S.p.vidhamandir piluda

S.p.vidhamandir piluda શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર પીલુડા

આજ રોજ શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર પીલુડા ખાતે ધર્મરત્ન જયંતસૈન સુરીશ્વરજી ગુરુ મહારાજના શિષ્ય રત્ન શ્રી નિત્યસેન ...
05/03/2024

આજ રોજ શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર પીલુડા ખાતે ધર્મરત્ન જયંતસૈન સુરીશ્વરજી ગુરુ મહારાજના શિષ્ય રત્ન શ્રી નિત્યસેન સુરીશ્વરજી મહારાજ સાહેબ અને જય રત્ન સાહેબના આજ્ઞાનુવર્તી નારોલીરત્ન શ્રી ચારિત્ર્યરત્નવિજયજી મહારાજ સાહેબ તથા પીલુડારત્ન મ.સા. નિક્ષેપરત્નવિજયજી મહારાજ સાહેબ શાળામાં એમના ચરણ કમળ થકી શાળામાં પાવન પગલાં કર્યા અને બાળકોને વ્યસનમુક્તિ સમાજનું નિર્માણ અને ઉત્તમ સંસ્કારો થકી ઉત્તમ સમાજનું નિર્માણ થાય તેવો જીવનનો ઉપદેશ આપી બાળકોને આશીર્વાદ આપ્યા હતા.

ગીરનાર પ્રવાસ
24/02/2024

ગીરનાર પ્રવાસ

આજે શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર પીલુડા ખાતે રાષ્ટ્રીય પર્વ એવા 77 માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી.આ કાર્યક...
15/08/2023

આજે શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર પીલુડા ખાતે રાષ્ટ્રીય પર્વ એવા 77 માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી.આ કાર્યક્રમ ના ભાગ રૂપે તાલુકા પંચાયતના સદસ્ય બળવંતસિંહજી ચૌહાણના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ.આ કાર્યક્રમ માં બનાસકાંઠા જિલ્લા કિશાન સંઘના પૂર્વ પ્રમુખ કાનજીભાઈ પટેલ તથા બહોળી સંખ્યામાં વાળીઓ ઉપસ્થિત રહ્યા હતા શાળાના બાળકોએ ખૂબ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.શાળા આચાર્યશ્રીએ સૌને આવકાર્યા હતા અને શાળાના પ્રમુખ શ્રી નરેશભાઇ ચૌધરી આભાર વિધિ કરી કાર્યક્રમ ને પૂર્ણ જાહેર કર્યો હતો..

28/03/2023
તા.25/3/23 ના રોજ શ્રી એસ.પી.વિધ્યામંદિર પિલુડા  ખાતે યોજાયેલ વાર્ષિકોત્સવ ની ઝલક. કાર્યક્રમમાં પધારેલા તમામ મહેમાનો,મિત...
26/03/2023

તા.25/3/23 ના રોજ શ્રી એસ.પી.વિધ્યામંદિર પિલુડા ખાતે યોજાયેલ વાર્ષિકોત્સવ ની ઝલક. કાર્યક્રમમાં પધારેલા તમામ મહેમાનો,મિત્રો અને વાલીગણનો શાળા પરિવાર વતી ખુબ ખુબ આભાર.🙏

શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર પિલુડા વાર્ષિકોત્સવ 2022-23સંપૂર્ણ કાર્યક્રમ લાઈવ જોવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક ક...
24/03/2023

શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર પિલુડા વાર્ષિકોત્સવ 2022-23

સંપૂર્ણ કાર્યક્રમ લાઈવ જોવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો https://www.youtube.com/live/DhGbHxCgbEk?feature=share

ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા

સહકાર આપવા બદલ આભાર🙏🏻

સમુર્ણ કાર્યક્રમ લાઇવ નિહાળો તારીખ :- 25/03/2023 ને શનિવાર સાંજે 07:30 ના રોજ શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર પીલુડા પર લા...

૭૪ માં સ્વતંત્રતા "૧૫ ઓગસ્ટ" દિવસની સર્વે ભારત વાસીયો ને ખૂબ ખૂબ શુભકામનાઓશ્રી એસ પી વિદ્યામંદિર પીલુડા ખાતે બળવંતસિંહ ચ...
15/08/2020

૭૪ માં સ્વતંત્રતા "૧૫ ઓગસ્ટ" દિવસની સર્વે ભારત વાસીયો ને ખૂબ ખૂબ શુભકામનાઓ
શ્રી એસ પી વિદ્યામંદિર પીલુડા ખાતે બળવંતસિંહ ચૌહાણ,તાલુકા પંચાયતના સદસ્ય અને કાનજીભાઈ પટેલ પ્રમુખશ્રી,ભા.કિ.સંઘ બનાસકાંઠા જિલ્લા ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. આ પ્રસંગે ટ્રસ્ટી નરેશભાઈ, આચાર્ય આંબાભાઈ તથા શિક્ષકો ,ગામ લોકો અને આજુબાજુના વાલીઓ સહિત ૪૦ સંખ્યાની હાજરીમાં ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો.

भारत की मिट्टी से बढ़कर चंदन हो नही सकता,
वंदेमातरम से बढ़कर कोई वंदन हो नही सकता।

वंदेमातरम।

15 ऑगस्ट "स्वतंत्रता दिवस" की शुभकामनाएँ।
Happy Independence Day. 🇮🇳🇮🇳

આજ રોજ જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે *હરિયાળું ગામ-હરિયાળું ગુજરાત* અંતર્ગત સતત ત્રીજા વર્ષે  *શ્રી સરસ્વતિ પ્રાથમિક વિદ્...
13/08/2020

આજ રોજ જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે *હરિયાળું ગામ-હરિયાળું ગુજરાત* અંતર્ગત સતત ત્રીજા વર્ષે *શ્રી સરસ્વતિ પ્રાથમિક વિદ્યામંદિર પીલૂડા* ખાતે શાળા પરિવાર અને ગામના આગેવાનો દ્રારા વૃક્ષો રોપણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ગામના આગેવાન અને ભારતીય કિસાન સંઘ બનાસકાંઠા જીલ્લા પ્રમુખશ્રી કાનજીભાઈ પટેલ, રતિલાલ રાજપૂત(શિક્ષકશ્રી), સામતાભાઈ, ગણેશાભાઈ સોલંકી, પ્રભુભાઈ વજીર ,શાળા ના આચાર્ય આંબાભાઈ દેસાઈ ટ્રસ્ટી નરેશભાઈ પટેલ સહિત અનેક લોકો હાજર રહી વૃક્ષો વાવીને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.આ કાર્યક્રમમાં સાથ સહકાર આપનાર દરેક મિત્રો-આગેવાનોનો દિલથી ખૂબ ખૂબ આભાર.....

03/08/2020

ભાઈ અને બહેનના અતૂટ પ્રેમના બંધન #રક્ષાબંધન ના પાવન પર્વની મારા દરેક ભારતવાસીઓને શ્રી સરસ્વતી વિદ્યામંદિર પીલુડા પરીવાર તરફથી હાર્દિક શુભકામનાઓ

16/07/2020

કોરોના મહામારી વચ્ચે છેવાડાની શાળા શ્રી સરસ્વતી વિદ્યામંદિર પીલુડા દ્રારા ૫૦% ફી માફનો સરાહનીય નિર્ણય
વૈશ્વિક કોરોના મહામારી વચ્ચે આપના દેશની અર્થવયવસ્થા થોડાક અંશે ધીમી પડવા પામી છે ત્યારે છેલ્લા ચાર મહીનાથી લોકોના ધંધા રોજગાર પર ખુબજ મોટી અને માઠી અસર થવા પામી છે આવા કપરા સમયમાં પીલુડામાં આવેલી શ્રી સરસ્વતી વિદ્યામંદિર પીલુડાના ટ્રસ્ટીશ્રી ચૌધરી નરેશભાઇ રગનાથભાઇ એ વાલીઓને પડખે ઊભા રહી નવિન સત્રમાં શાળામાં અભ્યાસ કરતાં જૂના તથા નવા તમામ વિદ્યાર્થીઓની પ્રથમ સત્રની ફીમાં ૫૦% ની રાહત આપવાનો ખુબજ સરાહનીય નિર્ણય કરેલ છે . જૂન ૨૦૨૦/૨૧ ના પ્રથમ સત્રમાં તમામ વિદ્યાર્થીઓની ફીમાં ૫૦ % રાહતની જાહેરાત કરવામાં આવેલ છે તેમ શાળાના ટ્રસ્ટી ચૌધરી નરેશભાઇ રગનાથભાઇએ જણાવ્યુ હતું ગુજરાતનાં થરાદ તાલુકાના છેવાડા વિસ્તારમાં આવેલી શાળાના આ નિર્ણયથી ગામના તથા આજુબાજુના ગામના લોકોએ શાળાના આ નિર્ણય પ્રેરણાદાયી અને સરાહનીય નિર્ણય ગણાવ્યો છે.

આજે તા 7/3/2020 ના રોજ શાળા કક્ષાએ ધુળેટી ની ઉજવણી કરવામા આવેલ જેમા શાળા સંચાલક શ્રી નરેશભાઈ ચૌધરી તેમજ આચાર્યશ્રી આંબાભ...
07/03/2020

આજે તા 7/3/2020 ના રોજ શાળા કક્ષાએ ધુળેટી ની ઉજવણી કરવામા આવેલ જેમા શાળા સંચાલક શ્રી નરેશભાઈ ચૌધરી તેમજ આચાર્યશ્રી આંબાભાઈ રબારીએ હોળી-ધુળેટીના પવિત્ર પર્વ વિશે સમજ આપી ,શિક્ષકોએ અને શાળાના બાળકો એ ઉજવણીમા ભાગ લીધો અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા તહેવારની શાનદાર ઉજવણી કરી...
✍ શ્રી એસ.પી.વિધામંદિર શાળા પરિવાર. પીલુડા

Address

Tharad
385565

Website

Alerts

Be the first to know and let us send you an email when S.p.vidhamandir piluda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category