
29/07/2025
દિલ્હીમાં ટ્રાફિકના વધતા ઉલ્લંઘનને કાબૂમાં લેવા માટે ટ્રાફિક પોલીસે ‘ટ્રાફિક પ્રહરી’ એપ ફરીથી લોન્ચ કરી છે. 1 સપ્ટેમ્બર, 2024થી શરૂ થયેલી આ પહેલ હેઠળ નાગરિકો ટ્રાફિક નિયમ તોડનારાઓના ફોટા કે વીડિયો એપ પર અપલોડ કરીને ઈનામ જીતવાની તક મેળવી શકે છે. માસિક ઈનામમાં પ્રથમ ઇનામ ₹50,000નો છે, બીજું ₹25,000, ત્રીજું ₹15,000 અને ચોથું ₹10,000 રાખવામાં આવ્યું છે.
નાગરિકો રેડ સિગ્નલ તોડવું, રોંગ સાઈડ ડ્રાઈવિંગ, નો પાર્કિંગ, ખતરનાક ડ્રાઈવિંગ વગેરેના પુરાવા સાથે ફોર્મેટમાં વિગત આપીને ફરિયાદ નોંધાવી શકે છે. જો રિપોર્ટ માન્ય હોય તો ગુનાહિત વિરુદ્ધ દંડ થાય છે અને માહિતી આપનારને ઈનામ મળે છે. જો કે આવી સ્કીમ અન્ય રાજ્યને પણ કાઢવાની જરૂર હોય તેવું લોકોનું માનવું છે.
[ Traffic Prahari App, Delhi Traffic Rules, ₹50000 Reward, Road Safety India, Report Traffic Violators, Digital Policing, Citizen Participation, Traffic Management Tech, Voice Of Day, Rajkot ]