कविंद्र

कविंद्र રંજન સભા કા રાવ

26/05/2023

🌷भगवान विश्वकर्मा।🌷

विश्वकर्मा प्रभु एक महान ब्रह्मज्ञानी थे। ऋग्वेद में उनका उल्लेख मिलता है। कहते हैं कि उन्होंने ही देवताओं के घर, नगर, अस्त्र-शस्त्र आदि का निर्माण किया था। वे महान शिल्पकार थे। आओ जानते हैं उनके संबंध में 10 रोचक बातें। 25 फरवरी 2021 यानी माघ शुक्ल त्रयोदशी तिथि को भगवान विश्‍वकर्माजी का प्राकट्य हुआ।
1.प्राचीन काल में जनकल्याणार्थ मनुष्य को सभ्य बनाने वाले संसार में अनेक जीवनोपयोगी वस्तुओं जैसे वायुयान, जलयान, कुआं, बावड़ी कृषि यन्त्र अस्त्र-शस्त्र, भवन, आभूषण, मूर्तियां, भोजन के पात्र, रथ आदि का अविष्कार करने वाले महर्षि विश्वकर्मा जगत के सर्व प्रथम शिल्पाचार्य होकर आचार्यों के आचार्य कहलाए।
2. प्राचीन समय में 1.इंद्रपुरी, 2.लंकापुरी, 3.यमपुरी, 4.वरुणपुरी, 5.कुबेरपुरी, 6.पाण्डवपुरी, 7.सुदामापुरी, 8.द्वारिका, 9.शिवमण्डलपुरी, 10.हस्तिनापुर जैसे नगरों का निर्माण विश्‍वकर्मा ने ही किया था। कहते हैं कि उन्होंने ही कर्ण का कुंडल, विष्णु का सुदर्शन चक्र, पुष्पक विमान, शंकर भगवान का त्रिशुल, यमराज का कालदंड आदि वस्तुओं का निर्माण किया था। उन्होंने ही ऋषि दधिचि की हड्डियों से दिव्यास्त्रों का निर्माण किया था।
3. भगवान विश्वकर्मा के अनेक रूपों का उल्लेख पुराणों में मिलता हैं- दो बाहु वाले, चार बाहु और दस बाहु वाले विश्‍वकर्मा। इसके अलावा एक मुख, चार मुख एवं पंचमुख वाले विश्‍वकर्मा।
4. पुराणों में विश्वकर्मा के पांच अवतारों का वर्णन मिलता है- 1.विराट विश्वकर्मा- सृष्टि के रचयिता, 2.धर्मवंशी विश्वकर्मा- महान् शिल्प विज्ञान विधाता और प्रभात पुत्र, 3.अंगिरावंशी विश्वकर्मा- आदि विज्ञान विधाता वसु पुत्र, 4.सुधन्वा विश्वकर्म- महान् शिल्पाचार्य विज्ञान जन्मदाता अथवी ऋषि के पौत्र और 5.भृंगुवंशी विश्वकर्मा- उत्कृष्ट शिल्प विज्ञानाचार्य (शुक्राचार्य के पौत्र)।
5. ब्रह्मा के पुत्र धर्म तथा धर्म के पुत्र वास्तुदेव हुए। धर्म की वस्तु नामक पत्नी से उत्पन्न वास्तु सातवें पुत्र थे, जो शिल्पशास्त्र के आदि प्रवर्तक थे। उन्हीं वास्तुदेव की अंगिरसी नामक पत्नी से विश्वकर्मा उत्पन्न हुए थे। स्कंद पुराण के अनुसार धर्म ऋषि के आठवें पुत्र प्रभास का विवाह देव गुरु बृहस्पति की बहन भुवना ब्रह्मवादिनी से हुआ। भगवान विश्वकर्मा का जन्म इन्हीं की कोख से हुआ। महाभारत आदिपर्व अध्याय 16 श्लोक 27 एवं 28 में भी इसका स्पष्ट उल्लेख मिलता है। वराह पुराण के अ.56 में उल्लेख मिलता है कि सब लोगों के उपकारार्थ ब्रह्मा परमेश्वर ने बुद्धि से विचारकर विश्वकर्मा को पृथ्वी पर उत्पन्न किया।
6. विश्‍वकर्मा के पुत्रों से उत्पन्न हुआ महान कुल ब्रह्मणों का उपवर्ग है। राजा प्रियव्रत ने विश्वकर्मा की पुत्री बहिर्ष्मती से विवाह किया था जिनसे आग्नीध्र, यज्ञबाहु, मेधातिथि आदि 10 पुत्र उत्पन्न हुए। प्रियव्रत की दूसरी पत्नी से उत्तम, तामस और रैवत ये 3 पुत्र उत्पन्न हुए, जो अपने नाम वाले मन्वंतरों के अधिपति हुए। महाराज प्रियव्रत के 10 पुत्रों में से कवि, महावीर तथा सवन ये 3 नैष्ठिक ब्रह्मचारी थे और उन्होंने संन्यास धर्म ग्रहण किया था।
7. विश्वकर्मा के पांच महान पुत्र:-
मनु, मय, त्वष्टा, शिल्पी एवं दैवज्ञ नामक पांच पुत्र थे। ये पांचों वास्तु शिल्प की अलग-अलग विधाओं में पारंगत थे। मनु को लोहे में, मय को लकड़ी में, त्वष्टा को कांसे एवं तांबे में, शिल्पी को ईंट और दैवज्ञ को सोने-चांदी में महारात हासिल थी।
8. विश्वकर्मा की जयंती कन्या संक्रांति (17 सितंबर के आसपास) के दिन आती है जबकि विश्‍वकर्मा समाज के मतानुसार माघ शुक्ल पक्ष की त्रयोदशी को उनकी जयंती आती है।
माघे शुकले त्रयोदश्यां दिवापुष्पे पुनर्वसौ।

अष्टा र्विशति में जातो विशवकमॉ भवनि च॥- वशिष्ठ पुराण
9. वायु पुराण अध्याय 4 के पढ़ने से यह बात सिद्ध हो जाती है कि वास्तव में विश्वकर्मा संतान भृगु ऋषि कुल उत्पन्न हैं।
10. भारत में विश्वकर्मा समाज के लोगों को जांगिड़ ब्राह्मण का माना जाता है। सानग, सनातन, अहमन, प्रत्न और सुपर्ण नामक पांच गोत्र प्रवर्तक ऋषियों से प्रत्येक के 25-25 सन्तानें उत्पन्न हुईं जिससे विशाल विश्वकर्मा समाज का विस्तार हुआ है।

#हीरेन_त्रिवेदी

18/04/2023

ગોરખનાથ મત્સ્યેન્દ્રનાથ..
ગુરૂ શિષ્ય જ્ઞાન ગોષ્ઠી)

(૧) ગોરખનાથનો પ્રશ્ન ગુરૂજી ! સીન મૂલ ? કીન વેલા ? કૌન ગુરૂ ? કૌન ચેલા ? કોન ક્ષેત્ર ? કોન મેલા ? કીન તત્ત્વમેં મેં અકેલા ?
મત્સ્યેન્દ્રનાથનો પ્રત્યુત્તર ઃ અવધુ ! મન મૂલ, પવન વેલા, શબ્દગુરૂ, કૃતિ ચેલા, ત્રિકુટી ક્ષેત્ર, ઉલટે મેલા, નિર્વાણ તત્ત્વ મેં મેં અકેલા. (૨)ગોરખનાથનો પ્રશ્ન ગુરૂજી ! કૌન ઘર ચન્દા ? કીન ઘર સૂર ? કૌન ઘર કાલ બજાવે

તૂર ? કૌન ઘર પંચ તત્ત્વ સમ રહે ? સત્તગુરૂ હમકો દિયો બતાય.

મત્સ્યેન્દ્રનાથનો પ્રત્યુત્તરઃ અવધુ । મન ઘર ચંદા પવન ઘર સૂર, શૂન્ય ઘર કાલ બજાવે તૂર, જ્ઞાન ઘર પાંચ તત્ત્વ સમ રહે, ઐસા દર્શન મત્સ્યેન્દ્ર કહે.

(૩) ગોરખનાથનો પ્રશ્ન ગુરૂજી ! કહાં વસે મન ? કહાં વસે પવન ? કહાં વસે શબ્દ ? કહાં વસે ચંદ્ર ? કોન સ્થાન યે તત્ રહે ? સદગુરૂ હમકો દિયો બતાય.

મત્સ્યેન્દ્રનાથનો પ્રત્યુત્તરઃ અવધુ ! હૃદય વસે મન, નાભી વસે પવન, રૂપ વસે

શબ્દ, ગગન વસે ચન્દ્ર, ઊર્ધ્વ સ્થાન યે તત્ રહે, ઐસા જ્ઞાન મત્સ્યેન્દ્ર કહે.

(૪)ગોરખનાથનો પ્રશ્ન ગુરૂજી ! કોન મુખ પૈઠા જીવ ? કીન નાડી સંચરેશીવ? કૌન ગર્ભ વસતા વાસ ? કૌન નાડી રસ પીવે ?

મત્સ્યેન્દ્રનાથનો પ્રત્યુત્તર હે શિષ્ય ! સુષુમણા નાડી સે જીવને શરીરમે પ્રવેશ કિયા હૈં, શંખની નાડી સે સચ્ચરે શીવ, મમતાને ગર્ભ મેં નિવાસ કિયા હૈ ત્રિવેણી સનાલ મુક્ત બંકનાળ સે જીવ કો પોષણ રસ મીલતા હૈ.

(૫) ગોરખનાથનો પ્રશ્ન ગુરૂજી ! કૌન સોવે ? કૌન જાગે ? કૌન દશહી દિશામે જાય ?

કહાં સે ઉઠત પવન ? કહાં સે હોઠ કંઠ તાલુકા બજાય? મત્સ્યેન્દ્રનાથનો પ્રત્યુત્તર ઃ હે શિષ્ય ! મન સોવે, પવન જાગે, કલ્પના દશહી . દિશામે જાય, નાભી સે પવન ઉઠત હૈ, હૃદય સે હોઠ કંઠ તાલુકા બજાય. (૬)ગોરખનાથનો પ્રશ્ન ગુરૂજી ! શ્વાસો શ્વાસ કહાં સે ઉઠતા હૈ? જીવાત્મકા નિવાસ કાં

હૈ ? મન કૈસે સ્થિર હોતા હૈ મત્સ્યેન્દ્રનાથનો પ્રત્યુત્તર : હે સાધક ! નાભી સ્થાન સે શ્વાસોશ્વાસ ઉક્તા હૈ, દવે દ્વાર બ્રહ્મરંતુ મેં જીવાદમા કા નિવાસ કરતા. ધ્યાન સાધના સે મન સ્થિર હોતા હૈ.

(૭) ગોરખનાથનો પ્રશ્ન : ગુરૂજી ! કિસ આસનસે કૈસા જ્ઞાન લે ? સાધક કિસ પ્રકાર ધ્યાન ધરે ? પરમાનંદ કી પ્રાપ્તિ કૈસે હોય ?

મત્સ્યેન્દ્રનાથનો પ્રત્યુત્તર : હે શિષ્ય । સંતોષ કા આસન, વિવેક કા ડા", શરીર સે આસન, પ્રત્યાહાર આદિ સાઘના સહિત ધ્યાન ઘરે આ સાબુની અમૃતવાણી કા નિષ્ઠાપૂર્વક સેવન કરને સે પરમાનંદ કી પ્રાપ્તિ હોતી હૈ,

(૮) ગોરખનાથનો પ્રશ્ન : ગુરૂજી ! પાંવ બિના કૌન મારગ ? ચક્ષુ બિના કાન દર્શન જ કર્ણ બિના કૌન શ્રવણ ? મુખ બિના કૌન શબ્દ ?
મત્સ્યેન્દ્રનાથનો પ્રત્યુત્તરઃ હે શિષ્ય ! મનકા માર્ગ પવિ વિના, આત્મજાત કે દર્શન ચક્ષુ (આંખ) બિના હૈ, અનહદનાદ કી ગુંજ બિના કાના સુનાઇ પડતા હૈ, ઔર પ્રેમ બિના મુખકા શબ્દ હૈ.

(૯) ગોરખનાથનો પ્રશ્ન ગુરૂજી ! કૌન સી ધોતિ? કૌનસો આચાર ? કૌનસા જાપ મન
તજે વિકાર ? કૌન ભાવ સે મન નિર્ભય રહે ?

મત્સ્યેન્દ્રનાથનો પ્રત્યુત્તર ઃ અવધુ ! ધ્યાન કી ધોતિ, બ્રહ્મસો આચાર,
અજપા જાપસે મન તજે વિકાર, આત્મભાવ સે નિર્ભય રહે મન,

(૧૦) ગોરખનાથનો પ્રશ્નઃ ગુરૂજી ! ૐકાર કૌન હૈ ? આપકોન હૈ? માતા કૌન હૈ? પિતા કૌન હૈ ? મનમેં સદેવ શાંતિ કૈસે બની રહે?

મત્સ્યેન્દ્રનાથનો પ્રત્યુત્તર ઃ અવધુ ! શબ્દ હી કાર હૈ, જયોતિ સ્વયં મટા સ્વરૂપ હૈ, શૂન્યમય પ્રકૃતિહી સબકી માતા હૈ, ઔર ચેતન (પરબ્રહ્મ) નિરાકાર

હી સબકા પિતા હૈ. અહમ વિસર્જન હોને સહજ સમાધિ મેં મન શાંત હો જાતા હૈ,

(૧૧)ગોરખનાથનો પ્રશ્ન ગુરૂજી! વસ્તુતઃ શરીર કૌન હૈ ? પ્રાણ કાન હૈ ? કિસ પુરૂષ કા
ધ્યાન ધરના ચાહિયે ? કિસ સ્થાન પર મન મૃત્યુ કે ભયસે દૂર હો જાતા અે ?

મત્સ્યેન્દ્રનાથનો પ્રત્યુત્તરઃ અવધુ ! મનહી શરીર હૈ, પ્રાણ હી પવન હૈ, પ્રેમપુરૂષ કા ધ્યાન ધરના ચાહિયે, ઔર નિર્વિચાર હોને સે શૂન્ય સ્થાન પર મૃત્યુકા બથ દૂર હો જાતા હૈ.

(૧૨) ગોરખનાથનો પ્રશ્નઃ ગુરૂજી ! સાધક કે લિયે કૌનસા મંદિર હૈ? કોનસા દેવ ? કા બેઠ કર પુજા કરે ? ઔર કૌનસી પાતી ભેટમેં ચઢાવે?

મત્સ્યેન્દ્રનાથનો પ્રત્યુત્તરઃ અવધુ ! સાધક કા શરીર હી ઉનકા મંદિર હૈ, ચૈતન્ય આત્મા હી દેવ હૈ, મનન તલાબ કે કિનારે સાક્ષી બનકર બેઠના હીં પૂજા હૈ, પ્રેમ કી પાતી આનંદ સે ભેટ ધરની હૈ.

(૧૩)ગોરખનાથનો પ્રશ્ન ગુરૂજી ! કૌનસી કૂંજી ? કૌન સા તાલા ? કૌન સા બુઢ્ઢા ? કૌન સા બાલા ? કૌન સ્થાન પર ચેતન રહે ? સત્તગુરૂ હમકો દિયો બતાય.

મત્સ્યેન્દ્રનાથનો પ્રત્યુત્તરઃ અવધુ ! શબ્દ હી કૂંજી હૈ, શબ્દ હી તાલા હૈ, અચૈતન બુઢ્ઢા હૈ, ચેતન બાલા હૈ, જ્ઞાન સ્થાન મન ચેતન રહે, ઐસા દર્શન મત્સ્યેન્દ્ર કહે.

(૧૪)ગોરખનાથનો પ્રશ્નઃ ગુરૂજી ! મનકા કોન જીવ ? જીવકા કૌન આધાર ? આધારકા કૌન વિશ્વાસ ? ઔર બ્રહ્મકા કૌન રૂપ ?

મત્સ્યેન્દ્રનાથનો પ્રત્યુત્તરઃ અવધુ ! મનકા જીવ પ્રાણ હૈ, પ્રાણ કા આધાર શૂન્ય આકાશ હૈ, શૂન્ય કા આધાર ચેતન બ્રહ્મ હૈ, ઔર બ્રહ્મ કા સ્વરૂપ ચિંતન મનન બુધ્ધિ કે પાર હૈ....

21/09/2022

(૧) અક્કલદાસ

રવિભાણ સંપ્રદાયના સંત કવિ. ભીમ સાહેબ (જન્મ ઇ.સ.૧૭૧૮)ના શિષ્ય. થાનગઢ (જિ. સુરેન્દ્રનગર)ના ગેડિયા બ્રાહ્મણ. ગુરુભાઈ : દાસી જીવણ. (ઇ.૧૭પ૦-૧૮રપ)

(ર) અખો (ઇ.સ.૧૬૧પ-૧૬૭પ)

મધ્યકાલીન જ્ઞાનમાર્ગી વેદાન્તી કવિ. જન્મ જેતલપુર (જિ.અમદાવાદ)માં સોની જ્ઞાતિમાં.

(૩) અખૈયો

સમર્થ જ્ઞાનમાર્ગી વાણીના સર્જક સંત કવિ. જેની ભજનવાણીમાં ગુરુમહિમા અને ભક્તિ જ્ઞાન ઉપાસનાનો સમન્વય થયો છે. ભૂતનાથ (ઇ.સ.૧૭૬ર)ના શિષ્ય. આદરિયાણા (તા.દસાડા કે પાટડી ? જિ.સુરેન્દ્રનગર.) ગામે ભાલિયા નાડોદા રાજપૂત જ્ઞાતિમાં જન્મ. ત્યાં અખૈયાની જાળનું વૃક્ષ અને ભૂતનાથનો ચોરો છે. જગ્યા છે. ગુરુ ભૂતપુરી મુંજપુરમાં રહેતા‚ અખૈયો રોજ ત્યાં જાય. વરસતા વરસાદે પહોંચ્યા. એક રબારી રોજ ભૂતનાથને દૂધ આપવા આવતો‚ એણે ગુરુએ આપેલ દૂધ ન પીધું‚ અખૈયાને પાયું ને એની ચેતના જાગૃત થઈ ગઇ.કેટલાક ભજનિકો ભૂતનાથને રામદેવપીરના ગુરુ બાળનાથના ગુરુ તરીકે પણ ઓળખાવે છે‚ એ મુજબ ભૂતનાથ શિષ્ય અખૈયો રામદેવપીરનો કાકાગુરુ થાય અને અખૈયાની દીકરી ડાલીબાઈ બહેન થાય… પણ આ વાતને કોઈ જ પ્રમાણ મળતાં નથી…

(૪) અત્તરશાહ

સૂરજગરના શિષ્ય. જ્ઞાનમાર્ગી ભજન-વાણીના રચયિતા. સંત કવિ.

(પ) અમરબાઈ

પરબના સંત દેવીદાસ (ઇ.સ.૧૭રપ-૧૮૦૦)નાં શિષ્યા સંત કવયિત્રી. પીઠડિયાના ડઉ શાખાના મછોયા આહિરનાં દીકરી. સાસરે જતાં રસ્તામાં પરબની જગ્યામાં રક્તપિત્તિયાઓની સેવા કરતા સંત દેવીદાસને જોઈને અંતરમાં ભક્તિભાવ જાગ્યો અને વૈરાગ્યવૃત્તિ પ્રબળ બનતાં સંસાર ત્યાગ કર્યો. એમના વિશે અનેક ચમત્કારો નોંધાયા છે. અનુમાને (ઇ.સ.૧૭પ૦-૬૦)માં અમરબાઈએ દીક્ષા લીધી હશે.

(૬) અમરસંગ રાજા રાજ્યકાળ (ઇ.સ.૧૮૦૪ થી ૧૮૪૩)

સૌરાષ્ટ્રના નાનકડા ધ્રાંગધ્રા રાજ્યના રાજવી ધ્રાંગધ્રામાં ‘રામ મહેલ’ નામે ઓળખાતું મંદિર બંધાવ્યું લોકો ભક્તરાજ તરીકે ઓળખતા‚ ભજનોની રચનાઓ મળે છે.

(૭) અરજણ (ઇ.સ.૧૯ મી સદી પૂર્વાર્ધ)

રવિ ભાણ સંપ્રદાયના સંતકવિ. દાસી જીવણ (ઇ.સ.૧૬રપ-૧૮પ૦)ના શિષ્ય. જામકંડોરણા પાસેના ભાદરા ગામના રાજપૂત. દીક્ષા ઇ.સ.૧૮૦૯-૧૦ માં કબીર પરંપરાની યોગ જ્ઞાનમાર્ગી ભજનવાણીના સર્જક. પ્રેમસાહેબ (ઇ.સ.૧૭૯ર ૧૮૬૩)ના ગુરુભાઈ.

(૮) આનંદઘન (ઇ.સ.૧૬પ૦માં હયાત)

જૈન સંપ્રદાયના સાધુકવિ. મૂળ નામ લાભાનંદ. સિદ્ધ-અવધૂત પરંપરાના યોગી પ્રેમી ભક્ત મહાપુરુષ.

(૯) આંબાભગત આંબેવ (અવ. સં. ૧૯૩૦)

ચુડા (જિ. જુનાગઢ) ના કોળી પટેલ જ્ઞાતિમાં જન્મેલા ભક્તકવિ. ભીમગરજી મહારાજના શિષ્ય. પત્ની : મીણાંબાઈ‚ પુત્ર : હરજી‚ પૌત્ર : ડાયાભગત. ચુડામાં રામદેવજીનું મંદિર બંધાવ્યું. કેટલાક ભજનો પદોની રચના. શિષ્ય : ગોવિંદ ભગત. દાસી ભાવે પદોની રચના અવ.સં. ૧૯૩૦

(૧૦) કચરો-મેઘ કચરો

હરિજન મેઘવાળ સમાજના‚ મહાપંથી સંતકવિ.

(૧૧) કતીબશા

જેસલ તોરલ‚ રૂપાંદે માલદે (ઇ.સ.૧૩ર૬-૧૪૦૦)ના સમકાલીન રાજસ્થાની મહાપંથી સંતકવિ. જેમણે કદાચ કચ્છ સૌરાષ્ટ્રમાં પણ પરિભ્રમણ કર્યું હશે એમ એમની રાજસ્થાની મારવાડી ભાષામાં રચાયેલી ભજન રચનાઓની લોકપ્રિયતા અને ગુજરાતીકરણ પામેલાં ભજનો જોતાં લાગે છે.

(૧ર) કનડપરી

દશનામી શૈવ પરંપરાના સંતકવિ.

(૧૩) કબીર (ઇ.સ.૧૩૯૮-૧પ૧૮)

ભારતવર્ષના મુખ્ય સંત‚ સ્વામી રામાનંદના શિષ્ય‚ જન્મસ્થળ : કાશી‚ અવસાન : મગહર. રચના : સાખી‚ પદ‚ શબદી‚ રવૈણી આદિ. પ્રસિદ્ધ ગ્રંથ : ‘બીજક’.

(૧૪) કરમણ (ઇ.સ. ૧૮રપમાં હયાત)

રવિ ભાણ સંપ્રદાયના હરિજન સંતકવિ. મોરાર સાહેબ (૧૭પ૮-૧૮૪૯)ના શિષ્ય. વાવડી (જિ.સુરેન્દ્રનગર‚ ધ્રાંગધ્રા નજીક)માં વણકર જ્ઞાતિમાં જન્મ. લખીરામના ગુરુ.

(૧પ) કલ્યાણ (ઇ.સ.૧૮ર૭માં હયાત)

ડાકોરના સાધુ કવિ. ‘ભક્તિ એવી રે ભાઈ એવી જેમ તરસ્યાંને પાણી જેવી…’ જેવાં ભજનોના રચયિતા.

(૧૬) કાજી મામદશા

નાનકશાના પિતા. દીન દરવેશના શિષ્ય ભક્તિમાર્ગી અને જ્ઞાન-વૈરાગ્યલક્ષી ભજનોના રચિયતા. એમના વિશે નોંધાયેલી વિગતો મુજબ ખેડા જિલ્લાના બીરપુર ગામે ઇ.સ.૧૪૬૮માં જન્મ. પિતા : કાજી હમીદ જેઓ અમદાવાદના શાહ આલમના શિષ્ય તરીકે શાહ ચાલન્દા તરીકે પણ ઓળખાતા. કાજી મામદશાનું મૂળ નામ કાજી મહેમૂદ દરિયાઈ હતું. રાજસ્થાની સાહિત્યના ઈતિહાસમાં નોંધાયેલા સંત કવિ કાઝી મહમૂદ (૧પમી સદી)નાં ૪પ જેટલાં પદો વિવિધ હસ્તપ્રતોમાંથી મળે છે. જૂનામાં જૂની હસ્તપ્રત ઇ.સ.૧૬રપની સાલની છે. જ્યારે ઇ.સ. ૧પરપ માં સહજસુંદર નામના જૈન કવિએ ‘રત્નસાર ચોપાઈ’માં કાઝી મહમૂદના એક પદ ‘ભૂલા ભમરલા કાંઈ ભમઈ એ’ના ઢાળ મુજબ રચના કરી છે.

(૧૭) કાપડી બાવો

કાપડી પંથના સંભવત : કચ્છના અજ્ઞાત સાધુકવિ.

(૧૮) કાળાભગત (ઇ.સ.૧૮પ૪)

થોરખાણ (બાબરા પાસે)ના હરિજન ભક્ત કવિ. જન્મ વિ.સં.૧૯૧૦ ઇ.સ. ૧૮પ૪. ગુરુ : દેહાભગત રચના : ભજનો.

(૧૯) કાળુજી (જન્મ ઇ.સ.૧૮૭૧‚ અવ. ઇ.સ. ૧૯૪૧)

મેઘપુર (ટંકારા પાસે‚ જિ. રાજકોટ)માં ઝાલા ગરાસિયા કુટુંબમાં સં. ૧૯ર૭ ચૈત્ર સુદ-૪ મંગળવારે જન્મ. પિતા : ખેંગારજી‚ માતા : ફઈબા. વિવાહ : કરણીબા સાથે (૧૯૪૬ માગશર સુદ ૧૦) ઇ.સ. ૧૮૯૦ ગુરુ : મંગળગરજી (મારવાડના બખશાજી મહારાજની પરંપરાના) પાસે ઇ.સ. ૧૮૯૩ સં. ૧૯૪૯ ભાદરવા સુદ ર ને દિવસે દીક્ષા લીધી. રચના : ભક્તિ‚ જ્ઞાન‚ યોગ અને ઉપદેશની ભજનવાણી જેમાં કીર્તન‚ કુંડળિયા‚ ભજન‚ પદ‚ બારમાસ‚ કાફી‚ સંધ્યા‚ પ્રભાતી‚ સાવળ‚ પ્યાલો‚ ઝીલણિયાં‚ ધોળ‚ સરવડાં‚ થાળ‚ અંતકાળિયાં‚ આરતી‚ સ્તુતિ‚ રાસ‚ રાસડા‚ તિથિ‚ વાર‚ મહિનો‚ પરજ અને સાખીયો જેવી રચનાઓ ઉપરાંત ૧૪૦ જેટલી પંક્તિઓમાં ‘ચિંતામણી’ ૧રપ જેટલી પંક્તિઓમાં ‘ક્કકા’ ૩૦ જેટલા ‘કુંડળિયા’ અને ૧પ૦ જેટલી સાખીઓ પ્રકાશિત થઈ છે. ખેંગારજી અવ.ઇ.સ.૧૯૧૩. માતા ફઈબા અવ.ઇ.સ.૧૯૧૯ પત્ની અવ.ઇ.સ. ૧૯ર૦

(ર૦) કાયમદીન – પીર કાયમુદ્દીન ચિશ્તી (ઇ.સ.૧૬૯૦-૧૭૬૮)

ચિશ્તિયા સૂફી પરંપરાના સંતકવિ. જન્મ : મહેસાણા જિલ્લાના કડી ગામે‚ પિતા : સુફી સંત બદરૂદ્દીનસાહેબ. અવસાન મહારાષ્ટ્રના નંદરબાર નજીકના કોઈ ગામે‚ તેમના દેહને એકલબારા (તા.પાદરા‚ જિ.વડોદરા) ભૂમિદાહ અપાયો‚ અને દરગાહ બાંધી છે. શિષ્યા સંત કવયિત્રીઓ રતનબાઈ‚ દીવાળીબાઈ વગેરે…

(ર૧) કેશવલાલ સાયલાકર (ઇ.સ.૧૮૯પ-૧૯૭ર)

અર્વાચીન સમયના આખ્યાનકાર-સંતસાહિત્ય સંશોધક અને કવિ ભજનિક. જેમણે ‘રામદેવ રામાયણ’ ગ્રંથ દ્વારા ગુજરાતમાં રામદેવપીરનો વિશેષ પ્રચાર-પ્રસાર કર્યો છે. ‘મહાત્મા મૂળદાસ’‚ ‘સતી લોયણ’‚ ‘સતી તોરલ’‚ ‘દેવાયત પંડિત’‚ ‘શેઠ સગાળશા’‚ ‘ગોરખ નાથ’‚ ‘ભતૃહરિ’‚ ‘ગંગાસતી’ વગેરે આખ્યાનો તથા કાવ્યસંગ્રહો ‘રામસાગર’‚ ‘કડવાભગતની વાણી’.

(રર) ખીમરો કોટવાળ

મહાપંથના સંત. નિજિયાપંથી‚ બીજમાર્ગી પાટપૂજાના સમયે કોટવાળ થવાની લાયકાત ધરાવનાર હરિજન (મેઘવાળ) ચમાર કે વણકર ભક્ત. મૂળ રાજસ્થાનના પોકરણ તરફના વતની ને પછી ઢેલડી (આજનું મોરબી કે એની પાસેનું કોઈ ગામ)માં નિવાસ. પત્ની : દાડલદે રાજા રાવત રણસિંહને સતધર્મનો ઉપદેશ આપી મહાપંથની દીક્ષા આપનાર સંતકવિ. એમની વાણીમાં મહાપંથની સાધના‚ તેના સિદ્ધાંતો અને સંતોની યાદી મળે છે. અધ્યાત્મબોધ‚ આગમ અને રૂપકાત્મક પદો ભજનોના રચયિતા. રાજસ્થાનમાં ખીંવણજી નામના એક સંત કવિની રચનાઓ ગવાય છે એ ખીંવણજી રાજસ્થાનના જૂની દૂધુ ગામે ભાટીવંશમાં થઈ ગયા. જે વિ.સં.૧રપ૦માં પીર શમસના શિષ્ય બનેલા.

(ર૩) ખીમસાહેબ / ખેમદાસ / ખીમદાસ (ઇ.સ.૧૭૩૪-૧૮૦૧)

રવિભાણ સંપ્રદાયના તેજસ્વી સંતકવિ. સંપ્રદાયના આદ્યપુરુષ ભાણસાહેબના પુત્ર અને શિષ્ય. માતા ભાણબાઈ જ્ઞાતિએ લોહાણા. જન્મ : વારાહી (તા.સાંતલપુર‚ જિ.બનાસકાંઠા). ખીમસાહેબને આ સંપ્રદાયના અનુયાયીઓ ‘ખલક દરિયા ખીમ’ કે ‘દરિયાપીર’ તરીકે પણ ઓળખાવે છે. એમના જીવન વિશે અનેક ચમત્કારો આલેખાયા છે. કચ્છના ખારવાઓમાં એમણે ‘રામકબીરપંથ’નો પ્રચાર કરેલો. હરિજન જ્ઞાતિના ત્રિકમ ભગતને દીક્ષા આપીને એમણે ‘રવિ ભાણ સંપ્રદાય’માં વાડીના સાધુઓની તેજસ્વી સંત કવિઓની આખી પરંપરાના બીજ રોપ્યાં હતા. જેમાંથી ત્રિકમસાહેબ‚ ભીમસાહેબ‚ દાસી જીવણ જેવા સંત રત્નો મળ્યાં. ઇ.સ. ૧૭૭૧ માં રાપર (જિ. કચ્છ)માં ખીમસાહેબે જગ્યા બાંધી‚ એ જ સ્થળે ઇ.સ. ૧૮૦૧ માં જીવતાં સમાધિ લીધી. રચના : ‘ચિંતામણી’ / ખીમદાસ કૃત ‘ચેતામણી’ (હિન્દી રચના) ઉપરાંત કાફી‚ ગરબી‚ આરતી. અને વિવિધ પ્રકારનાં ભજનો. હિન્દી‚ ગુજરાતી અને કચ્છી બોલીમાં. રવિસાહેબ પાસેથી પણ સાધના માર્ગદર્શન મેળવેલું. સાખી ચોપાઈ બંધની પ૮ કડીની જ્ઞાનમાર્ગી હિન્દી ‘ચિંતામણી’ (ર.ઇ.સ.૧૭૭૦)

(ર૪) ગણપતરામ

નિરાંત (ઇ.સ.૧૭૪૭-૧૮પર) સંપ્રદાયના જ્ઞાનમાર્ગી કવિ‚ જન્મ અને વતન : ઝણોર ભરૂચ જ્ઞાતિએ મેવાડા સુથાર… સમય : ઇ.સ.ની ઓગણીસમીનો પૂર્વાર્ધ‚ ગુરુમહિમા અને જ્ઞાનવૈરાગનાં પદો ભજનોના રચયિતા. બીજા ગણપતરામ પણ ભરૂચ જિલ્લાના સિસોદરા ગામના બ્રાહ્મણ કવિ હતા. જેના હિન્દી ગુજરાતી વેદાન્તી જ્ઞાનમાર્ગી પદો હસ્તપ્રતોમાં મળે છે.

(રપ) ગંગાદાસ – ગંગારામદાસબાપુ

કેશોદ તાલુકાનું ગેલાણા ગામ. મઢી-આશ્રમ. જન્મ : આગ્રાથી ૧ર માઈલ ઠકરઈ ગામે. ઇ.સ. ૧૮૯૦. આઠ વર્ષે ઘર છોડયું. ભરતપુરના રામભુષણદાસજી પાસે દીક્ષા. ૪૧ વર્ષ દેશાટન કર્યું. ઇ.સ.૧૯પ૩માં ગુરુનું અવસાન. ૮૭વર્ષે ૧૯૭૭ ફાગણ વદી પ ગુરુવારે દેહત્યાગ.

(ર૬) ગંગાબાઈ – ગંગામાતા – ગંગાદાસજી

પરબના સંત‚ કાનદાસજીના અવ.સં.૧૯૬૧ પછી મહંત પદે. સં.ર૦૦ર શ્રાવણ વદી ૪ અવસાન. એ પહેલાં સં.૧૯૯ર આસો સુદ. ૧૦ રવિવારે બાળકદાસજીને મહંત પદે સ્થાપેલાં.

(ર૭) ગંગાસતી (સમાધિ : ઇ.સ. ૧૮૯૪)

સંત કવયિત્રી. સમઢિયાળા (જિ. ભાવનગર ધોળા જંકશન પાસે)ના કહળુભા/કસળસિંહ ગોહિલનાં પત્ની. ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકામાં આવેલ રાજપરા ગામે ક્ષત્રિય જ્ઞાતિમાં ભાઈજીભી સરવૈયા અને માતા રૂપાળીબાને ત્યાં જન્મ. લગ્નના દાયજામાં પઢીયાર શાખના હમીરભાઈ ખવાસની દીકરી પાનબાઈને સમઢીયાળા લઈ ગયેલ (વિ.સં. ૧૯ર૦). સંતાનો : પુત્રી-બાઈરાજબા (જન્મ સં. ૧૯રર)‚ હરિબા – (જન્મ સં. ૧૯ર૪). દેહત્યાગ વિ.સં. ૧૯પ૦‚ ફાગણ સુદ ૮‚ ગુરુવાર તા.૧પ-૩-૧૮૯૪ સમઢીયાળા ગામે. સંભવત : ભોજાભગતના ગુરુ રામેતવનનાં શિષ્યા. તેમના પતિએ પોતાની ભક્તિની કપરી કસોટી આપવાનો સમય આવ્યો ત્યારે થયેલા ચમત્કારને કારણે વ્યકિતપૂજાની બીકથી સમાધિ લેવાનો સંકલ્પ કર્યો એની સાથે ગંગાસતી સમાધિ લેવા તૈયાર થયાં પણ પતિ આજ્ઞાએ પાનબાઈને બાવન દિવસ સુધી રોજ ભજનવાણીની રચનાઓ કરીને મહામાર્ગનો પૂર્ણ ઉપદેશ આપ્યા બાદ સમાધિ લીધી. એમની ભજનવાણીમાં ‘નિજારપંથ’ ‘બીજમાર્ગે’‚ મહાપંથની સાધનાનું આલેખન થયું છે. શીલ‚ સત્સંગ‚ ગુરુઉપાસના‚ વૃત્તિવિરામ. મિતવ્યવહાર અને યોગક્રિયા ઇત્યાદિ પગલાંની બનેલી વિકટવાટનું સદષ્ટાંત દર્શન કરાવતાં તેમનાં ભજનો સૌરાષ્ટ્રની ‘સંતવાણી’ની આગવી મૂડી છે. કહળુભા અને ગંગાસતીની તથા પાનબાઈની સમાધિઓ સમઢિયાળા ગામે કાળુભાર નદીને કાંઠે આવેલી છે.

(ર૮) ગંગેવ (કંથડનાથ શિષ્ય)

નાથ સંપ્રદાયના અનુયાયી સંતકવિ. સધુક્કડી ગુજરાતી હિન્દી ભાષામાં ભજનોના રચયિતા.

(ર૯) ગંગેવ

પરબની જગ્યાના ભજનિક કવિ. મા હુરાંના શિષ્ય. રચના : ભજનો. સમાધિ : ધોરાજીમાં – માં હુરાંની સમાધિ પાસે. પરબની મોટી જગ્યા. કેટલાક ભજનિકો પરબના ગંગાબાઈ ગંગામાતાજીએ જ ગંગેવદાસી નામાચરણથી ભજનો ગાયાંછે એમ માને છે.

(૩૦) ગેમલ (ઇ.સ.૧૮પ૦માં હયાત)

જ્ઞાનમાર્ગી કવિ. કૂકડ (જિ.ભાવનગર). તેમની સમાધિ કેવદ્રા (જિ.જૂનાગઢ) મુકામે તેમની દીકરીના ગામમાં આવેલી છે. રામનાથ (બીલખા‚ જૂનાગઢ)ના જેરામ ભારતી અને રામેતવન (‘ભારતી’ અને ‘વન’)ની દશનામી પરંપરાના હરિદાસ (ખદડપર)ના ઉપદેશથી જીવનપરિવર્તન‚ તેમના ઉપદેશનાં ભજનો ખૂબ લોકપ્રિય છે.

(૩૧) ગોરખનાથ (ઇ.સ.૯૦૦ આસપાસ હયાત)

નવનાથમાંના એક‚ મત્સ્યેન નાથના શિષ્ય‚ જન્મસ્થળ પેશાવર (વર્તમાન પાકિસ્તાન). સમય : ઇ.સ.ની નવમી સદી. યુવાવસ્થામાં ગૃહત્યાગ‚ ભારતભ્રમણ‚ નેપાળ અને સૌરાષ્ટ્ર ગિરનારમાં તપશ્વર્યા. ઉત્તરાવસ્થા અને અવસાન : ગોરખનાથમઢી‚ સોમનાથના દરિયાકિનારે. રચના : સંસ્કૃત‚ અપભ્રંશ અને હિન્દીમાં સાખી‚ આરતી‚ પદ શબદી‚ ગોષ્ઠી વગેરે.

(૩ર) ગોવિંદ- ગોવિંદગર

આધ્યાત્મિક જ્ઞાન ભક્તિ વિષયક ભજનોના કર્તા. ઇ.સ.૧૯૦૦ ની હસ્તપ્રતમાં રચનાઓ. નરસંડા (તા.આણંદ) ગામના. સં.૧૯૪૧માં ચેતવણી. સાખી‚ જ્ઞાનમાર્ગી ભજનો…

(૩૩) ગૌરીબાઈ (ઇ.સ.૧૭પ૯-૧૮૦૯)

જ્ઞાનમાર્ગી સંતકવયિત્રી‚ વડનગરા નાગર જ્ઞાતિમાં ડુંગરપુર ગામે જન્મ. છસો ઉપરાંત ગુજરાતી હિન્દી રાજસ્થાની પદો ભજનોના રચયિતા સાધ્વી.

(૩૪) છોટમ (ઇ.સ.૧૮૧ર-૧૮૮પ)

છોટાલાલ કાળિદાસ ત્રિવેદી-ત્રવાડી. સાઠોદરા નાગર જ્ઞાતિમાં મલાતજ (તા.પેટલાદ‚ જિ.ખેડા) ગામે જન્મ. વ્રજલાલ કાળિદાસ શાસ્ત્રીના મોટાભાઇ. ગુજરાતી તથા વ્રજભાષામાં ચારસોથી વધુ પદો ભજનો કાવ્યોનું સર્જન.

(૩પ) જેઠીરામ (ઇ.સ.૧૮મી સદી ઉત્તરાર્ધ)

કચ્છ પ્રદેશના સંતકવિ. દેવા સાહેબના પટ્ટશિષ્ય. કચ્છના રાવ રાયઘણજી-૧ની પાંચમી પેઢીના સંતાન. જાડેજા રાજપૂત કુટુંબમાં સતાજી જાડેજાને ત્યાં જન્મ. જન્મનામ જેઠુજી દેવાસાહેબનું અવસાન થતાં હમલા (કચ્છ)ની ગાદી પોતે ન સંભાળતાં દેવાસાહેબના પૌત્ર રામસિંહજી ઉંમરલાયક થયા ત્યાં સુધી તેમના વતી વહીવટ કરેલો. અનેક ભાવવાહી ભજનો સંતવાણીની રચના. હિન્દીની છાંટવાળી ગુજરાતી ભાષામાં અને કચ્છી હિન્દી ભાષામાં રચાયેલાં આ ભજનો સૌરાષ્ટ્રના ભજનિકોમાં ખૂબ લોકપ્રિય છે. વિ.સં.૧૮૧૭ ઇ.સ. ૧૭૬૧ માં કચ્છ પડેલા દુષ્કાળ વખતે અન્નદાન ને લોકસેવા પણ તેમણે કરેલા.

(૩૬) જેમલભારથી – સંભવત : જેમલજી (ઇ.સ.૧૮ર૦)

ધ્રાફાના જાડેજા રાજપુત કુટુંબમાં જન્મ. સંતકવિ. મૂળનામ : જાલમસિંહજી જાડેજા. રચના : ભજનો. ગુરુ : જમનાનંદજી બાપુ‚ ફુલઝર નદીને કાંઠે આવેલી ટેકરી પર દતાત્રેયના પગલાં પધરાવ્યાં ત્યાં જગ્યા આશ્રમ મોજુદ છે.

(૩૭) જેસલ/જેસલપીર (ઇ.સ.૧૩૮૦માં હયાત)

કચ્છના આ સંતકવિનું ચરિત્ર જુદા જુદા પ્રકારે આલેખાયું છે. મહાપંથના બીજમાર્ગી નિજારી સંપ્રદાયના અનુયાયી જેસલનો જન્મ કચ્છના દેદા વંશના જાડેજા રાજપૂત ચાંદોજીને ત્યાં થયો હતો એમ નોંધાયું છે. જેસલનું પૂર્વજીવન રાજય સામે બહારવટે ચડેલા કાળજાળ લૂંટારા તરીકે સર્વત્ર આલેખાયું છે. સૌરાષ્ટ્રના સલડી/સરલી/વાંસાવડ ગામના સંત રાજવી સાંસતિયા કાઠીને ત્યાં તેની ઘોડી અને તલવાર ચોરવા જતાં પાટપૂજન વિધિ સમયે અચાનક સાંસતિયાની પત્ની તોરલને જોઇ. કુર અને પાપી જેસલના જીવનનો ઉદ્ધાર કરવાના આશયથી સાંસતિયાને પોતાની ઘોડી તલવાર સાથે તોરલ તોળીરાણી પણ જેસલને સોંપી દીધી. અનેક કસોટીઓની વચ્ચે તોરલે એનો બચાવ કર્યો અને ધીરે ધીરે જેસલનું હ્રદય પરિવર્તન થતાં મહામાર્ગમાં દીક્ષિત થયા પછી એણે ભજનવાણીની રચનાઓ કરી છે. જેમાં પોતાના પાપોનું પ્રાયશ્ચિત અને હ્રદયવ્યથાનું નિરૂપણ છે. અંજાર (કચ્છ)માં જીવતાં સમાધિ લઈ લેનાર જેસલ આજે ‘જેસલપીર’ તરીકે પુજાય છે. રાજસ્થાનના ભાટી ઉગમશીના શિષ્ય સંત માલદે રાવ મલ્લીનાથ (ઇ.સ.૧૩ર૮ અથવા ૧૩૩૧માં જન્મેલા અને ઇ.સ.૧૩૯૯માં જેમણે સજોડે જીવંત સમાધિ લીધી એવા મેઘ ધારૂનાં શિષ્યા સંત કવયિત્રી સતી રૂપાંદેના પતિ) સાથેની જેસલની મૈત્રી અને મેળાપના ઉલ્લેખો ધરાવતાં ભજનો મળે છે. જેસલની સમાધિ વખતે માલદેની હાજરી અંજારમાં છે. આ રીતે જેસલ-તોરલ અને રૂપાંદે-માલદે રામદેવપીર (ઇ.સ.૧૩પ૧-૧૪પ૯ વિ.સં.૧૪૦૭-૧પ૧પ)ના પૂરોગામી પાટ ઉપાસક મહાપંથી સાધકો છે. રામદેવપીર રચિત ‘ચૌબીસ પ્રમાણ’ કૃતિમાં જેસલ તોરલ‚ રૂપાંદે-માલદે‚ ભાટી ઉગમશી વગેરે ભક્તોનાં નામો પણ મળે છે.

(૩૮) ડુંગરપૂરી

(ઇ.સ.૧૭૯૪માં હયાત) મારવાડ રાજસ્થાનના સંત કવિ. ભાવપૂરીના શિષ્ય. જોધપુર પાસેના ચીહઠણ ગામે તેમનો આશ્રમ છે. પૂર્વાશ્રમમાં તેઓ જેસલમેરના પુરોહિત બ્રાહ્મણ હતા તેવું મનાય છે‚ તો વિરમગામ તાલુકાના દેત્રોજ ગામના વણકર માવજી ભગત અને માતા રૂડીબાને ત્યાં જન્મેલા એવી દંતકથા પણ મળે છે. પાલનપુર તાલુકાના અમીરગઢમાં સમાધિ લીધેલી. રચના : હિન્દી‚ ગુજરાતી‚ મારવાડી ભજનો.

(૩૯) તિલકદાસ (ઇ.સ.૧૮પ૯-૧૯૩ર)

કબીરપંથી રવિભાણ સંપ્રદાયના હરિજન સંત. જન્મ નામ : તેજાભાઇ. માનસદાસ મહારાજ પાસે પુન : દીક્ષા-ગુરુમંત્ર. ૭પ વર્ષની વયે ઇ.સ.૧૯૩ર માં સમાધિસ્ત થયા. ભારાપર (કચ્છ)માં તેમની ગુફા છે. કચ્છના વિરાણી ગામે હરિજન કુટુંબમાં જન્મ નાની ઉમરે ઘર છોડી ભાગ્યા‚ ભાણસંપ્રદાયના સાધુ બાલકદાસજી પાસે દીક્ષા તેજાભાઈને બદલે તિલકદાસ નામ. જન્મ : વિ.સં.૧૯૧પ કારતક સુદ પૂનમ અને સોમવાર તથા દેહત્યાગ વિ.સં.૧૯૮૮ માગશર વદ આઠમ ને શુક્રવાર.

(૪૦) તુલસીદાસ

ગુજરાતમાં તુલસીદાસ નામના ત્રણ કવિઓ નોંધાયા છે. તુલસીદાસ ૧ (ઇ.સ.૧૬૭૬માં હયાત) ધોળકા પાસેના લીલાવતી લીલાપુરના વતની જ્ઞાતિએ રાયકવાળ બ્રાહ્મણ પિતા-મંગલ. ૧૧૪ અધ્યાયની ‘પાંડવાશ્વમેધ’ (ર.ઇ.સ.૧૬૭૬) તુલસીદાસ-ર‚ મધ્યકાલીન આખ્યાન કવિ. કુતિયાણા (જિ.જૂનાગઢ)ના સારસ્વત બ્રાહ્મણ કુટુંબમાં માધવ/માધવજીને ત્યાં જન્મ : રચના : ધ્રુવાખ્યાન‚ ઇ.સ.૧૬ર૮ થી પ૮ વચ્ચે હયાત હોવાનું નોંધાયું છે. આ રચના હાથપ્રતોમાં તેમના પુત્ર વૈકુંઠના નામે પણ મળે છે. તુલસીદાસ-૩‚લીલિયા (જિ. અમરેલી)ના મધ્યકાલીન સર્જક. રચના ‘અશ્વમેઘ’ પર્વ ઇ.સ. ૧૬૬૬. એ ઉપરાંત ‘રામ ચરિત માનસ’ના રચયિતા તુલસીદાસજીનાં કેટલાંક પદો ગુજરાતીકરણ પામીને પણ લોકભજનિકોમાં ગવાય છે.

(૪૧) તોરલ તોળલ તોળાંદે તોળીરાણી (ઇ.સ.૧૩૮૦માં હયાત)

મહાપંથનાં સંત કવયિત્રી. ગુજરાતી ભાષાનાં આ કવયિત્રી. બીજમાર્ગી નિજારી પાટપૂજામાં ‘સતી’ તરીકેનું સ્થાન ધરાવનારાં‚ સૌરાષ્ટ્રના સરલી/સલડી કે વાંસાવડના સંત રાજવી સાંસતિયા કાઠીનાં પત્ની. જેમણે જેસલ જાડેજાને ‘જેસલ પીર’ બનાવ્યો. સમાધિ : કચ્છ-અંજાર. એમની ઘણી ભજનરચનાઓ અત્યંત લોકદાર પામી છે. ધારી પાસે સરસીયા ગામે તોરલ અને સાસતિયાની જગ્યા છે એમ કહેવાય છે. સાસતિયાની સમાધિ ભૂચરમોરીના સ્થાને. સધીર શેઠ વહાણિયાનું સ્થાન પણ સરસીયા ગામે હોવાનું કહેવાય છે. પરંતુ આ સ્થળો વિશે કોઈ ઐતિહાસિક પ્રમાણો સાંપડતાં નથી.

(૪ર) તોરલપુરી/તુડાપુરી/તુલાપુરી

ગિરનારી રૂખડિયા સંત કવિ. હિન્દી ગુજરાતી મિશ્ર ભાષામાં ગણપતિ સ્તુતિનાં અને અન્ય અધ્યાત્મ વિષયક ભજનો. આ ભજનોમાં પાઠાંતરે તોડાપુરી કે તોરલપરી નામ પણ મળે છે.

(૪૩) ત્રિકમસાહેબ (ઇ.સ.૧૭ર૬-૧૮૦૧)

રવિ-ભાણ સંપ્રદાયના સંતકવિ. ખીમસાહેબના શિષ્ય. કચ્છમાં રામવાવ ગામે (તા. રાપર) હરિજન ગરોડા જ્ઞાતિમાં જન્મ‚ રામગિર નામના જોગી મહાત્માની પ્રેરણાથી ભાણસાહેબના પુત્ર ખીમસાહેબના નાદશિષ્ય બન્યા. કચ્છના વાગડ વિસ્તારમાં ચિત્રોડ ગામે ગાદીની સ્થાપના કરી. ત્રિકમસાહેબના આગમનથી રવિ ભાણ સંપ્રદાયમાં હરિજનોને સ્થાન મળ્યું અને આગળ જતાં ‘વાડીના સાધુ’ તરીકે ઓળખાતા હરિજન સંત-ભક્તો-કવિઓની સમૃદ્ધ પરંપરા મળી. હિન્દી અને ગુજરાતી ભાષામાં રચાયેલી એમની ભજનવાણી ઉપર કબીરસાહેબની અને તેમની વાણીનો વ્યાપક પ્રભાવ પડયો છે. એમાં આધ્યાત્મિક ઉન્માદની લહેરો વ્યકત થઈ છે. શિષ્યો : ભીમસાહેબ (આમરણ) અને નથુરામ (રાધનપુર) સમાધિસ્થાન : રાપર ગામે. (જન્મ તા.પ.૮.૧૭ર૬ શ્રાવર્ણવદ ૮ સોમવાર વિ.સં.૧૭૮ર‚ સમાધિ વિ.સં.૧૮પ૭ ચૈત્ર સુદ બીજઇ.સ.૧૮૦૧).

(૪૪) દયાનંદ/મુંડિયા સ્વામી (ઇ.સ.૧૮પર-૧૯ર૯)

ડમરાળા ગામે શ્રીગોડ માળવી બ્રાહ્મણ જ્ઞાતિમાં કાશીરામ અને પાનબાઈને ત્યાં ઇ.સ.૧૮પરમાં વિ.સં. ૧૯૦૮માં ભાદરવા સુદ ૧પ સોમ જન્મ. જામનગરના સાધુ બ્રહ્માનંદ પાસે ઇ.સ. ૧૮૮૬માં દીક્ષા. જૂનાગઢના રેવન્યુ ખાતામાં અથવા પોલીસ ખાતામાં નોકરી કરતા. એકવાર વિના કારણ નિરપરાધીને દંડ કર્યો‚ પાછળથી પશ્ચાતાપ થતાં રાજીનામું આપી સન્યસ્ત ધર્મ સ્વીકાર્યો. ઇ.સ.૧૯ર૯માં જામનગરમાં ગુરુ બ્રહ્માનંદની સમાધિ પાસે સમાધિ લીધી. રચના : ઉપદેશાત્મક જ્ઞાનમાર્ગી સંતવાણી ભજનો. અખાની પરંપરાની જ્ઞાનમાર્ગી કવિ.

(૪પ) દયારામ (ઇ.સ.૧૭૭૭-૧૮પ૩)

મધ્યકાળના અંતિમ સમયના ગણાતા‚ પ્રેમલક્ષણા ભક્તિધારાના પ્રમુખ ભક્તકવિ. વડોદરા જિલ્લાના ચાણોદના વતની. જન્મ : ચાણોદ અથવા મોસાળના ડભોઈ ગામે. સાઠોદરા નાગર જ્ઞાતિમાં પ્રભુરામ ભટ્ટ અને માતા રાજકોરબાને ત્યાં વિ.સં.૧૮૩૩ ભાદરવા સુદ ૧૧ શનિવારે‚ અવસાન : વિ.સં.૧૯૦૯ મહા વદ પ સોમવાર. ઈષ્ટદેવ હાટકેશ્વર‚ કુલધર્મ પુષ્ટિમાર્ગી વૈષ્ણવ.

(૪૬) દલુ વાણિયો

‘રામદેવપીરનો હેલો’ જેવી મારવાડી-ગુજરાતી ભાષાઓમાં ગવાતી અત્યંત લોકપ્રિય રચનાના રચયિતા ભક્તકવિ. સંભવત : રાજસ્થાન-મારવાડના વતની. ભાટી હરજી (ઇ.સ.૧૭૦૧-૧૭૮૧)ના સમકાલીન હોવાનો સંભવ છે.

(૪૭) દાસી જીવણ/જીવણસાહેબ/જીવણદાસજી (ઇ.સ.૧૭પ૦-૧૮રપ)

રવિ-ભાણ સંપ્રદાયના તેજસ્વી સંત કવિ. ભીમસાહેબના શિષ્ય. જન્મ વિ.સં.૧૮૦૬ ઇ.સ. ૧૭પ૦માં ઘોઘાવદર (તા.ગોંડલ‚ જિ.રાજકોટ) ગામે હરિજન ચમાર કુટુંબમાં દાફડા શાખના જગાભગત સામબાઈને ત્યાં. દાસી ભાવે પરમાત્માની ઉપાસના કરનારા આ સંત કવિ લોકોમાં ‘રાધાનો અવતાર’ તરીકે ઓળખાય છે. નિર્ગુણ નિરાકારની સાથે સગુણ સાકારની ઉપાસનાનો સમન્વય કરી પ્રેમલક્ષણા દાસીભાવ‚ જ્ઞાન‚ યોગ‚ વૈરાગ્ય‚ ચેતવણી‚ બોધ ઉપદેશ ગુરુમહિમા એમ વિવિધ ભાવસૃષ્ટિ ધરાવતાં ભજનોના રચયિતા સંત કવિ તરીકે સૌરાષ્ટ્રના ભજનસાહિત્યમાં દાસી જીવણે મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. એમનાં પ્યાલો‚ કટારી‚ બંસરી‚ બંગલો‚ મોરલો‚ હાટડી‚ ઝાલરી વગેરે રૂપકાત્મક ભજનો ઉચ્ચ પ્રકારની સાહિત્યિક ગુણવત્તા ધરાવે છે. દાસી જીવણે સં. ૧૮૮૧ આસો વદી અમાસ-દીવાળીને દિવસે (ઇ.સ.૧૮રપ) ઘોઘાવદરમાં જ જીવતા સમાધિ લીધેલી. પત્ની : જાલુમા. પુત્ર : દેશળભગત. શિષ્યો : પ્રેમસાહેબ (કોટડા સાંગાણી)‚ અરજણ (ભાદરા).

(૪૮) દેવળદે (ઇ.સ.૧૪૬૦ આસપાસ હયાત)

મહાપંથના અનુયાયી સંત કવયિત્રી. દેવાયત પંડિતનાં પત્ની. દેવાયત પંડિતના અવસાન સમયે રચાયેલું ગણાતું એક ભજન ‘હંસારાજા રહી જાઓ આજુ કેરી રાત…’ દેવળદેની રચના તરીકે‚ લોકભજનિકોમાં અત્યંત લોકપ્રિય ભજનવાણી તરીકે જાણીતું છે. જીવ જ્યારે કાયામાંથી વિદાય લે છે ત્યારે કાયાનો વિલાપ દર્શાવતું આ ભજન ઉચ્ચ સાહિત્યિક ગુણવત્તા ધરાવતું કરુણ પ્રશસ્તિ કાવ્ય છે. જન્મસ્થળ : બોખીરા (પોરબંદર). સમાધિસ્થળ : કોળિયાક (જિ.ભાવનગર). બોખીરા (પોરબંદર) નંદેશ્વરની જગ્યા જે દેવતણખીની જગ્યા તરીકે ઓળખાય છે.

(૪૯) દેવાયત પંડિત (ઇ.સ.૧૪૬૦ આસપાસ હયાત)

ગુજરાતી ભાષામાં ‘આગમ’ પ્રકારની ભજનવાણી રચનાર પ્રસિદ્ધ મહાપંથના સંત-કવિ. પત્ની : દેવળદે. ગુરુ : શોભાજી/સુબાજી કે શંભુજી (ઇ.સ.૧૪૩૦માં જેમની નિમણુંક ઉપદેશક તરીકે થયેલી એવા પીર સદરૂદ્દીન જેમણે શંભુજી કે સહદેવ જોશીના નામે‚ માલદે રચિત ભજનોમાં માત્ર નામાચરણો પોતાનાં મૂકીને ભજન રચનાઓ આપી છે.). દેવાયત વિશે અનેક ચમત્કારમય દંતકથાઓ સાંપડે છે. કોઈ તેમને થાનના બ્રાહ્મણ‚ કોઈ બરડા બીલેસર ના હરિજન બ્રાહ્મણ‚ કોઈ વંથલીના ઉદયશંકર ગોરના પુત્ર‚ તો કોઈ માલધારી જાતિના સંત તરીકે ઓળખાય છે. માર્ગીપંથના ખોજા કવિ કેશવની રચનાઓ પણ દેવાયતના નામે રચાયેલી હોવાનું નોંધાયું છે. અને દેવાયત કૃત માર્ગીપંથના ભજનો તથા ‘મેદી પુરાણ’ જેવો ગ્રંથ એમણે રચ્યો હોવાની નોંધ ખોજા જ્ઞાતિના પુસ્તકોમાંથી મળી આવે છે. ‘મેંદીપુરાણ’‚ ‘દેલમી આરાધ’ વગેરે દેવાયત રચિત ઘણી કૃતિઓ ખોજા લોકોમાં પ્રચલિત છે. અમદાવાદ જિલ્લાના મોડાસર (તા.સાણંદ) ગામે વિ.સં.૧૮૬પનો પાળિયો દેવાયત પંડિતના પાળિયા તરીકે પ્રસિદ્ધ છે‚ તો ભાવનગર જિલ્લાના કોળિયાક ગામે નકળંકનો મેળો ભરાય છે. ત્યાં માલણ નદીને કાંઠે દેવાયત દેવલદે તથા સાલો અને સૂરોની સમાધિઓ હોવાનું સંભળાયું છે. ગુજરાતી ભજનસાહિત્યમાં એમનાં ‘આગમ’ પ્રકારનાં ભજનો અદ્વિતીય છે. પોતાની પત્ની દેવલદેને ઉદેશીને એમણે આ આગમોની રચના કરી છે. તેમના શિષ્ય મંડળમાં દેવતણખી લુહાર‚ લીરલબાઈ‚ રબારી ભક્ત હાલો‚ આહિર ભક્તસુરો અને કુંભાર ભક્તઢાંગો તથા વણવીરનો સમાવેશ થાય છે. રામદેવપીર કૃત ‘નિરંજનપ્રમાણ’ માં દેવાયત પંડિતનો ઉલ્લેખ મળે છે. જ્યારે શ્રી નરોત્તમ પલાણના મત મુજબ સમય : ઇ.સ.૧૬૧રમાં હયાત. અકબર પ્રણિત ‘દીન-એ-ઈલાહી’ (સ્થાપના : ઇ.સ.૧પ૮૧)માં જે મુખ્ય સહાયકો હતા‚ તેમાં શાહજી-શોભાજી નામના એક ખોજા ધર્મગુરુ હતા‚ જેમણે ૧૬૧રમાં કચ્છ સૌરાષ્ટ્રમાં ધર્મપ્રચારર્થ યાત્રા કર્યાના ઉલ્લેખો મળે છે. આ સમયે દેવાયત પંડિત સાથે એમની મુલાકાત થઈ છે.

(પ૦) દેવારામ (અવસાન ઇ.સ.૧૯૪૩)

રવિભાણ પરંપરાના સંતકવિ. રાપર (કચ્છ)ના જાનકીદાસજી રાવલ (સૌરાષ્ટ્ર)માં આવી જગ્યા બાંધે છે‚ તેની પરંપરાના રામગુરુના શિષ્ય. જન્મસ્થાન અને વતન : રાવલ (જિ.જામનગર) સમાધિ સ્થાન દેગામ (પોરબંદર). તેમના ગુરુ રામગુરુ પોરબંદર પાસેના રામવાવ આશ્રમના મહિલા સંત હતા‚ તેમની તથા દેવારામની સમાધિ હાલ પોરબંદર પાસે દેગામમાં આવેલી છે. દેગામના પાદરમાં દેવારામનો વિશાળ આશ્રમ પણ છે. રચના છૂટક ભજનો તેમ ગુરુમહિમાની સ્તુતિ. હસ્તપ્રત પ્રાપ્ત છે.

(પ૧) દેવીદાસ (ઇ.સ.૧૭રપ-૧૮૦૦)

પરબવાવડી (તા.ભેસાણ‚ જિ.જુનાગઢ)ની પ્રસિદ્ધ જગ્યાના સ્થાપક સંત કવિ. મુંજિયાસર ગામે રબારી જ્ઞાતિના જીવાભગત/પુંજાભગત અને માતા : સાજણબાઈને ત્યાં એકાશીયા કાળ પછી જન્મ વિ.સં.૧૭૮૧ થી ૧૭૮પ લગ્ન સંસાર અને બે પુત્રોના જન્મ પછી સંસાર ત્યાગ. એમના ગુરુ તરીકે લોહલંગરી જીવણદાસજીના આદેશથી પરબની જગ્યા બાંધી હોવાના ઉલ્લેખો મળે છે. એ સિવાય ગુરુ તરીકે જેરામભારથી કે જયરામગિરિનાં નામો પણ નોંધાયા છે. એમના ઉપર નૂરશાહની અમીનજર હતી. જીવનભર રકતપિક્રિયાઓની સેવા. શિષ્યો : શાદુળભગત ખુમાણ અને આહિર કન્યા : અમરબાઇ.

(પર) ધનાભગત (અવસાન ઇ.સ.૧૭૭પ)

ધોળા જંકશન (તા.ઉમરાળા‚ જિ.ભાવનગર) ગામના કાકડિયા અટકના કણબી જ્ઞાતિના સંત કવિ. પિતાનું નામ કેશવ. સાધુ સંતોને અનાજ ખવરાવી ખેતરમાં વેળુ વાવી‚ પ્રભુકૃપાએ અનાજ મળ્યું એવી દંતકથા ધનાભગત વિશે નોંધાઈ છે. રચના : ભજન ‘રામબાણ વાગ્યાં રે હોય તે જાણે…’. પુત્ર દિયાળ બાપાએ ઇ.સ.૧૮૪પ વિ.સં.૧૯૦૧માં રામજીમંદિર ને ધનાભગતની ચરણપાદુકા પધરાવી. દિયાળભગત પછી તેની દીકરીનો પરિવાર કાળાભગતના ગોપાળ‚ જાદવ અને જાદવના પરશોત્તમ.

(પ૩) ધીરોભગત (અવસાન ઇ.સ.૧૮રપ)

મધ્યકાલીન જ્ઞાનમાર્ગી કવિ. ગોઠડા (સાવલી પાસે‚ જિ.વડોદરા) ગામે બ્રહ્મભટ્ટ બારોટ જ્ઞાતિમાં જન્મ. પોતાનાં જ્ઞાન-વૈરાગ્યનાં પદો વાંસની ભુંગળીમાં વહેતાં મૂકી દેનારા સંત. આયુષ્ય ૭ર વર્ષનું. શિષ્યો-બાપુસાહેબ ગાયકવાડ વગેરે…

(પ૪) નથુરામ

હરિજન બ્રાહ્મણ‚ ત્રિકમસાહેબના ભાણેજ તથા શિષ્ય. ભીમ સાહેબના ગુરુભાઈ‚ આશ્રમ રાધનપુર જિ.મહેસાણા માં ઇ.સ.૧૭૭પ આસપાસ હયાત. સમાધિ કારતક વદ ૮ ગુરુવાર તા.૧૮-૧૧-૧૮પર બાલકસાહેબના ગુરુ. રવિ ભાણ સંપ્રદાય.

(પપ) નરભેરામ (અવસાન ઇ.સ.૧૮પર)

પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. જન્મ : ચતુર્વેદી મોઢ બ્રાહ્મણ જ્ઞાતિમાં પીજ તા. પેટલાદ ગામે. પાછળથી જીવનના અંત સુધી અમદાવાદ રહ્યા હતા.

(પ૬) નરસિંહ મહેતા (ઇ.સ.૧૪૦૮-૧૪૮૦) (ઇ.સ.૧૪૧૪-૧૪૭૪)

ગુજરાતી મધ્યકાલીન સાહિત્યમાં આદિ કવિનું બિરુદ મેળવનારા સંત-ભક્ત-કવિ. તળાજામાં વડનગરા નાગર જ્ઞાતિના કૃષ્ણદાસ મહેતાને ત્યાં જન્મ. માતા : દયાકુંવર‚ પત્ની : માણેકબાઇ. સંતાનો : શામળદાસ‚ કુંવરબાઇ. ગૃહત્યાગ પછી ગોપનાથની કૃપાથી રાસલીલાનું દર્શન. અનેકવાર ભક્તિની આકરી કસોટી તાવણીમાંથી પાર ઊતર્યા. પુત્ર વિવાહ‚ પિતાનું શ્રાદ્ધ‚ પુત્રીનું મામેરું‚ હુંડી ને હારમાળા જેવા પ્રસંગોએ ઈશ્વરી સહાય મળતી રહી. જીવનની અંતિમ અવસ્થા એણે માંગરોળમાં ગાળી હોવાની સંભાવના થઈ છે. જીવનકાળ દરમ્યાન નિવાસ જૂનાગઢમાં. રચના : ‘સુદામા ચરિત્ર’‚ ‘દાણલીલા’‚ ‘ચાતુરીઓ’‚ ‘વિવાહ’‚ ‘મામેરૂં’‚ ‘હૂંડી’‚ ‘હારમાળા’‚ ‘ઝારીનાં પદ’ અને ભક્તિ શૃંગારનાં તથા જ્ઞાનનાં પદો જેમાં ‘રાસ સહસ પદી’ અને ‘શૃંગારમાળા’‚ વગેરે રચનાઓ.

(પ૭) નાનકસાહેબ (ઇ.સ.૧૭૯૪-૧૯૦૧)

રવિ ભાણ સંપ્રદાયના ગંગસાહેબના શિષ્ય. ભજનિક કવિ. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દીગસર ગામે ગરો જ્ઞાતિમાં જન્મ. વિ.સં. ૧૮પ૦ માગશર સુદ ૭‚ સોમવાર. પિતા : કૃષ્ણદાસ‚ માતા અમૃતબાઇ. પત્ની : ગૌરી‚ પુત્ર : ખીમદાસ. ૩૦૦ જેટલાં ભજનોની રચના.૧૦૭ વર્ષનું આયુષ્ય ભોગવીને અવસાન વિ.સં. ૧૯પ૭‚ આસો સુદ ૧૧.

(પ૮) નારાયણદાસજી (ઇ.સ.૧૮ર૬-૧૯૦૧) વિ.સં.૧૮૮ર અષાડ સુદ-૧૧.

ભજનિક સંત કવિ. વિ.સં.૧૮૮ર શેત્રુંજી કાંઠે ભડકલા ગામે જન્મ. બાલ્યાવસ્થામાં માતા પિતાનું અવસાન થતાં કાકાએ ઉછેર્યા. વીસ વર્ષની વયે કનેસરા (તા.જસદણ‚ જિ. રાજકોટ) રહેવા ગયા. ત્યાં રામજી મંદિરની સ્થાપના કરી. પુત્ર : ધર્મદાસ‚ રચના : ભજનો ગ્રંથ : ‘નારાયણ ભજન સાગર’. ગુરુ : લાલદાસજી. કેટલાક ભજન સંગ્રહોમાં નારાયણદાસજીનાં ભજનો સાથે ‘મોતીદાસ’ અને ‘ઉગમ’ એવા ગુરુનામો પણ મળે છે.

(પ૯) નિરાંત (ઇ.સ.૧૭૪૭-૧૮પર)

જ્ઞાનમાર્ગી સંત કવિ. દેથાણ (તા.કરજણ‚ જિ.ભરૂચ)માં ગોહિલ રાજપુત જ્ઞાતિમાં જન્મ. પિતા ઉમેદસિંહ‚ માતા હેતાબા. પ્રથમ દીક્ષા કણઝટના રામાનંદી સાધુ ગોકળદાસ પાસે. ત્યારબાદ સચ્ચિદાનંદ પરિવ્રાજક દંડીસ્વામી‚ અમનસાહેબ વગેરેસંતો સૂફીઓ પાસેથી નિર્ગુણ ઉપાસનાધારામાં આગળ વધેલા. એમના નામ સાથે જોડાયેલો ‘નિરાંત સંપ્રદાય’ ખૂબ જ વિસ્તર્યો છે.

(૬૦) નિષ્કુલાનંદ સ્વામી (ઇ.સ.૧૭૬૬-૧૮૪૮)

સ્વામિનારાયણ સંપ્રદાયના સંત કવિ. ગુર્જર સુતાર જ્ઞાતિમાં શેખપાટ ગામે જન્મ. પિતા : રામજીભાઈ‚ માતા : અમૃતબા. પૂવાશ્રમનું નામ : લાલજી. પોતાની અનિચ્છા છતાં આઘોઈ ગામના કંકુબાઈ સાથે કુટુંબના આગ્રહથી લગ્ન કર્યા. સંતાન : માધવજી‚ કાનજી‚ ઇ.સ.૧૮૦૪માં સહજાનંદ સ્વામી પાસે દીક્ષા. અવ. ધોલેરામાં ઇ.સ.૧૮૪૮. રચના : ર૩ જેટલી નાની મોટી કૃતિઓ અને ૩૦૦ જેટલાં પદો.

(૬૧) નૂર સતાગર (ઇ.સ.૧૪પર-૧પ૧૩)

નિઝારી ઈસ્માઈલી સંત. વિશેષ માહિતી : ગુજરાતી સાહિત્યકોશ (મધ્યકાળ) બીજા સૂફી સંત સાંઈ નૂરશા બિલખા નવાગામ પાસે જગ્યા.

(૬ર) પદમપરી

ભજનિક ભક્ત કવિ.

(૬૩) પાલણશી

ભજનિક ભક્ત કવિ.

(૬૪) પુરુષોત્તમ

અર્વાચીન સમયના ભક્ત કવિ. પોરબંદરમાં વાંજા-દરજી જ્ઞાતિમાં જન્મ. એમના ‘પુરૂષોત્તમવાણી’ ગ્રંથમાં અપાયેલી ભજન રચનાઓ લોકભજનિકોમાં ખૂબ જ ગવાય છે.

(૬પ) પૂનાદે

બરડા પ્રદેશના ચારણ કવયિત્રી. એમની એક પ્રભાતી ભજન રચના ‘ભણતી સાં કાનજી કાળા રે… માવા મીઠી મોરલી વાળા…’ (પ્રભાતીયું) અત્યંત લોકપ્રિય થઈ છે.

(૬૬) પીઠો (ઇ.સ.૧૮૪૦-૧૮૮૯)

રવિ ભાણ સંપ્રદાયના હરિજન સંત કવિ. બાલકસાહેબના શિષ્ય. વાણવી શાખની મેઘવાળ જ્ઞાતિમાં‚ વિ.સં. ૧૮૯૬ માં ડેડરવા વંથલી (જિ.જૂનાગઢ) ગામે જન્મ. એ સમયના બહારવટિયા જમિયતશાની સાથે રહીને બાર વર્ષ સુધી બહારવટું ખેડેલું‚ એ પછી બાલક સાહેબનો ભેટો થતાં દીક્ષા લીધી એમ કહેવાય છે. વિવાહ : ખજુરા ખાટલી ગામે. પાંચ દીકરા હતા તેમાંથી ચારની વંશ પરંપરા ચાલુ છે. રચના : ભજનો. જેમાં : યોગસાધના. ગુરુ મહિમા‚ બોધ-ઉપદેશ અને ભક્તિનું આલેખન. અવસાન વિ.સં.૧૯૪પ વંથલી.

(૬૭) પ્રાચીન –

લોકકંઠે સચવાતી આવેલી અને જેના સર્જકો કોઈ અનામી કવિઓ હશે. જેમાં ધ્રુવ અને પ્રહલાદ‚ રાજા ધરમ‚ ગોપીચંદ ભરથરી‚ સહદેવ જોષી‚ મારકુંડ ઋષિ વગેરે નામાચરણો ધરાવતા ભજનોનાં રચયિતાઓ ને પ્રાચીનમાં મુકી શકાય.

(૬૮) પ્રાણનાથસ્વામી (ઇ.સ.૧૬૧૮-૧૬૯પ)

પ્રણામી નિજાનંદ સંપ્રદાયના આ સ્થાપક દેવચંદ્રજીના શિષ્ય. જ્ઞાની વિદ્વાન કવિ. મનગરમાં લોહાણા જ્ઞાતિના કેશવજી ઠક્કર અને માતા ધનબાઈને ત્યાં જન્મ. દીક્ષા. ૧૬૩૧. જન્મનામ : મહેરાજ. દીક્ષાનામ : પ્રાણનાથ. કેટલીક રચનાઓ ‘ઈન્દ્રાવતી’ને નામે. હિન્દી‚ ઉર્દૂ‚ સિંધી અને ગુજરાતી ભાષામાં મોટી સંખ્યામાં પદો કીર્તનો ઉપરાંત ‘બારમાસી’‚ ‘ષડઋતુ’ અને ‘તારતમ સાગર/શ્રીજી મુખવાણી’ ગ્રંથ. બુંદેલ ખંડના પન્ના ગામે જીવતાં સમાધિ.

(૬૯) પ્રીતમ-પ્રીતમદાસ (ઇ.સ.૧૭૧૮-૧૭૯૮)

જ્ઞાનમાર્ગી ભક્ત કવિ. સૌરાષ્ટ્રના ચૂડા (રાણપુર) ગામે બારોટ જ્ઞાતિમાં પિતા પ્રત

Address

Tharad

Telephone

+919904478700

Website

Alerts

Be the first to know and let us send you an email when कविंद्र posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category