સર્વોપરી અક્ષરપુરુષોત્તમ સિધ્ધાંત- Sarvopari Akshar Purushottam Sidhdhant

  • Home
  • સર્વોપરી અક્ષરપુરુષોત્તમ સિધ્ધાંત- Sarvopari Akshar Purushottam Sidhdhant

સર્વોપરી અક્ષરપુરુષોત્તમ સિધ્ધાંત- Sarvopari Akshar Purushottam Sidhdhant "અક્ષર રૂપ થઇ ને એક પુરુષોત્તમ ની ભક્તિ કરવી...એ જ બ્રહ્મમાર્ગ...એ જ ધ્યેય.....

“ગુણાતીતો અક્ષરમ બ્રહ્મ ,ભગવાન પુરુષોત્તમ
જનો જાનમનીદમ સત્યમ મુચ્યાતે ભવબંધનાત”
પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ...પ.પુ. મહંત સ્વામી મહારાજ અને આપણી ગુણાતીત પરંપરા એ કે જેણે- ગુણાતીતાનંદ સ્વામી જ મૂળ અક્ષર છે અને સહજાનંદ સ્વામી જ એક પૂર્ણ પુરુષોત્તમ છે- એ બ્રહ્મ સત્ય ને જીવ માત્ર સુધી પહોંચાડવા -પોતાની જાત ને ઘસી નાખી છે..અને એક જ સર્વોપરી સિધ્ધાંત કે જેણે જીવમાત્ર માટે અક્ષરધામ ને સુલભ બનાવ્યું...એ સ

ર્વોપરી સિધ્ધાંત .."અક્ષર રૂપ થઇ એક પુરુષોત્તમ ની ભક્તિ કરવી" ને જન જન સુધી પહોંચાડવા નો એક પ્રયાસ છે....આપણે તો એક માધ્યમ માત્ર છીએ.....

આજે આસો સુદ એકમ.....અર્થાત શક્તિ ના પવિત્ર પર્વ -ઉત્તમ ભક્તિ ના પર્વ -નવરાત્રિ ની શરૂઆત.........ॐ सर्व मंगल मांगल्ये शिव...
22/09/2025

આજે આસો સુદ એકમ.....અર્થાત શક્તિ ના પવિત્ર પર્વ -ઉત્તમ ભક્તિ ના પર્વ -નવરાત્રિ ની શરૂઆત.........

ॐ सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके ;
शरण्ये त्रयम्बिके गौरी नारायणी नमोस्तुते,

या देवी सर्व भुतेशु शक्ति रूपेण संस्थिता ; नमस्तस्सये,नमस्तस्सये,नमस्तस्सये नमो नमः ।

આજથી આપણા મંદિરો માં ભક્તિ પર્વ ની શરૂઆત થશે........અને સમગ્ર ગુજરાત-ભારત "ગર્ભ-દીપક" ના આ ઉત્સવ માં માં જગદંબા -આદ્ય શક્તિ ની ભક્તિ માં હિલોળે ચડશે.....પણ હમેંશ ની જેમ આપણા ગુણાતીત ગુરુઓ -સંતો ની આજ્ઞા મુજબ........મર્યાદા સાચવવી......નિયમ-ધર્મ માં લગારે ફેર ન પડે........આ પર્વ માં જીવ ની અપ્રતિમ શુધ્ધતા જળવાય અને એ એક શ્રીજી-શક્તિ માં જ જોડાય...એમ જ કરવું.....! આ ઉત્સવ ઇન્દ્રિય ..અંતઃકરણ ના ઉપવાસ થકી દેહ અને અંતર ને શુદ્ધ કરી.....શુદ્ધ ભક્તિ.....આરાધના.....ઉપાસના.....અને જગતજનની રૂપી અક્ષર ને રાજી કરી પુરુષોત્તમ ને પામવા નો ઉત્સવ છે .......યાદ રાખો.......

અને એટલા માટે જ- આપણા સત્સંગી-યુવા ધન ને ભક્તિ નો મહિમા સમજવવા- દરેક બેપ્સ મંદિરો માં- આજથી ભક્તિ પર્વ શરુ થશે....રાત્રે- મોટા મંદિરો માં- યુવાન-ધન સર્વે માટે- કીર્તન-રાસ-કથા-સંવાદ -રસપ્રદ કાર્યક્રમ દ્વારા થશે.............માટે એનો અચૂક લાભ લેવો..!

ચાલો ...આજ્ઞા ના મહિમા ને જીવસ્થ કરીએ એક વચનામૃત દ્વારા.......

સ્વામિનારાયણ હરે.........

પછી શ્રીજીમહારાજ કૃપા કરીને બોલ્યા જે,

“સ્વધર્મે યુક્ત એવો જે ભગવાનનો ભક્ત તેના અંતરને વિષે તો પોતાનું યથાર્થ પૂર્ણકામપણું મનાતું નથી, અને તે પૂર્ણકામપણું તો આત્મનિષ્ઠા ને ભગવાનના માહાત્મ્યનું જ્ઞાન તેણે કરીને જ થાય છે; અને એ બેમાં જેટલી ન્યૂનતા રહે છે તેટલી પૂર્ણકામપણામાં ન્યૂનતા રહે છે. માટે એ બે વાનાં તો ભગવાનના ભક્તને દ્રઢપણે સાધવાં. ..............

જે ભક્તની ચિત્તવૃત્તિ ભગવાનના સ્વરૂપને વિષે જોડાણી તેને અષ્ટાંગયોગ વગર સાધે સધાઈ રહ્યો. માટે અમે કહ્યાં જે આત્મનિષ્ઠા અને ભગવાનના માહાત્મ્યનું જ્ઞાન એ બે સાધન તે દ્રઢપણે રાખવાં; અને વર્તમાનધર્મ છે તે તો ભગવાનની આજ્ઞા છે, તે જરૂર રાખવાં....................

તેમ સત્સંગી હોય તેને ભગવાનની આજ્ઞામાં ફેર પાડવો જ નહીં. કેમ જે, એ ભગવાનની આજ્ઞા પાળે તો તેની ઉપર ભગવાન રાજી થાય છે. અને ભગવાનનું માહાત્મ્યજ્ઞાન તથા વૈરાગ્યે સહિત આત્મજ્ઞાન એ બેની અતિશય દ્રઢતા રાખવી અને પોતાને વિષે પૂર્ણકામપણું સમજવું જે, ‘હવે મારે ક્યાંઈ ન્યૂનતા રહી નથી;’ એમ સમજીને નિરંતર ભગવાનની ભક્તિ કરવી.................
----------------------------------------
વચનામૃત-ગઢડા પ્રથમ-૨૫

આત્મનિષ્ઠા અને શ્રીજી ના સ્વરૂપ નું માહાત્મ્ય યુક્ત જ્ઞાન......એ હોય તો જ -ભક્ત સંપૂર્ણ કહેવાય......અને એમ કરવાથી જ ભક્ત ની વૃતિ-ભગવાન સાથે એકાકાર થાય છે.....મૂર્તિ હૃદય માં અખંડ દેખાય છે.....અને બ્રહ્મરૂપ થાય છે......

આ બધું શ્રીજી ની આજ્ઞા માં રહેવા થી થાય છે......એની મરજી જ ભક્ત નું જીવન.....એમ યથાર્થ થાય ત્યારે- ભક્તના અંતરમાં સહજ+ આનંદનો છોળો ઉછળે છે..........સંપૂર્ણતાની અખંડ શાંતિ થાય છે....

ચાલો આપણે પણ આ આજ્ઞા માં રહીએ.......પૂર્ણકામ થઈએ......શુભ નવરાત્રિ..... માં અંબા ના ચરણો માં પ્રાર્થના કે નારાયણ સાક્ષાત મળ્યા છે તો એમને સદાયે રાજી કરી શકીએ.............

જય સ્વામિનારાયણ.....

આજની રવિસભા-શાહીબાગ મંદિર, અમદાવાદ
21/09/2025

આજની રવિસભા-શાહીબાગ મંદિર, અમદાવાદ

………જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યાદિક જે અનંત શુભ ગુણ તેણે યુક્ત જે ભક્ત હોય તેના હૃદયમાં ભગવાન નિવાસ કરે છે….. પછી તે ભક્ત જ.....

શુભ પ્રભાત..........સર્વ હરિભક્તો ને સાષ્ટાંગ દંડવત સહીત જય સ્વામિનારાયણ.....શરૂઆત- શ્રીજી ના અમૃત વચનો થી........------...
21/09/2025

શુભ પ્રભાત..........સર્વ હરિભક્તો ને સાષ્ટાંગ દંડવત સહીત જય સ્વામિનારાયણ.....

શરૂઆત- શ્રીજી ના અમૃત વચનો થી........
-----------------

સ્વામિનારાયણ હરે.......

પછી શ્રીજી મહારાજ બોલ્યા જે......

"..પોતામાં ગમે તેવા ભૂંડા સ્વભાવ હોય ને જો ભગવાનને અતિશય નિર્દોષ સમજે તો પોતે પણ અતિશય નિર્દોષ થઈ જાય છે.”

( જે હરિભક્ત ને).....ભગવાન પુરુષોત્તમ મળ્યા છે અને તેનો અંતરમાં આઠોપહોર કેફ રહેતો નથી જે, ‘મારું પૂર્ણકામપણું થયું છે’ એવું નથી સમજતો, એ હરિના ભક્તને મોટી ખોટ્ય છે........

જ્યારે કોઈ હરિભક્તનો દોષ નજરમાં આવે ત્યારે એમ સમજવું જે......... ‘આનો સ્વભાવ તો સત્સંગમાં ન ઘટે તેવો છે તોય પણ એને જો સત્સંગ મળ્યો છે અને એ જો જેવો-તેવો છે તોય પણ સત્સંગમાં પડ્યો છે, તો એનો પૂર્વજન્મનો અથવા આ જન્મનો સંસ્કાર ભારે છે તો આવો સત્સંગ મળ્યો છે,........................’ એમ સમજીને તેનો પણ અતિશય ગુણ લેવો.”
-----------------------
ઇતિ વચનામૃતમ-ગઢડા પ્રથમ-૨૪

એક સર્વસામાન્ય વાત છે કે- સત્સંગ માં આવ્યા પછી પણ આપણા સ્વભાવ છુટતા નથી. ચંચળ મન -અન્ય ના દોષો ને શોધવા લાગી જાય છે.....પણ પોતાના દોષ દેખાતા નથી.....! એવા જીવ માટે- શ્રીજી કહે છે કે- સત્સંગ માં ભગવાન કે સત્પુરુષ તો ઠીક....પણ હરિભક્ત ના પણ દોષ ન જોવા......કારણ કે અનંત જન્મો ના પુણ્ય હોય તો જ આવો સર્વોપરી સત્સંગ મળે.......સત્પુરુષ મળ્યા છે.........! એમ સમજી ને- આ સત્સંગ નો......હરિભક્તો નો..સંતો નો.....સત્પુરુષ નો અને શ્રીજી નો મહિમા જાણવો......સમજવો....! મહિમા વગર નું જ્ઞાન નકામું છે.....

બ્રહ્મ સ્વરૂપ યોગીબાપા ના શબ્દો માં......." આ સત્સંગ માં કોઈ પણ હરિભક્ત હોય.....ગમે તેવો હોય....થાથા થોબડા જેવો હોય -તો પણ મારા માથા નો મુગટ છે....." એમ સમજે એ જ પાકો સત્સંગી.......

આપણાં ગુરુ મહંત સ્વામી મહારાજ ની પ્રાતઃ પૂજા નાં દર્શન કરો.....બાપા પૂજા પછી સતત ૬-૭ મિનીટ સુધી સંતો હરિભક્તો નાં જે મહિમા...દિવ્ય ભાવ થી દર્શન કરે છે...તેં જોઇ ભલભલા નાં અંતર શુદ્ધ થઈ જાય.....નાસ્તિક આસ્તિક થઈ જાય.....!!! ગ.મધ્ય ૬૩ માં શ્રીજી કહે છે તેમ.....દરેક ભક્ત ને દિવ્ય...બ્રહ્મ ની મૂર્તિ સમજવા.....!

આપણે કેટલે પહોંચ્યા છીએ???? વિચારો.....વિચારો.......

આ જ વિચાર સાથે ......બસ એક હરિમય રવિવાર ની શુભકામનાઓ......આવતીકાલ થી ભક્તિ શક્તિ ની આરાધના નું પર્વ.....વિશ્વ ના સૌથી મોટા....સૌથી લાંબા....સૌથી પવિત્ર નૃત્ય ભક્તિ આરાધના નવરાત્રી ની શરૂઆત......! સાથે રહેજો.......

સ્વામિનારાયણ હરે......પછી કરુણા કરીને પરમહંસની આગળ શ્રીજીમહારાજ વાત કરવા લાગ્યા જે, “વાસુદેવમાહાત્મ્ય નામે જે ગ્રંથ તે અ...
17/09/2025

સ્વામિનારાયણ હરે......

પછી કરુણા કરીને પરમહંસની આગળ શ્રીજીમહારાજ વાત કરવા લાગ્યા જે,

“વાસુદેવમાહાત્મ્ય નામે જે ગ્રંથ તે અમને અતિશય પ્રિય છે; કેમ જે, ભગવાનના ભક્તને ભગવાનને ભજ્યાની જે રીતિ તે સર્વે એ ગ્રંથમાં કહી છે. અને ભગવાનના જે ભક્ત તે બે પ્રકારના છે........... તેમાં

1) એકને ભગવાનનો નિશ્ચય તો યથાર્થ છે પણ તે દેહાત્મબુદ્ધિ સોતો ભગવાનનું ભજન કરે છે. અને
૨) બીજો તો જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ ત્રણ અવસ્થા તથા સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ દેહ તેથી પર ને ચૈતન્યરૂપ એવું પોતાના સ્વરૂપને માને અને તે પોતાના સ્વરૂપને વિષે ભગવાનની મૂર્તિને ધારીને ભગવાનનું ભજન કરે; પછી ત્રણ અવસ્થાથી ને ત્રણ શરીરથી પર જે પોતાનું સ્વરૂપ તેને અતિશય પ્રકાશમાન ભાળે ને તે પ્રકાશને વિષે ભગવાનની મૂર્તિ જેવી પ્રગટ પ્રમાણ છે તેવી અતિશય પ્રકાશે યુક્ત ભાસે, એવી રીતની સ્થિતિવાળો હોય..........
............ અને એવી રીતની સ્થિતિ જ્યાં સુધી થઈ નથી ત્યાં સુધી ભગવાનનો ભક્ત છે તો પણ તેને માથે વિઘ્ન છે. .............
.............જેમ પાણીનો ઘડો ભરીને એક ઠેકાણે ઢોળી આવીએ, પછી વળી બીજે દિવસ અથવા ત્રીજે દિવસ તે ઠેકાણે પાણીનો ઘડો ઢોળીએ તેણે કરીને ત્યાં પાણીનો ધરો ભરાય નહીં; કાં જે, આગલા દિવસનું જળ આગલે દિવસ સુકાઈ જાય ને પાછલા દિવસનું પાછલે દિવસ સુકાઈ જાય.......... અને જો આંગળી જેવી નાની જ પાણીની સેર્ય અખંડ વહેતી હોય તો મોટો પાણીનો ધરો ભરાઈ જાય.............
........... તેમ ખાતાં, પીતાં, હાલતાં, ચાલતાં તથા શુભ ક્રિયાને વિષે તથા અશુભ ક્રિયાને વિષે સર્વ કાળે ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવી.......... પછી એવી રીતે ભગવાનમાં અખંડ વૃત્તિ રાખતાં રાખતાં એવી દ્રઢ સ્થિતિ થાય છે.”
---------------------------------
વચનામૃતમ- ગઢડા પ્રથમ--૨૩

સૌપ્રથમ.... આપણે કેટલા હરિભક્તો ને ત્યાં શ્રીજી ને પ્રિય " વાસુદેવ માહાત્મ્ય " નો ગ્રંથ છે...??? આપણે સનાતની હિન્દૂ વૈષ્ણવ છીએ...એ પણ પાછા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન ના આશ્રિત.....તો આપણા ઘરે વચનામૃત, સ્વામી ની વાતો સિવાય શ્રીમદ ભાગવત, ભગવદ ગીતા, રામાયણ આદિક ગ્રંથો હોવા જ જોઈએ.....આપણ ને ..આપણી ભાવિ પેઢી ને હિન્દૂ સનાતન ધર્મ ના જ્ઞાન વૈભવ નો....આધ્યાત્મિક ખજાના નું જ્ઞાન અવશ્ય હોવું જોઈએ બાકી આપણો સત્સંગ શુષ્ક...દિશાહીન થઈ જશે.....સંકુચિત થઈ જશે....!! વેદ, પુરાણ,ભાગવત આદિક ગ્રંથો આપણું કલેવર ઘડે છે....એ આપણા ઘર ની...જીવતર ની...સત્સંગ ની શોભા છે...યાદ રાખો...!

અદ્ભુત વાત..........! જ્યાં સુધી ભગવાન ની અખંડ સ્મૃતિ રહેતી નથી ત્યાં સુધી "ભક્ત" થવાતું નથી.......અને ભક્ત થયા વગર- અક્ષર રૂપ કઈ રીતે થવાય???....પુરુષોત્તમ ની પ્રાપ્તિ કઈ રીતે થાય??? એટલા માટે જ શ્રીજી વચનામૃત ગઢડા પ્રથમ-૧ માં કહે છે કે.....

".......ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ સાધન કઠણ નથી. અને જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે છે તેને તેથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કહી નથી............."

માટે જ ચાલો જીવને એક હરિમાં જ સ્થિર કરીએ......

શુભ હરિમય સવાર સાથે...સર્વ ને જય સ્વામિનારાયણ........

આજની રવિસભા- શાહીબાગ મંદિર, અમદાવાદ
14/09/2025

આજની રવિસભા- શાહીબાગ મંદિર, અમદાવાદ

તે સમે યોગાનંદ મુનિએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ! ભગવાનના ભક્ત બે હોય; તેમાં એક તો નિવૃત્તિ પકડીને બેસી રહે ને કોઈન...

આજે 13 સપ્ટેમ્બર ....આજની જ તારીખે , ઇસવીસન 1933 ( ભાદરવા વદ નોમ, વિક્રમ સંવત 1989) માં જબલપુર, મધ્યપ્રદેશ , બ્રહ્મસ્વરૂ...
13/09/2025

આજે 13 સપ્ટેમ્બર ....આજની જ તારીખે , ઇસવીસન 1933 ( ભાદરવા વદ નોમ, વિક્રમ સંવત 1989) માં જબલપુર, મધ્યપ્રદેશ , બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ના અતિ નિષ્ઠાવાન ભક્ત મણીભાઈ પટેલ અને ડાહીબા ને ત્યાં આપણા પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ નું પ્રાગટય થયું હતું.......

આજે એ સત્પુરુષ પ્રત્યક્ષ છે અને મહેસાણા માં બિરાજમાન રહી સર્વે બ્રહ્મસુખ ની લ્હાણી કરી રહ્યા છે.....એ ગુણાતીત પુરુષ અને આપણા સર્વે ગુણાતીત ગુરુઓ ના અંતર ની એક જ વાત..... હરપળ હરિ....!! એના સિવાય કશું જ નહીં....!! એ જ સર્વસ્વ......!

એમના જ અંતર વાત ને આજે શ્રીજી મહારાજ ના અમૃત વચનો થી શબ્દો માં માણીએ......

સ્વામિનારાયણ હરે......

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

“મૃદંગ, સારંગી, સરોદા, તાલ ઇત્યાદિક વાદિત્ર વજાડીને કીર્તન ગાવવાં તેને વિષે જો ભગવાનની સ્મૃતિ ન રહે તો એ ગાયું તે ન ગાયા જેવું છે.................... અને ભગવાનને વિસારીને તો જગતમાં કેટલાક જીવ ગાય છે તથા વાદિત્ર વજાડે છે પણ તેણે કરીને તેના મનમાં શાંતિ આવતી નથી. તે માટે ભગવાનનાં કીર્તન ગાવવાં તથા નામરટન કરવું તથા નારાયણધૂન્ય કરવી ઇત્યાદિક જે જે કરવું તે ભગવાનની મૂર્તિને સંભારીને જ કરવું............... અને ભજન કરવા બેસે ત્યારે તો ભગવાનને વિષે વૃત્તિ રાખે અને જ્યારે ભજનમાંથી ઊઠીને બીજી ક્રિયાને કરે ત્યારે જો ભગવાનમાં વૃત્તિ ન રાખે તો તેની વૃત્તિ ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનના સ્વરૂપમાં સ્થિર થાય નહીં.............. માટે હાલતાં, ચાલતાં, ખાતાં, પીતાં સર્વ ક્રિયાને વિષે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો, તો તેને ભજનમાં બેસે ત્યારે ભગવાનમાં વૃત્તિ સ્થિર થાય. અને જેને ભગવાનમાં વૃત્તિ રહેવા લાગે તેને તો કામકાજ કરતે પણ રહે; અને જેને ગાફલાઈ હોય તેને તો ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનમાં વૃત્તિ ન રહે............. તે માટે સાવધાન થઈને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ ભગવાનના ભક્તને કરવો.......”
-------------------------------------
વચનામૃતમ-ગઢડા પ્રથમ-૨૨

અહિયાં તો હરપળ હરિ..હરિ.....હરિ....!!!!! શ્રીજીની મૂર્તિને જીવમાં અખંડ રાખવા એના થી મુશ્કેલ...અને સર્વોપરી સાધન કોઈ નથી........!

આપણે તો સદભાગી છીએ કે શ્રીજી ને જીવમાં જોડવાના...ધરવા ના સર્વોપરી સાધનો- સત્પુરુષ, સત્શાસ્ત્રો..સંતો..મંદિરો.......સત્સંગ...પ્રગટ પ્રમાણ મળ્યા છે.......બસ- હવે જીવ ને એમાં જોડવાનું કાર્ય આપણે કરવાનું છે.....જો આ થાય તો શ્રીજી ની એ મર્માળી મૂર્તિ જીવમાં અખંડ રહે......!

તૈયાર છો ને???

બસ, આજે સત્પુરુષ ના પ્રાગટય દિને, એમની આજ્ઞા માં યથાર્થ રહી ને એમને રાજી કરીએ એટલે એમનો દાખડો સફળ......આપણો જન્મારો સફળ.....!!!

શુભ ..શાંત....સંપૂર્ણ હરિમય....સત્પુરુષ ને સમર્પિત દિવસ ની શુભ કામના ઓ સાથે.......સર્વ ને સસ્નેહ જય સ્વામિનારાયણ......

સદાય રાજી રહેજો.......સત્પુરુષ ના ...શ્રીજી ના થઇ ને રહેજો.....

સ્વામિનારાયણ હરે.......પછી તે સર્વેને( હરિભક્તો અને સંતો )  શ્રીજીમહારાજે છાના રાખ્યા ને એમ બોલ્યા જે, “સર્વે સાંભળો, એક...
11/09/2025

સ્વામિનારાયણ હરે.......

પછી તે સર્વેને( હરિભક્તો અને સંતો ) શ્રીજીમહારાજે છાના રાખ્યા ને એમ બોલ્યા જે, “સર્વે સાંભળો, એક વાર્તા કરીએ.” એમ કહીને ઝાઝી વાર સુધી તો નેત્રકમળને મીંચીને વિચારી રહ્યા ને પછી બોલ્યા જે,

“જે હરિભક્તના મનમાં ભગવાનને અતિ પ્રસન્ન કરવાની ઇચ્છા હોય તે
ભગવાનને પ્રસન્ન કરવાનો તો એ ઉપાય છે જે, પોતપોતાના

1) વર્ણાશ્રમનો જે ધર્મ તેને વિષે અચળ નિષ્ઠા તથા
૨) આત્મનિષ્ઠાની અતિશય દ્રઢતા તથા
૩) એક ભગવાન વિના બીજા સર્વ પદાર્થને વિષે અરુચિ તથા
૪) ભગવાનને વિષે માહાત્મ્યે સહિત એવી નિષ્કામભક્તિ,

એ ચાર સાધને કરીને ભગવાનની અતિશય પ્રસન્નતા થાય છે. અને એ જે ચાર સાધન તેને એકાંતિક ધર્મ કહીએ..................

દિવસે દિવસે ભગવાનનું અતિશય માહાત્મ્ય જણાય તેને અર્થે સાધુનો સંગ નિરંતર રાખવો. અને જે આવી રીતે નથી સમજતો અને કેવળ દેહાભિમાની અને પ્રાકૃત મતિવાળો છે અને તે જો સત્સંગમાં પડ્યો છે તો પણ એને પશુ જેવો જાણવો.........................

અને એવો જે એકાંતિક ભક્ત તે દેહનો ત્યાગ કરીને સર્વે માયાના ભાવથી મુક્ત થઈને અર્ચિમાર્ગે ( બ્રહ્મ માર્ગ) કરીને ભગવાનના અક્ષરધામને પામે છે. તે અક્ષરનાં બે સ્વરૂપ છે - એક તો નિરાકાર એકરસ ચૈતન્ય છે તેને ચિદાકાશ કહીએ, બ્રહ્મમહોલ કહીએ; અને એ અક્ષર બીજે( સેવક ભાવે- સાકાર સ્વરૂપ) રૂપે કરીને પુરુષોત્તમ નારાયણની સેવામાં રહે છે. અને એ અક્ષરધામને પામ્યો જે ભક્ત તે પણ અક્ષરના સાધર્મ્યપણાને ( અક્ષર રૂપ) પામે છે અને ભગવાનની અખંડ સેવામાં રહે છે..................

એ અક્ષરધામને વિષે અક્ષરના સાધર્મ્યપણાને પામ્યા એવા અનંત કોટિ મુક્ત રહ્યા છે તે સર્વે પુરુષોત્તમના દાસભાવે વર્તે છે................
......અને પુરુષોત્તમ નારાયણ તે સર્વના સ્વામી છે ને અનંત કોટિ બ્રહ્માંડના રાજાધિરાજ છે. માટે આપણા સત્સંગી સર્વેને તો એમ જ નિશ્ચય કરવો જે, ‘આપણે પણ એ અક્ષરરૂપ જે મુક્ત તેમની પંક્તિમાં ભળવું છે........... અને અક્ષરધામમાં જઈને અખંડ ભગવાનની સેવામાં હજૂર રહેવું છે, પણ નાશવંત ને તુચ્છ એવું જે માયિક સુખ તેને ઇચ્છવું નથી ને એમાં કોઈ ઠેકાણે લોભાવું નથી;
---------------------------------------
વચનામૃતમ-ગઢડા પ્રથમ-૨૧

શ્રીજી ની સ્પષ્ટ વાત...........

----- ભગવાન ને પ્રસન્ન કરે એ એકાંતિક ભક્ત.....અને એકાંતિક થયા વગર કલ્યાણ શક્ય નથી....
----એ માટે બ્રહ્મ સ્વરૂપ સત્પુરુષ નો સંગ અનિવાર્ય છે.......એ જે ન સમજે તે પશુ સમાન છે..........
----- બ્રહ્મ સ્વરૂપ સત્પુરુષ ના સંગે- બ્રહ્મ રૂપ થવાય......અક્ષર રૂપ થવાય.....
----- અક્ષર એ પુરુષોત્તમ ના સેવક રૂપે છે.......સાકાર સ્વરૂપે સેવા મા રહે છે........એ અક્ષર ને સંગે અક્ષર રૂપ થવાય........
આટલું સમજાય તો યે કલ્યાણ જ છે......!!

શુભ હરિમય રાત્રિ......સર્વે ને જય જય સ્વામિનારાયણ........

સુપ્રભાતમ...........જય સ્વામિનારાયણ.......મંગળ પ્રભાત ની શરૂઆત - સ્વયં પુરુષોત્તમ ના અમૃત વચનો થી......સ્વામિનારાયણ હરે....
06/09/2025

સુપ્રભાતમ...........જય સ્વામિનારાયણ.......

મંગળ પ્રભાત ની શરૂઆત - સ્વયં પુરુષોત્તમ ના અમૃત વચનો થી......

સ્વામિનારાયણ હરે........

પછી શ્રીજી મહારાજ બોલ્યા જે......

"... ભગવાનના એકાંતિક ભક્તનો સમાગમ કરીને જે ભક્તને એ ચારે ગુણ ( આત્મનિષ્ઠા, પ્રીતિ એ સહીત ભક્તિ, વૈરાગ્ય અને સ્વધર્મ).........અતિશય દ્રઢપણે વર્તે છે-------- તે ભક્તને સર્વ સાધન સંપૂર્ણ થયાં અને એને જ એકાંતિક ભક્ત જાણવો...........

તે માટે જે ભક્તને ચારે ગુણમાંથી જે ગુણની ન્યૂનતા હોય.......... તો ભગવાનના એકાંતિક ભક્તની સેવા, સમાગમે કરીને તે ન્યૂનતાને ટાળવી.”
--------------------------------------
ઇતિ વચનામૃતમ- ગઢડા પ્રથમ-૧૯

ભક્તિ માં ગાફલપણું ન ચાલે...." મને તો સત્પુરુષ કે ભગવાન મળી ગયા છે.....અને હવે અમરે કશું કરવાનું બાકી નથી" એમ જો સમજો- તો ભક્તિ માં થી કયારેક ને ક્યારેક પતન થાય જ છે.........માટે કરવું શું??? ઉપરોક્ત ચારેય ગુણ- આત્મનિષ્ઠા, પ્રેમધા ભક્તિ, વૈરાગ્ય અને સ્વધર્મ /નિજ ધર્મ- સંપૂર્ણ હોવા જ જોઈએ......એમાં થી એક પણ ન હોય તો- ભક્તિ માં આગળ વધાતું નથી......છેક અક્ષરધામ પહોંચાતું નથી.......અને આ ગુણ માં કોઈ ગુણ ખૂટતો હોય તો- એકાંતિક સત્પુરુષ કે જે બ્રહ્મ સ્વરૂપ છે-તેનો સમાગમ કરી લેવો........

સર્વનું ભલું હો.......!

આજે પરિવર્તીની એકાદશી.....અર્થાત જળઝીલણી એકાદશી નો પર્વ....!! દેવપોઢી એકાદશી એ શયન નિંદ્રા માં પોઢેલા શ્રી પુરુષોત્તમ ના...
03/09/2025

આજે પરિવર્તીની એકાદશી.....અર્થાત જળઝીલણી એકાદશી નો પર્વ....!! દેવપોઢી એકાદશી એ શયન નિંદ્રા માં પોઢેલા શ્રી પુરુષોત્તમ નારાયણ જ્યારે પોતાનું પડખું ફેરવે છે ...તે સ્મૃતિ ને સાકાર કરવા....આ પરિવર્તીની એકાદશી નો ઉત્સવ વૈષ્ણવ સંપ્રદાય માં ઉજવાય છે...જેમાં શ્રાવણી થી નવા જળ થી તૃપ્ત થયેલા સરોવર , નદીઓ માં શ્રીજી નૌકા વિહાર માં પધારે છે અને જીવમાત્ર ને પોતાનું સુખ આપી સંતૃપ્ત કરે છે......

તો એ સ્મૃતિ સાથે ....આ ઉત્સવ ને સંલગ્ન એક અક્ષર વાત ને હૃદયસ્થ કરીએ......

સ્વામિનારાયણ હરે....સ્વામીએ વાત કરી જે.....

આપણે તો આત્મા છીએ, બ્રહ્મરૂપ છીએ, ને હમણાં કાંઈ દેખાતું નથી પણ દેહ મૂકીને દેખાશે ..............અને ભાગવતમાં કહ્યું છે જે યશ્ચ મૂઢ થકો મને જાણે છે તેને બીજું કાંઈ જાણવું રહેતું નથી................ ને આપણો મહિમા તો બહુ મોટો છે અને દેહમાં દોષ હશે તો તેને મૂકીને ભગવાનની સેવામાં રહેવું છે, પણ ભગવાન મળ્યા છે તેને બીજે રહેવું નથી............
......... ને આપણી મૂડી દેખાડે તો છકી જવાય ને કોઈને ગાંઠે નહિ. વિશ્વરૂપાનંદ સ્વામી કોઈને ગાંઠતા નહિ, મહારાજને પણ ગાંઠતા નહિ..............
..........ને હમણાં તો મહારાજ પ્રગટ છે તે સત્સંગી હોય તે જાણે, બીજાને જણાય નહીં............................... અને અમે તો જે આ વાતું સાંભળે છે તેને જ સત્સંગી જાણીએ છીએ;............................... નીકર તો ભગવાં લૂગડાં કર્યાં હોય તેને પણ સત્સંગી ગણતા નથી............"
-----------------------------
અક્ષર વાતો-૪/૩૫

ગઢડા નો એક પ્રસંગ જાણીતો છે. સદગુરુ પરમચૈતન્યાનંદ સ્વામી સદગુરુઓમાં પણ મોટા હતા......મહારાજ ની બાજુમાં જ એમનો ઢોલીયો ઢળતો.....મોટા મોટા સદગુરુઓ પણ એમની આમન્યા રાખતા...પણ જયારે મહારાજ ધામ માં ગયા અને અમુક સમય બાદ નાના નાના સાધુઓ એ પણ એમની ઉપેક્ષા કરવાનું શરુ કર્યું...જળ ઝીલણી ઉત્સવ માં એમની ઘોર ઉપેક્ષા થઇ આથી એ ઉદાસ થઇ ગયા....એ સમયે અક્ષર મુક્ત ગોપાળાનંદ સ્વામી ના પટ્ટ શિષ્ય સદગુરુ બાલમુકુન્દ સ્વામી એ સ્વામી ને સમજાવતા કહ્યું કે- સ્વામી આપણે ક્યા માન માટે સાધુ થયા છીએ??? એમ કહી વચનામૃત -સત્સંગ ની વાતો કરી એમણે શાંતિ પમાડી- ગોપાળાનંદ સ્વામી એ પણ સર્વોપરી વાતો કરી -પરમ ચૈતન્યાનંદ સ્વામી નું મન હળવું કર્યું..અને એ બોલી ઉઠ્યા...૧૨ વર્ષ ગુરુ રહ્યો....૧૨ વર્ષ સદગુરુ રહ્યો પણ સત્સંગી તો આજે થયો...!!!! વિચારો..આ કોણ બોલે છે??? પરમ ચૈતન્યાનંદ સ્વામી પોતે...! આમ, સત્સંગ માં કોઈ પદ-અનુભવ તમને મોટા નથી બનાવતું..પણ સમજણ કેટલી છે.....એ પર મોટાઈ નક્કી થાય છે.....

આમ પોતાના દોષ...મન ની ગાંઠો માં પરિવર્તન લાવીએ તો જ સાચું જ્ઞાન પ્રાપ્ત થાય.....અને એ માટે તો આપણે સત્પુરુષ ના સાનિધ્ય માં ...સત્સંગ માં આવ્યા છીએ......માટે જ જો આ સત્સંગ થી આપણા સ્વભાવ માં પરિવર્તન આવે તો જ માનવું કે સત્સંગ આપણ ને ચડ્યો છે.......બાકી લાડવા ને લીલા લહેર.....!!!!

તો સમજવું એટલું જ કે સત્સંગ એટલે સાચા સત્પુરુષ....સાચા સિદ્ધાંત...સાચા શાસ્ત્ર નો સંગ......! આપણ ને આજે આ ત્રણેય અંગ પ્રત્યક્ષ મળ્યા છે તો પછી બીજે ક્યાં ફાંફા મારવા???

આમ, અહી તો જે સમજે એ મોટો.......સેવા કરે એ મહંત......!!!! બાકી સમજણ વગર તો અહી હજારો ઠેબા ખાય છે...ભલે ને એ સત્પુરુષ સંગે રહેતા હોય...મહારાજ ની પ્રસાદી ની વસ્તુઓની રોજ પૂજા કરતા હોય.........!

જય સ્વામિનારાયણ.....શુભ એકાદશી......સર્વે ઇન્દ્રિયો અને અંતઃકરણ એક શ્રીજી માં જ સ્થિર થાય........

જ્યાં હરિ જ બને કેવટ ને ..સત્સંગ બને નાવ,
ત્યાં જ જીવ ને દ્રઢ જોડીએ તો , તરાય ભવસાગર પાર.....

શુભ રાત્રિ.... રાત્રિ ની શરૂઆત  એક બળવત્તર....વિશેષ અમૃત વચન થી.....સ્વયમ શ્રીજી ના જીવ ની વાત થી.....! આ વચનામૃત વિશેષ ...
28/08/2025

શુભ રાત્રિ.... રાત્રિ ની શરૂઆત એક બળવત્તર....વિશેષ અમૃત વચન થી.....સ્વયમ શ્રીજી ના જીવ ની વાત થી.....! આ વચનામૃત વિશેષ છે કારણ કે-

શ્રીજી એ રાત્રિ ના છેલ્લા પહોર માં- પરમહંસો ને સામે થી ઉઠાડી ને -ખુબ જ અંતઃકરણ પૂર્વક આ વાત કરી છે.......વળી,વાત ની શરૂઆત કરતા કહે છે કે....

સ્વામિનારાયણ હરે.......

શ્રીજીમહારાજ બોલ્યા જે.....

"..મારા મનમાં તો એમ થાય છે જે વાત ન કહું, પણ તમે અમારા છો માટે જાણીએ છીએ જે કહીએ જ. અને આ વાત છે તેને સમજીને તે જ પ્રમાણે વર્તે તે જ મુક્ત થાય છે.........."

અદ્ભુત...અદ્ભુત.........શ્રીજી એ આપણ ને પોતાના માની ને આ વાત કરી છે.....વળી કહે છે.....

"...અમે હૃદયમાં વિચાર કર્યો જે, ‘ભગવાનના ભક્તના હૃદયમાં વિક્ષેપ થાય છે તેનું કારણ તે શું છે ?’........

(જવાબ આપતા સ્વયમ શ્રીજી કહે છે કે..).....

"ભગવાન મળ્યા છે તે હવે કાંઈ કરવું રહ્યું નથી,’ એવું ગાફલપણું રહે છે એટલો જ અંતઃકરણનો વાંક છે. અને ઝાઝો વાંક તો પંચ જ્ઞાન-ઇન્દ્રિયોનો છે............પંચ ઇન્દ્રિયો દ્વારે જીવ જે આહાર કરે છે તે આહાર જો શુદ્ધ કરશે તો અંતઃકરણ શુદ્ધ થાશે, અને અંતઃકરણ શુદ્ધ થાશે તો અખંડ ભગવાનની સ્મૃતિ રહેશે. અને જો પંચ ઇન્દ્રિયોના આહારમાંથી એક ઇન્દ્રિયનો આહાર મલિન થાય છે તો અંતઃકરણ પણ મલિન થઈ જાય છે. માટે ભગવાનના ભક્તને ભગવાનના ભજનને વિષે જે કોઈ વિક્ષેપ થઈ આવે છે તેનું કારણ તો પંચ ઇન્દ્રિયોના વિષય જ છે પણ અંતઃકરણ નથી..........."
-----------------------
વળી, શ્રીજી સ્વયમ, અંતઃકરણ ના શુદ્ધિકરણ માટે કહે છે કે.........

"......જેમ ભૂંડાને યોગે કરીને જીવની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે......... તેમ જ પરમેશ્વર અથવા પરમેશ્વરના સંત તેને યોગે કરીને જીવની બુદ્ધિ સારી થાય છે.
-----અને જીવની બુદ્ધિ ભ્રષ્ટ હોય તો પણ ભગવાન અને સંતના શબ્દને સાંભળવે કરીને ઉત્તમ થાય છે;
-----તેમ જ એમને સ્પર્શે કરીને પણ મતિ ઉત્તમ થાય છે, અને વર્તમાનની આડ્યે કરીને મોટા સંતનો સ્પર્શ ન થાય તો તેના ચરણની રજ લઈને માથે ચડાવે તેણે કરીને પવિત્ર થાય;
-------------------------------
શ્રીજી પોતાની વાત કરતા કહે છે કે......

"..કોઈ વસ્ત્ર-આભૂષણ તથા પુષ્પના હાર ઇત્યાદિક જે જે પદાર્થ લાવે છે તેને અંગીકાર કરીએ છીએ તે તો તેના જીવના રૂડા વાસ્તે અંગીકાર કરીએ છીએ પણ અમારા સુખને વાસ્તે કરતા નથી;
----અને જો અમારા સુખને વાસ્તે કરતા હોઈએ તો અમને શ્રીરામાનંદ સ્વામીના સમ છે. માટે એવું વિચારીને કોઈ અમારો વાદ કરશો મા,
----અને પંચ ઇન્દ્રિયોના આહાર છે તેને અતિશય શુદ્ધપણે કરીને રાખજ્યો, એ વચન અમારું જરૂરાજરૂર માનજ્યો..........
------------------------------------------------
ઇતિ વચનામૃતમ-ગઢડા પ્રથમ-૧૮

જગત નો નાથ જ્યારે અડધી રાત્રિ એ જાગી ને- સંતો ને એકઠા કરી ને -પોતાના અંતઃકરણ ની વાત કરતો હોય.......પછી શું બાકી રહે???? પોતાની સ્વાભાવિક પ્રકૃતિ અને જગત ના કહેવાતા સુખો પ્રત્યે પોતાની સદા ઉદાસીનતા પ્રગટ કરી ને કહે છે કે.....તમારી ઇન્દ્રિયો અને અંતઃકરણ ને સત્સંગ માં રાખજો.....સત્પુરુષ માં જોડજો........તો જ તમારું કલ્યાણ થશે....!

તો- શ્રીજી ના આ વચન ને- ચતુર્માસના ચાર માસ માટે રોજ મમળાવતા રહીએ.....ચિંતન કરતા રહીએ........પોતાના મન ને ઢંઢોળતા રહીએ......!

જય સ્વામિનારાયણ.........કોટી કોટી સાષ્ટાંગ દંડવત શ્રીજી ને મારા વ્હાલા ને....આ બ્રહ્મજ્ઞાન માટે.......! હવે તો એમના સિવાય કઈ બીજું વિચારવું જ નથી........!

સ્વામિનારાયણ હરે........તે સમયને વિષે મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી આદિક સાધુને તેડાવ્યા અને શ્રીજીમહારાજ તે સર્...
21/08/2025

સ્વામિનારાયણ હરે........

તે સમયને વિષે મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી આદિક સાધુને તેડાવ્યા અને શ્રીજીમહારાજ તે સર્વે પ્રત્યે બોલ્યા જે,
“આપણા સત્સંગમાં થોડોક કુસંગનો ભાગ રહ્યો જાય છે............ તે આજ કાઢવો છે અને આ પ્રકરણ એવું ચલાવવું છે જે, સર્વ પરમહંસ તથા સાંખ્યયોગી તથા કર્મયોગી સર્વ સત્સંગીમાં પ્રવર્તે.............. તે સત્સંગમાં કુસંગ તે શું છે ? ???
( પોતાના જ પ્રશ્ન નો ઉત્તર આપતાં શ્રીજી કહે છે કે...)
......તો જે વાતના કરનારા હિંમત્ય વિનાની વાત કરે છે તે સત્સંગમાં કુસંગ છે. .............તે કેવી રીતે વાત કરે છે ? તો એમ કહે છે જે, ‘ભગવાનનું જે વચન તેને યથાર્થ કોણ પાળી શકે છે ? અને વર્તમાનધર્મ પણ યથાર્થ કોણ પાળી શકે છે ? માટે જેટલું પળે તેટલું પાળીએ, અને ભગવાન તો અધમઉદ્ધારણ છે તે કલ્યાણ કરશે;’ અને વળી એમ વાત કરે છે જે, ‘ભગવાનનું સ્વરૂપ જે હૃદયમાં ધારવું તે કાંઈ આપણું ધાર્યું ધરાતું નથી, એ તો ભગવાન જેને દયા કરીને ધરાવે છે તેને ધરાય છે........’ એવી રીતની મોળી વાત કરીને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ ઇત્યાદિ જે ભગવાનની પ્રસન્નતાનાં સાધન તેમાંથી બીજાને મોળા પાળે છે...........................માટે હવે આજ દિનથી આપણા સત્સંગમાં કોઈ પણ એવી હિંમત્યરહિત વાત કરશો નહીં, સદા હિંમત્ય સહિત જ વાત કરજ્યો. અને જે એવી હિંમત્યરહિત વાત કરે તેને તો નપુંસક જાણવો. અને એવી હિંમત્ય વિનાની વાત જે દિવસ થઈ જાય તો તે દિવસ ઉપવાસ કરવો........”
-------------------------
વચનામૃત-ગઢડા પ્રથમ-૧૭

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ કહેતા......"ક્યારેય મોળી વાત ન કરવી.." કારણ કે આપણ ને જે- શ્રીજી..સત્પુરુષ..સત્સંગ મળ્યો છે...એ સર્વોપરી છે....... પણ જે ખોટ છે એ આપણા માં છે............

કુસંગ ની અદભુત વ્યાખ્યા અહી શ્રીજી એ કરી છે.......જો એ સમજાય તો -આ જીવ નું અનંત ..અતુલ્ય બળ.....સમજાય......એક વાર આ પ્રાપ્તિ નો મહિમા સમજાય.......એમનામાં નિર્દોષ બુદ્ધિ સદાયે રહે.......અને સત્સંગ માં દ્રઢ નિષ્ઠા રહે તો....બધું જ થાય.....! ગીતામાં કહ્યું છે એમ- કર્મ તો આપણે જ કરવાના છે......એની ફલશ્રુતિ શ્રીજી ને હવાલે..! એ જ કર્મયોગ......એ જ જ્ઞાન યોગ......એ જ બુધ્દીયોગ.........!

શુભ હરિમય દિવસ ની શુભ કામનાઓ સાથે..........સર્વે ને સાષ્ટાંગ દંડવત સહીત જય સ્વામિનારાયણ....

Address


Alerts

Be the first to know and let us send you an email when સર્વોપરી અક્ષરપુરુષોત્તમ સિધ્ધાંત- Sarvopari Akshar Purushottam Sidhdhant posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your business to be the top-listed Media Company?

Share