
12/11/2024
આપણા યુગના સૌથી વધુ પ્રસિદ્ધ લેખકોમાંના એક, પોલો કોએલો દ્વારા લિખિત આ પુસ્તક એવી વાર્તાઓ અને દૃષ્ટાંતકથાઓ લાવે છે જેના થકી માનવસ્વભાવનું રહસ્ય છતું થાય છે. આ લખાણો પોલો કોએલો લિખિત વર્તમાનપત્રમાં દરરોજ ‘Maktub' નામે પ્રસિદ્ધ થતી કોલમમાંથી લેવામાં આવ્યાં છે. Maktubનો અર્થ છે નિયતિ. વિધિના લેખ. આ પુસ્તક વાચકને શ્રદ્ધા, આત્મખોજ અને બદલાવની યાત્રા તરફ લઈ જાય છે. લેખક જણાવે છે કે, આ પુસ્તક 'સલાહ' માટે નથી, અનુભવની લેવડ-દેવડ માટે છે.”
દરેક વાર્તા આપણું અને આપણી આજુબાજુના લોકોનું જીવન જુદા પરિપેક્ષ્યમાં જોવા માટે પ્રકાશ ફેંકે છે, જેને લીધે આપણે સામૂહિક અને વ્યક્તિગત માનવતા વિશે સનાતન સત્ય જાણી શકીએ. પૉલો કોએલો કહે છે કે, “જે વ્યક્તિ માત્ર પ્રકાશ જ શોધે છે અને પોતાની જવાબદારીઓ બીજાને સોંપી દે છે તે ક્યારેય પ્રબુદ્ધ, જ્ઞાનમય નહીં થાય. જે વ્યક્તિ પોતાની આંખો માત્ર સૂર્ય પર નજર રાખે છે તે અંધ થઈ જશે.” આ જ્ઞાનમય લખાણોમાં વાતચીત કરનાર સર્પ, પહાડ ચડતી વૃદ્ધ મહિલા, ગુરુને પ્રશ્નો પૂછતા શિષ્યો, બુદ્ધનો સંવાદ, રહસ્યમય સાધુઓ અને સમગ્ર વિશ્વનાં રહસ્યો વિશે જાણવા પ્રયત્ન કરતાં સંતો છે.
તેમણે આની પહેલાં જે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સુવિખ્યાત પુસ્તકો લખ્યાં છે તેને અનુસરતી આ ટૂંકી, પ્રેરણાત્મક વાર્તાઓ દરેક વયના વાચકોને અને અગમના શોધકોને આકર્ષિત કરશે.
આપણા યુગના સૌથી વધુ પ્રસિદ્ધ લેખકોમાંના એક, પોલો કોએલો દ્વારા લિખિત આ પુસ્તક એવી વાર્તાઓ અને દૃષ્ટાંતકથાઓ લાવે છ.....