મતદાનના દિવસે મતદાન મથકની ૨૦૦ મીટરની ત્રિજયામાં ચાર કરતા વધુ માણસોએ ભેગા થવા પર પ્રતિબંધ*
----
માહિતી બ્યુરો,ભાવનગર

રાજય ચૂંટણી આયોગ દ્વારા રાજયની ગ્રામ પંચાયતોની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫ નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે. જે અનુસાર ભાવનગર જિલ્લાની કુલ-૪૬૬ ગ્રામ પંચાયતોની સામાન્ય /વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણી યોજાનાર છે.

ઉક્ત ચૂંટણીમાં મતદાન તા.૨૨/૬/૨૦૨૫ ના રોજ નિયત કરવામાં આવેલ મતદાન મથકો ઉપર યોજાનાર હોય જેથી નિયત કરેલા મતદાન મથકોએ મતદાન સરળ અને શાંતિપૂર્ણ રીતે થાય જાહેર સુલેહ-શાંતિ તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ભાવનગર‌ જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ડૉ. મનીષ કુમાર બંસલે મળેલ સત્તાની રૂઇએ ફરમાવ્યું છે કે,તા.૨૨/૦૬/૨૦૨૫ ના રોજ સવારના ૭:૦૦ કલાકથી નિયત કરેલા મતદાન મથકોએ મતદાનની કામગીરી પુરી થાય તે સુધીના સમય તેમજ મતદાનને લગતી અન્ય કામગીરી પૂર્ણ થાય તે સમય સુધી નિયત કરવામાં આવેલ મતદાન મથકોના ૨૦૦ મીટરના વિસ્તારમાં ચાર કરતા વધારે માણસોએ ભેગા થવું નહી.

આ હુકમ નીચેનાઓને લાગુ પડશે નહી.જેમાં ચૂંટણી અંગેની કામગીરીમાં રોકવામાં આવેલ ચૂંટણી ફરજ માટેના સરકારી અધિકારી અને કર્મચારીઓને,કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ફરજ ઉપર મુકાયેલ પોલીસ અધિકારી-કર્મચારી તથા હોમગાર્ડને,ચૂંટણી લડતા ઉમેદવારો/ચૂંટણી એજન્ટ/મતદાન એજન્ટને તથા ચૂંટણી અધિકારીશ્રીઓ તથા ચૂંટણી આયોગ દ્વારા અધિકૃત કરવામાં આવે તે સ્ટાફને અને અધિકૃત મતદારોને મત આપવા જતા તેમજ મતદાન પછી પરત આવવા સુધીના સમય સુધી લાગું પડશે નહીં‌

આ હુકમનું ઉલ્લંઘન કરનાર અથવા ઉલ્લંઘન માટે મદદ કરનાર શખ્સ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ સજાને પાત્ર થશે.

આ જાહેરનામું ભાવનગર જિલ્લાની ચૂંટણી હેઠળની ગ્રામ પંચાયતોમાં સમાવિષ્ટ વિસ્તાર પુરંતુ લાગુ પડશે.

આ જાહેરનામાનો અમલ તા.૨૨/૦૬/૨૦૨૫ થી મતદાનની કામગીરી પુર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે.
૦૦૦૦

16/03/2025

તળાજામાં એકપણ ધાર્મિક સ્થળ તોડવામાં નહીં આવે

19/02/2025

મહુવા: ભરતસિંહ વાળા દ્વારા પ્રતિક્રિયા

17/01/2025

બાપાના દર્શને માનવ મહેરામણ ઉમટયો

03/12/2024

આરોપીનો વરઘોડો તો નીકળશે ભાઈ આવું કોણે કહ્યું?

જુઓ ગૂગલ ના ભરોશે ત્રણે જીવ ગુમાવ્યા
28/11/2024

જુઓ ગૂગલ ના ભરોશે ત્રણે જીવ ગુમાવ્યા

23/11/2024

તંત્રના પાપે લાખો રૂપિયાની સાયકલો ધૂળ ખાઈ રહી છે

13/11/2024

તળાજા તાલુકા કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.27 નવેમ્બરના રોજ યોજાશે

તળાજા તાલુકાની જનતાને જાણ કરવામાં આવે છે કે રાજ્ય સરકારનાં આદેશ અનુસાર તા.૨૭/૧૧/૨૦૨૪ ને બુધવારનાં રોજ સવારનાં ૧૧-૦૦ કલાકે મામલતદાર કચેરી,તળાજા ખાતે સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ અધ્યક્ષશ્રી પ્રાંત અધિકારીશ્રી, પ્રાંત કચેરી તળાજાના અઘ્યક્ષ સ્થાને ગ્રામ્ય કે તાલુકા કક્ષાનાં પ્રશ્નોનો નિકાલ કરવા માટે રાખવામાં આવેલ છે.

આથી પ્રશ્નો માટે અરજદાર પાસેથી તા.૧૫/૧૧/૨૦૨૪ સુધીમાં આધાર પુરાવા સાથે અરજી મંગાવવામાં આવે છે.પ્રશ્ન રજુ કરવા માટે જે તે અરજદારે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમનાં મથાળા નીચે મામલતદારશ્રી,તળાજાને પુરાવા સાથે અરજી કરવાની રહેશે.આ કાર્યક્રમમાં અરજી રજુ કરતાં પહેલા ગ્રામ્ય કે તાલુકા કક્ષાએ સબંઘીત કચેરીને અરજી કરેલી હોવી જોઇએ અને તે અનિર્ણીત હોવી જોઇએ.આ કાર્યક્રમમાં અરજદારે જાતે રૂબરૂ હાજર રહી એક જ વિષયને લગતી રજુઆત કરી શકાશે.સામુહિક રજુઆત કરી શકાશે નહિ.આ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા નીતી વિષયક બાબતો સિવાયની અરજીઓ સ્વિકારવામાં આવશે.જેની જાહેર જનતાને જાણ કરવામાં આવે છે.

Address

Talaja
Talaja
364140

Telephone

+919925539923

Website

Alerts

Be the first to know and let us send you an email when Samrat samachar Talaja posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Samrat samachar Talaja:

Share