31/05/2025
ઉત્તર પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગ અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની દાસ્તાન.
લાયન સર્કલથી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન રોડ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીનમાં ઝૂંપડપટ્ટી ઉભી થઈ ગઈ છે શું તેની જાણ ઉત્તર પશ્ચિમ ઝોન એસ્ટેટ ઓફીસરને નહોતી ?
શુ આ ઝૂંપડપટ્ટી દેશી દારૂનો ધંધો ધમધમી રહ્યાની જાણ વસ્ત્રાપુર પોલીસને નહોતી ?
જાણવા મળતી વિગતો મુજબ તાજેતર માં એક વિડિઓ વાયરલ થયેલ જેમાં સિંહ સર્કલ થી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન જવાના રસ્તે ફૂટપાથ ઉપર ઝૂંપડપટ્ટી નું વર્ષો થી દબાણ થયેલ છે. જેમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેચાય છે. જે વિડિઓ માં પણ સ્પષ્ટ નઝરે ચડે છે.
વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની બાજુ કોર્પોરેશનની જમીનમાં જ ઝૂંપડપટ્ટીઓ બની ગયેલ અને આ સ્થળ પર ખુલ્લેઆમ દેશી દારૂનો ધંધો ધમધોકાર ચાલતો હોવાનો વિડીયો વાયરલ થતાંજ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ સ્ટેશનના સ્ટાફ ને ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ ઓફીસર પાસે રૂબરૂ દોડાવીને તાત્કાલિક દબાણ દૂર કરવા એસ્ટેટ ઓફીસરની મદદ માંગી અને એસ્ટેટ ઓફીસર પણ પોલીસની અને દેશી દારૂના અડ્ડા વાળાઓની મીલી ભગત નો પર્દાફાશ થાય નહીં તે માટે હરકતમાં આવી ગયા અને દબાણની ગાડીઓ મોકલી ઝૂંપડપટ્ટીનુ દબાણ હટાવી દેવામાં આવ્યું અને દારૂ વેચનારાઓને ભગાડી મૂકી દેશી દારૂના વેપલા નો આંખો કાંડ અને તેના પૂરાવા નો નાશ કરી દીધો.હવે જોવાની વાત તો એ છે આ ઝૂંપડપટ્ટી બાબતે કેટકેટલી વાર લોકો દ્વારા ફરિયાદ કરવા છતાં પણ એસ્ટેટ વિભાગ તેમજ વસ્ત્રાપુર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી નહોતી.
રાજપથ રૉ હાઉસ જજીસ બંગલા રોડ પર રહેણાંકમા ગેરકાયદેસર હોટલ કોફી શૉપ બની ગયા છે અને ત્યાં રોડ પર ખૂલ્લેઆમ નશાનો કારોબાર ચાલતો હોવાથી સ્થાનીકો દ્વારા સહીઓ સાથે લેખીત રજુઆતો પણ કરી હતી . એસ્ટેટ વિભાગ અને વસ્ત્રાપુર પોલીસ પણ ચૂપકીદી સેવી લીધી છે .
અને અચાનક આ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ના માત્ર ૨૦૦ મીટરના અંતરે આવે આ ઝૂંપડપટ્ટી માં દારૂ વેચાય છે એવો વિડિઓ વાયરલ થતાંજ માત્ર બે કે ત્રણ કલાક માં જ આ ઝૂંપડપટ્ટી એસ્ટેટ વિભાગ દ્વારા હટાવી લેવામાં આવી.
તપાસ કરતા એવું જાણવા મળ્યું કે વસ્ત્રાપુર પોલીસ દ્વારા એસ્ટેટ વિભાગ ના સંપર્ક કરવામાં આવતા એસ્ટેટ વિભાગે આ ઝૂંપડપટ્ટી ને તાત્કાલિક ત્યાંથી હટાવી લીધી. જેથી પુરાવાનો તત્કાલિક નાશ થઈ જાય અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની બાજુમાં ચાલતા દેશી દારૂના વેપલા નો હોબાળા ઉભો થાય નહીં અને બચી જાય.
એસ્ટેટ ઓફીસરની મિલીભગત તો જુઓ પુરાવાની નાશ થાય, અને વસ્ત્રાપુર પોલીસ દેશી દારૂ કાંડથી બચી જાય એટલે એસ્ટેટ ઓફિસરે તાત્કાલિક દબાણની ગાડીઓ મોકલી દબાણ હટાવી દીધું.
વસ્ત્રાપુર પોલીસ એસ્ટેટ ના કેટલાય એવા કૌભાંડો છે જેની ફરિયાદો પણ થઈ છે. પરંતુ દોસ્તી નિભાવવા માટે બંને એક બીજાને સાચવે છે ???